વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્તમાન સમયમાં વિશ્વના સૌથી તાકાતવર નેતામાં સામેલ છે. ભારત જ નહી પણ વિદેશમાં પણ તેમના ભાષણના લોકો દિવાના છે. મોદી પોતાની ફેશન સેન્સને લઇને પણ ચર્ચામાં રહે છે. 2014 માં લોકસભા ચૂંટણી જીતવાની સાથે મોદી જેકેટ ફેશનનો ભાગ બની ગયો હતો.
આઇફોન અને આઇપેડ જેવા ગેજેટ્સ તેમની પસંદગીનો ભાગ છે. દરમિયાન અમે તમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ખાસ વાતો જણાવી રહ્યાં છીએ.
મોવાડોની ઘડિયાળ પહેરે છે મોદી
વડાપ્રધાન મોદી પોતાની ઘડિયાળને લઇને પણ સાવચેત છે, તેમની બાયોગ્રાફી અનુસાર Movado (મોવાડો) ઘડિયાળ તેમની પસંદગીની બ્રાંડ છે. આ મૂળ એક સ્વિસ લક્ઝરી વૉચ કંપની છે. મોવાડો ગ્રુપની સ્થાપના 1983 માં થઇ હતી. આ કંપની Movado, Ebel, Concord, ESQ, Coach, Hugo Boss, Lacoste Juicy Couture અને Tommy Hilfger નામથી ઘડિયાળ બનાવે છે. મોવાડો ઘડિયાળની કિંમત 39 હજાર રૂપિયાથી શરૂ થાય છે અને આશરે 2 લાખ રૂપિયા સુધીની હોય છે. એક રસપ્રદ વાક એ છે કે મોદી કાંડામાં ઘડિયાળ ઉંધી પહેરે છે. તે તેને લકી માને છે.
આ કંપનીનો સિમ કાર્ડ યૂઝ કરે છે વડાપ્રધાન મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિગ્ગજ મોબાઇલ કંપની એપ્પલના ફેન છે, તેમના હાથમાં આઇફોન તો બધાએ જોયો છે પરંતુ શું તમને ખબર છે વડાપ્રધાન તેમાં ક્યા નેટવર્ક પ્રોવાઇડર કંપનીનો સિમ ઉપયોગ કરે છે. તમને જાણકારી અનુસાર જણાવી દઇએ કે વડાપ્રધાન મોબાઇલમાં વોડાફોનનું સિમ કાર્ડ વાપરે છે. વિશ્વને તેની જાણકારી ત્યારે થઇ જ્યારે એક વર્ષ પહેલા વડાપ્રધાને પોતાના મોબાઇલનો સ્ક્રીનશૉટ શેર કર્યો હતો.
મોં બ્લાંની પેનથી લખે છે મોદી
નરેન્દ્ર મોદી જર્મનીની જાણીતી કંપની મોં બ્લાંની પેનનો ઉપયોગ કરે છે. આ પેનની કંપનીને કારણે કોઇ પ્રવાસમાં પણ વિવાદ થયો હતો.
કંપનીએ પોતાની 14 લાખ રૂપિયાની એક કિમતી પેન પર મહાત્મા ગાંધીનું નામ અને તસવીરનો ઉપયોગ કર્યો હતો. મહત્વપૂર્ણ છે કે મોં બ્લાં યૂરોપમાં સૌથી ઉંચાઇ પર આવેલા પહાડનું નામ છે. અમિતાભ બચ્ચન, બરાક ઓબામા, દલાઇ લામા, વોરેન બફેટથી લઇને કેટલીક જાણીતી હસ્તી આ પેનના શૌખીન છે. વડાપ્રધાન જે પેનનો ઉપયોગ કરે છે તેની કિંમત એક લાખ 30 હજાર રૂપિયા છે.
બુલ્ગરીના ચશ્મા છે મોદીની પસંદ
નરેન્દ્ર મોદી સનગ્લાસીસ ચશ્માના પણ શોખીન છે. સલમાન ખાન સાથે પતંગ ઉડાવવાથી લઇને દરેક જગ્યાએ તે ગોગલ્સ પહેરીને જાય છે. વડાપ્રધાન બુલ્ગરી બ્રાંડના ચશ્મા પહેરે છે. આ ઇટાલીની કંપની છે. જોકે, બુલ્ગરી મૂળ રીતે જ્વેલરી બનાવે છે પરંતુ તેને ઘડિયાળ, પરફ્યૂમ અને હોટલ બિઝનેસમાં પણ પગ જમાવ્યા છે. બુલ્ગરીના ચશ્માની કિંમત 30થી 40 હજાર રૂપિયા વચ્ચે હોય છે.
આજે પણ અમદાવાદમાં સીવડાવે છે કપડા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે કપડા આજે પણ અમદાવાદથી જાય છે. બિપિન અને જીતેન્દ્ર ચૌહાણ ક્યારેક ટેલરની દુકાન ધરાવતા હતા. આજે તેમની જેડ-બ્લૂ નામની મોટી કંપની છે. મોદી 1989 થી તેમને ત્યાં જ કપડા સીવડાવે છે.
સ્વાસ્થ્યનું પણ રાખે છે ધ્યાન
વડાપ્રધાન મોદી પોતાના સ્વાસ્થ્યને લઇને પણ સતર્ક રહે છે. તે યોગ કરે છે. નિયમીત વ્યાયામ પણ કરે છે. એક રસપ્રદ વાત એ છે કે નરેન્દ્ર મોદી ક્યારેય ઠંડુ પાણી નથી પીતા.
આ પોસ્ટ વિષે તમારો અભિપ્રાય અમને કોમેન્ટ માં જરૂરું જણાવજો:
(A) ખૂબ સરસ (B) સરસ (C) ઠીકઠીક
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો. અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમને આ પોસ્ટ કેવી રીતે ગમે તે અમને કમેંટ બોકસ માં જરૂર જણાવો. અને અમને આશા છે કે તમને આ પોસ્ટ ગમી હશે. આ પોસ્ટ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.