એક સમયે કરતા હતા ભારત પર રાજ અત્યારે આવી હાલત છે નવાબો અને મુઘલોની

ભારત ઉપર વર્ષો સુધી એક યા બીજી પ્રજાએ રાજ કર્યું. ગુલામ વંશ, ખીલજી વંશ, લોદી વંશ અને છેલ્લે મુઘલ એરાએ વિદાય લીધી. જોકે મુઘલ સિવાય ભારતમાં વસેલા નિજામ અને નવાબે પણ આવજો કહેવાનો વખત આવ્યો. ત્યારે થાય કે અત્યારે મુઘલ કે નિજામના વંશજો શું કરતા હશે? લોકોમાં લોકપ્રિય એવા નવાબ મંસૂર અલી ખાન પટૌડી હતા જે પોઝીશન અત્યારે નવાબ સૈફ અલી ખાનની છે. આવી જ રીતે છેલ્લે રાજસ્થાનના બેકગ્રાઉન્ડમાં ફિલ્મ બાદશાહોની અંદર પણ રાજા મહારાજાના વંશજો વિશે દર્શાવવામાં આવ્યું હતું. પણ સૈફ અલી ખાન સિવાય કોણ એવો નવાબ અત્યારે હાજર છે જે અમીર હોય. કારણ કે મુઘલ કે નિઝામ સલ્તનતના આ નવાબો રાજાઓની હાલત અત્યંત દયનીય છે.

રિક્ષા ચલાવે છે ટીપુ સુલ્તાનના વંશજ

1799માં સૌથી વીર એવા હૈદરાબાદના ટીપુ સુલ્તાનની મોત થઇ ગઇ. મોત પહેલા ટીપુ સુલ્તાન પાસે લગભગ 90,000 સૈનિકો હતા. આ સિવાય ત્રણ કરોડ રૂપિયા હતા. પણ સમયે એવી કરવટ લીધી કે તેમના વંશજોને રીક્ષા ચલાવવાના વારા આવી ગયા. ટીપુના જ વંશજો સનવર અને તેમના ભાઇ દિલાવર શાહ કલકત્તાની ટીપૂ સુલ્તાન શાહી મસ્જિદની નજીક રહે છે. અત્યારે તેઓ રોજ રીક્ષા ચલાવી 300 રૂપિયા કમાઇ લે છે. ટીપૂ સુલ્તાનની કુલ 12 સંતાનોમાંથી અત્યારે 5 બચી છે. જેમાંથી મુનરૂદ્દીન અને ગુલામ મોહમ્મદ આ બે વિશે જ પાક્કી જાણકારી મળે છે, જેમના વંશજ સનવર અને દિલાવર શાહ છે.

હજુ પણ રિયાસત મેળવવાનો વિશ્વાસ

દિલ્હીના તખ્ત પર વર્ષો સુધી રાજ કરનારા બહાદુર શાહ ઝફરની 6ઠ્ઠી પેઢી સાથે સંબંધ રાખે છે ઝીયાઉદ્દીન કિરાએ. જે પેન્શન ઉપર જીવન જીવે છે. તેમનો પરિવાર હાલ સંઘર્ષ કરી રહ્યો છે. જોકે તેમને આજે પણ વિશ્વાસ છે કે ભારત સરકાર તેમને તેમના પુરખોની સંપત્તિ અને વંશજોની રિયાસત સોંપી દેશે. તે ભારત સરકાર દ્વારા બંધ કરનારી મુઘલોની 100 રૂપિયાની સ્કોલરશીપ પણ ફરી શરૂ થશે તેની રાહ જોઇ રહ્યા છે. તેમનું એવું કહેવું છે કે, સરકારે 8000 પ્રતિ રૂપિયા મહિને મુઘલ વંશજોને પેન્શન આપવું જોઇએ.

મુઘલ સલ્તનતની છેલ્લી વારીસ

બહાદુર શાહ ઝફરે 1857માં અંગ્રેજો સામે યુદ્ધ લડ્યા બાદ પરાજીત થઇ ગાદી છોડવાનો વારો આવ્યો. હાલના સમયે તેમના પ્રપોત્રની બેગમ સુલ્તાના કલકત્તામાં બે ઓરડામાં રહે છે. સુલ્તાના બેગમના પતિ મિર્ઝા બખ્તની 1980માં મોત થઇ. જેના કારણે હવે મુઘલ પરિવાર બે ઓરડાના રૂમમાં પોતાનો ગુજારો કરે છે. તેમને મહિનાનું 6000 રૂપિયા પેન્શન મળે છે. આટલી મોંઘવારીમાં તેમના પરિવારનો પૂરો ખર્ચ નથી થતો. પરિવારનો ખર્ચ પૂર્ણ કરવા માટે તેઓ ચાની દુકાન ચલાવે છે અને મહિલાઓ માટે કપડાં વેચે છે.

પરીખાનાની આવી હાલત

અવધના નવાબ વાઝીદ અલી શાહ પર પરીખાના નામની બુક લખાઇ છે. જેમાં તેમના જીવનના ઘણા પ્રસંગોને વર્ણવવામાં આવ્યા છે. તેમને પરિવારની જીવીત સ્ત્રીનું નામ શહજાદી શકીના મહલ અને તેમના પિતરાઇ ભાઇ હાલ દિલ્હીમાં રહે છે. એક સમયે તો આ પરિવાર પાસે છત નહોતી. પરંતુ સરકાર સાથે 9 વર્ષ લાંબી કાનૂની લડાઇ લડ્યા બાદ તેમના હિસ્સામાં એક ઇમારત આવી. જણાવી દઇએ કે આ ઇમારત તુઘલક વંશની છે. સાથે જ તેમને વર્ષે 500 રૂપિયા પ્રતિ મહિને પેન્શન પણ મળે છે. જેનાથી તેઓ ગુજારો કરે છે.

400 વારસદારોનો દાવો

હૈદરાબાદના છેલ્લા નિજામ ઉસ્માન અલી ખાન શાહી પરિવારના હતા. આ શાહી પરિવાર પાસે 100 કરોડ રૂપિયા હતા. તેમની પાસે રૂપિયા સિવાય કરોડો સોના ચાંદીના સિક્કા હતા. 185 કેરેટના હિરા પણ તેમાં સામિલ હતા. જેની કિંમત કરોડો રૂપિયામાં હતી. ઉસ્માન અલીના હરમમાં 86 પત્નીઓ હતી. જેનાથી તેમને 100 બાળકો થયા હતા. 1990માં 400 વારસદારોએ સંપત્તિ માટે ક્લેમ કર્યો જેના થકી તેઓ પોતાનું સંપૂર્ણ ખોઇ બેઠા.

નિજામ ઉસ્માન અલી ખાં

હૈદરાબાદના આ છેલ્લા નિજામ ઉસ્માન અલી ખાંના પૌત્ર મુકર્રમ જહાં હાલ તુર્કીના ઇસ્તાંબુલ શહેરમાં એક નાનકડા ફ્લેટમાં રહે છે. વર્તમાન સ્થિતિ એવી છે કે મુકર્રમ અને તેમના ભાઇ સંપત્તિ માટે સંઘર્ષ કરે છે. આઝાદી બાદ સરદાર વલ્લભભાઇ પટેલના પ્રયત્નોથી હૈદરાબાદનું ભારતમાં વિલીનીકરણ થયું હતું. જેનાથી છેલ્લા નિજામ અને તેમની રિયાસતનું પણ વિલીનીકરણ થયું. હૈદરાબાદના આ છેલ્લા નિજામને એ સમયે સૌથી અમીર ભારતીય ગણવામાં આવતો હતો જેની પાસે 200 કરોડની સંપત્તિ હતી.

સૌથી અમીર રાજા બન્યા ગરીબ

ઓડિશા રાજ્યથી લગભગ 60 કિલોમીટર દૂર ટિગરિયા રિયાસતના છેલ્લા રાજા બ્રજરાજ મહાપાત્રા ટિગરિયા રિયાસતના સૌથી અમીર રાજા હતા. તેમની પાસે એક જમાનામાં 25 લગ્ઝુરીયસ કાર હતી. 30થી વધુ નોકરો તેમના મહેલમાં કામ કરતા હતા. રાજા બ્રજરાજ શિકાર માટે મશહૂર હતા. ઇતિહાસની માનવામાં આવે તો તેમણે 13 વાઘ અને 28 દિપડાઓના શિકાર કર્યા હતા. પણ આઝાદી બાદ તેમના પરિવારના તમામ અધિકારો લઇ લેવામાં આવ્યા.

તેમને માત્ર 130 પાઉન્ડનું પેન્શન આપવામાં આવ્યું. જેના કારણે આ રાજ પરિવારને 600 પાઉન્ડમાં પોતાનો મહેલ ચલાવવા માટે મજબૂર બનવું પડ્યું. જે પછી ઇન્દિરા સરકારે તેમનું પેન્શન બંધ કરી દીધું. પરિવારના વારિસ બ્રજરાજ ક્ષત્રિય બીરબર છામુપતિ સિંહને ગામડાના લોકોની દયાથી ઝુપડીમાં બાકીનું જીવન પસાર કરવું પડ્યું. 30 નવેમ્બર 2015માં આ રાજાની 95 વર્ષની ઉંમરે મોત થઇ ગઇ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here