પાકિસ્તાન માનવા તૈયાર નથી, અને પાકિસ્તાનની સેનાએ હુમલાની ઇમેજો બહાર પાડી, જાણો અને જુઓ ઇમેજો પાકિસ્તાનમાં તબાહી ની

PoK માં ભારતની એરસ્ટ્રાઈક, માત્ર 19 મિનિટમાં લશ્કર-જૈશ તથા હિઝબુલના કેમ્પનો કર્યો નાશ.

PoK માં ઘુસીને ઈન્ડિયન એરફોર્સે લીધો પુલવામા હુમલાનો બદલો, જાણો ક્યારે શું બન્યું?

ભારતીય એરસ્ટ્રાઈકનો દાવો ખુદ પાકિસ્તાને કર્યો છે. પાકિસ્તાની આર્મી પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે ટ્વિટ કરીને ભારતીય વાયુસેના પર LoC નું ઉલ્લંઘન કરવાનો આરોપ મૂક્યો છે. માત્ર 19 મિનિટમાં ભારતીય એરફોર્મે લશ્કર, જૈશ તથા હિઝબુલના કેમ્પ નાશ કર્યાં હતાં.

પુલવામા આતંકી હુમલાનો બદલો ભારતીય વાયુસેનાએ લીધો છે. પાકિસ્તાને દાવો કર્યો છે કે ભારતીય વાયુસેનાએ LoC માં ઘુસીને બોમ્બ વર્ષા કરી છે. જોકે, પાકિસ્તાની સેનાના આ દાવાનો ભારતીય વાયુસેનાએ કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી. સૂત્રોના મતે, ભારતીય વાયુસેનાએ 12 મિરાજ વિમાનો PoK ના બાલાકોટમાં ઘુસીને 1000 કિલો વિસ્ફોટકથી બોમ્બ વર્ષા કરી છે. ભારતની કાર્યવાહીને કારણે જૈશના અનેક ઠેકાણા તબાહ થઈ ગયા છે.

ભારત તરફથી કરેલા એરસ્ટ્રાઈકની તમામ વાતો

પાકિસ્તાની આર્મી પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે ટ્વિટ કરીને ભારતીય વાયુસેના પર LoC નું ઉલ્લંઘન કરવાનો આરોપ મૂક્યો છે.

થોડા સમય બાદ જ પાકિસ્તાની આર્મીના પ્રવક્તાએ ફરી એક ટ્વિટ કરી અને દાવો કર્યો કે ભારતીય વાયુસેનાએ મુઝફ્ફરાબાદ સેક્ટરના બાલાકોટમાં એરસ્ટ્રાઈક કરી હતી. ભારતીય એરક્રાફ્ટે બોમ્બ વર્ષા કરી હતી. પાકિસ્તાની સેનાએ તરત જ જવાબ આપ્યો અને ભારતીય એરક્રાફ્ટ પરત જતા રહ્યાં હતાં.

ભારતીય વાયુસેનાના સૂત્રોના મતે, 26 ફેબ્રુઆરીના રોજ સવારે 3.30 વાગે મિરાજ 2000 ના 12 ફાઈટર જેટ પાકિસ્તાનમાં ગયા અને આતંકી કેમ્પને નેસ્તનાબૂદ કર્યાં હતાં.

પાકિસ્તાની આર્મીના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે ફરી ટ્વિટ કરી હતી. સાથે જ ફોટો શૅર કરીને લખ્યું, ભારતીય એરક્રાફ્ટે ઉતાવળામાં ભાગતી વખતે ખુલ્લી જગ્યામાં બોમ્બ પાડ્યા પરંતુ કોઈ નકુસાન થયું નથી.

ભારતીય વાયુસેનાના સૂત્રોનામતે, એરસ્ટ્રાઈક બાલાકોટ, ચકોટી, મુઝફ્ફરાબાદમાં થઈ હતી. આતંકી જૈશના અલ્ફઆ 3 કંટ્રોલ રૂમને તબાહ કર્યો હતો.

સૂત્રોના મતે, ભારતીય ગુપ્તચર એજન્સીને પાકિસ્તાનને 13 લોન્ચ પેડની માહિતી હતી. જેમાં બાલાકોટ વિસ્તારના લોન્ચ પેડને ભારતીય સેનાએ નષ્ટ કર્યું છે.

ઇન્ડિયન એર ફોર્સની કમાલ માત્ર 40 મિનિટમાં પાર પાડ્યું સફળ ઓપરેશન

જમ્મુ-કશ્મીરના પુલવામામાં થયેલા આંતકી હુમલા પછી ભારતીય વાયુસેના દ્વારા પાકિસ્તાન વિરુદ્ધ કરવામાં આવેલી મોટી કાર્યવાહીમાં 200 થી 300 આતંકીઓને ઢાળી દીધા છે. સૂત્રો અનુસાર, NSA ના અજીત ડોભાલે આ એર સ્ટ્રાઇક અંગે પીએમ નરેન્દ્ર મોદીને જાણકારી આપી છે. આ હુમલા પછી ભારતીય વાયુસેના હાઇ એલર્ટ પર છે. બોર્ડર નજીર રહેતા સ્થાનિક લોકોએ જણાવ્યું કે, સોમવાર રાતથી જ બોર્ડર પર ફાઇટર પ્લેન્સનો અવાજ આવી રહ્યો હતો.

1000 કિલોના 10 બોમ્બ.

વાયુસેનાના મિરાજ 2000 એ મુઝફ્ફરાબાદ, બાલાકોટ, ચકોટી, ગઢી હબીબુલ્લાહના આંતકી ઠેકાણાઓ સિવાય ખૈબર પખ્તૂનખ્વામાં આવેલા ઠેકાણા પર એર સ્ટ્રાઇક કરી. વાયુસેનાના એટેકમાં લેઝર ગાઇડેડ બોમ્બનો યૂઝ કર્યો અને મિરાજ 2000 એ 1000 કિલોના 10 બોમ્બ ફેંક્યા.

40 મિનિટમાં 200 થી 300 આતંકીઓ સાફ

એર સ્ટ્રાઇકમાં જૈશનો આલ્ફા-3 કંટ્રોલ રૂમ સંપૂર્ણ રીતે નષ્ટ થઇ ગયો છે અને 200 થી 300 આતંકીઓનો સફાયો થયાના અહેવાલ છે. મોટી વાત એ છે કે, વાયુસેનાએ આ ઓપરેશનને માત્ર 40 મિનિટમાં જ સફળતાપૂર્વક પાર પાડ્યું અને તમામ ફાઇટર જેટ પાછા ફર્યા.

1971 પછી પહેલીવાર વાયુસેનાએ પાર કરી બોર્ડર

સૂત્રો અનુસાર, 1971 ભારત-પાક. યુદ્ધ પછી પહેલીવાર ભારતીય વાયુસેનાએ બોર્ડર પાર જઇને હુમલો કર્યો છે. મુઝફ્ફરાબાદના રસ્તે ભારતીય ફાઇટર વિમાનોએ જૈશએ આલ્ફા 3 કંટ્રોલ રૂમને સંપૂર્ણ રીતે નેસ્તનાબૂદ કરી દીધો. સૂત્રો અનુસાર, આ હુમલા માટે વાયુસેના એ ફાઇટર પ્લેનમાં હવામાં જ ફ્યુઅલ ભરવાની પણ વ્યવસ્થા કરી હતી. ઉલ્લેખનીય છે કે, પુલવામા આતંકી હુમલા પછી આતંકી સંગઠન જૈશે આ હુમલાની જવાબદારી લીધી હતી. જેનો જવાબ આપવા પીએમ નરેન્દ્ર મોદીએ ભારતીય સૈન્યને કાર્યવાહી કરવા માટે છૂટો હાથ આપ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here