રેડક્રોસઃ વિંગ કમાન્ડર અભિનંદનને પાકિસ્તાન સીધી રીતે નહીં પરંતુ આ રીતે પરત મોકલશે

વિંગ કમાન્ડર અભિનંદન પાકિસ્તાનથી સકુશળ પરત આવે તે માટે ભારતના દેશના તમામ લોકો પ્રાર્થના કરી રહ્યા છે. દિલ્હી યૂનિવર્સિટીમાં પૉલિટિકલ સાઇન્સના એસોસિયેશનના પ્રોફેસરે જણાવ્યુ કે, જિનેવા સમજૂતી હેઠળ દુશ્મન દેશ ન તો અભિનંદન હેરાન કરી શકે છે ન તો ડરાવી કે ધમકાવીને અપમાનિત કરી શકે છે. આ માટે વિંગ કમાન્ડર અભિનંદનને પરત મોકલવામાં આવશે. જો કે પાકિસ્તાન તેમને સીધી રીતે પરત નહીં મોકલે. તેને રેડક્રોસને સોંપશે.

રેડક્રોસના પ્રતિનિધિઓ તેને ભારતમાં લાવશે, જેનો મતલબ એમ છે કે આ મામલામાં થર્ડ પાર્ટીને શામેલ કરવામાં આવશે.

રેડક્રોસ એક સ્વતંત્ર સંસ્થા છે, જે કોઇપણ દેશની સરકારના દબાણમાં કામ નથી કરતા જેનો મુખ્ય હેતુ માનવતાની સેવાનો છે. દુનિયમાં ક્યાંય પણ યુદ્ઘ ચાલી રહ્યુ હોત ત્યાં રેડક્રોસ ઘાયલ સૈનિકોની નિસ્વાર્થ ભાવે સેવા કરે છે, આ સંસ્થાની સ્થાપના હેનરી ડયૂનેન્ટને 9 ફેબ્રુઆરી 1863 માં સ્વિટ્ઝરલેન્ડના જિનેવા શહેરમાં થઇ હતી.

તે સમયે 5 લોકોની કમિટી હતી. એ જ વર્ષે જિનેવામાં જ એક આંતરરાષ્ટ્રીય સંમેલન થયુ જેમાં 18 દેશોએ ભાગ લીધો ત્યારે જ રેડક્રોસ સોસયટીને કાયદાકીય રૂપ મળ્યુ, હેનરી ડ્યૂનેન્ટને 1901 માં શાંતિનો પહેલો નોબલ પુરસ્કાર મળ્યો.

ઉલ્લેખનીય છે કે કારગિલ યુદ્ઘ થયુ ત્યારે ભારતીય વાયુસેનાના ફાઇટર પાયલટ નચિકેતા પાકિસ્તાનના કબ્જામાં ચાલ્યા ગયા, ત્યારે તેમની આઝાદી માટે ભારત સરાકરે પ્રયત્ન કર્યો. ત્યારે પાકિસ્તાને તેણે રેડ ક્રોસના હવાલે કરી દીધા, જે તેમણે ભારત પરત લઇને આવ્યા.

દિલ્હી યૂનિવર્સિટીમાં પૉલિટિકલ સાઇન્સના એસોસિયેશનના પ્રોફેસરે આગળ જણાવ્યુ કે, જો બીજા દેશમાં પકડાય જાય તો જિનેવાની સમજૂતી લાગૂ થાય છે. જો પાકિસ્તાન આ સમજૂતીનું પાલન ના કરે તો તેના ઇન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસમાં લઇ જવામાં આવે છે.

PM મોદીએ કર્યો કટાક્ષ, કહ્યુ, – આ તો માત્ર પાયલટ પ્રોજેક્ટ છે હજુ રિયલ તો બાકી છે.

પાકિસ્તાને ભારતીય પાયલટને મુક્ત કરવાનો નિર્ણય લીધો છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાકિસ્તાન પર કટાક્ષ કર્યો અને કહ્યું કે હમણા જ એક પાયલટ પ્રોજેક્ટ થઈ ગયો છે. આ ઉપરાંત પીએમ મોદીએ પાકિસ્તાન વિરૂદ્ધની કાર્યવાહી મુદ્દે કહ્યું કે, આ માત્ર પ્રેક્ટીસ હતી રિયલ તો હજુ બાકી છે. પીએમ મોદીએ વિજ્ઞાન ભવનમાં કાર્યક્રમમાં વૈજ્ઞાનિકોને સંબોધતા પાકિસ્તાન પર કટાક્ષ કર્યો હતો અને આગળ રીયલ કાર્યવાહીની આડકતરી ચિમકી આપી હતી.

આવતીકાલે ભારતીય પાયલટને છોડાશે

પાકિસ્તાન આવતીકાલે પાયલટને છોડશે. પાકિસ્તાનની સંસદમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાને કહ્યું છે કે, શાંતિના પ્રતીક રૂપે વિંગ કમાન્ડરને છોડવામાં આવશે. સાથે જ ઈમરાનખાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે પણ વાતચીત કરશે. મહત્વનું છે કે, બુધવારે ભારતીય એરફોર્સના પાયલટની પાકિસ્તાને ધરપકડ કરી હતી.

ઉલ્લેખનીય છે કે ગઈ કાલે પાકિસ્તાનનાં યુદ્ધ વિમાનોને ખદેડવાની કાર્યવાહી દરમ્યાન ભારતીય પાયલટ LOC પરથી પાકિસ્તાનનાં કબ્જામાં આવ્યો હતો. જેનાં સંદર્ભે આજે પાકિસ્તાન વિદેશ મંત્રાલયે પોતાનું નિવેદન આપ્યું હતું. પાકિસ્તાને કહ્યું હતું કે, ભારતીય વાયુ સેનાનો પાયલટ સ્વસ્થ અને સુરક્ષિત છે અને અમે તેને પરત કરીશું. પાક. વિદેશમંત્રીએ કહ્યું કે અમે શરતી સમાધાન કરવા અમે તૈયાર છીએ.

ગઈ કાલે પાકિસ્તાને ભારતમાં મોકલેલા યુદ્ધ વિમાનોને ખદેડવા માટે ભારતની જવાબી કાર્યવાહીમાં એક મિગ-વિમાન ક્રેશ થયું હતું તેમ જ એક ભારતીય પાયલટ ગુમ થયો હતો. ત્યાર બાદ વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે આ ભારતીય પાયલટ પાકિસ્તાનના કબજામાં છે. આ મુદ્દે ભારતે પાકિસ્તાનને ગઈ કાલે ચેતવણી આપી હતી કે અમારા ભારતીય પાયલટને કોઈ આંચ ન આવે અને તેને સુરક્ષિત પરત કરવામાં આવે. પાકિસ્તાને કહ્યું હતું કે, ઇમરાન ખાન પ્રધાનમંત્રી મોદી સાથે વાતચીત કરવા તૈયાર છે અને ભારતીય પાયલટને પરત મોકલવામાં આવશે.

કોઈ શરત નહીં ચાલે

જો કે ભારતીય પાયલટને લઈને પાકિસ્તાનનાં નિવેદન પર ભારતીય વિદેશ મંત્રાલયે પ્રતિક્રિયા આપતા વધુ એક વખત ચેતવણી આપી હતી. ભારતે કહ્યું હતું કે ભારતીય પાયલટને પરત મોકલવા મુદ્દે કોઈ પણ શરત મૂકવામાં આવશે તો નહીં ચલાવી લેવાય. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભારતે પાકિસ્તાનને ચેતવણી આપી છે.

પાયલટને લઈને કોઈ પણ પ્રકારની સોદેબાજી ભારત દ્વારા કરવામાં આવશે નહી.

મળતી માહિતી મુજબ કંધહાર જેવી સ્થિતિનું નિર્માણ કરીને પાકિસ્તાન ભારત પર દબાણ કરી રહ્યું છે. ભારત કોઈ પણ સંજોગોમાં પાયલટના બદલામાં સોદેબાજી કરવા માટે તૈયાર નથી. પરંતુ ભારત કોઈ પણ શરતને તાબે નહીં થાય તે સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે. કહેવાય છે કે ભારતે સ્પષ્ટ રીતે જણાવી દીધું છે કે ભારતીય પાયલટને કોઈ પણ શરતો વગર તુરંત જ પરત મોકલી દેવામાં આવે. જો કોઈ પણ પ્રકારની વાટાઘાટોની આશા રાખવામાં આવતી હોય તો તે પાકિસ્તાનની ભૂલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here