બીજી સર્જિકલ સ્ટ્રાઈક: ભારતે PoK માં ઘુસીને આતંકી કેમ્પ પર 1,000 બોમ્બથી હુમલો કર્યો

પુલવામા હુમલા પછી ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન વિરુદ્ધ એક મોટી કાર્યવાહી કરી છે. પાકિસ્તાની સૂત્રોએ દાવો કર્યો છે મંગળવારે વહેલી સવારે એલઓસી પર જૈશના ઠેકાણા પર 1,000 કિલો બોમ્બ ફેંકવામાં આવ્યા છે. જોકે ભારત તરફથી હજી આ વિશે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.

માનવામાં આવે છે કે, આ હુમલાથી ઘણાં આતંકીઓના ઠેકાણા અને લોન્ચ પેડ બરબાદ કરી દેવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણેવાયુસેનાએ મંગળવારે સવારે 3.30 વાગે આ સ્ટ્રાઈક કરી છે. આ ઓપરેશનમાં 12 મિરાજ લડાકૂ વિમાનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ ઓપરેશનમાં પીઓકેમાં બાલાકોટ, ચકૌતી અને મુઝફ્ફરાબાદમાં આવેલા આતંકીઓના લોન્ચ પેડ બરબાદ કરી દેવામાં આવ્યા છે. અહીં ત્રણેય જગ્યાઓ પર જૈશ-એ-મોહમ્મદના અલ્ફા-3 ઠેકાણા હતા જે તોડી પાડવામાં આવ્યા છે. ભારતીય આર્મી અને વાયુસેના આ વિશે ટૂંક સમયમાં પ્રેસ કોન્ફરન્સ કરે તેવી પણ શક્યતા છે.

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલાએ ટ્વિટ કરીને કહ્યું છે કે, જો આ સાચી વાત હશે તો આ બહુ મોટી કાર્યવાહી ગણવામાં આવશે. પરંતુ આપણે આ વિશે ભારત સરકાર તરફથી કોઈ ઓફિશિયલી નિવેદન આવે તેની રાહ જોવી પડશે. હવે એ જોવાનું બાકી છે કે, પાકિસ્તાન આ કાર્યવાહીનો કેવી રીતે જવાબ આપે છે.

કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીએ મંગળવારે સવારે ટ્વિટ કરીને કહ્યું છે કે, આ સ્ટ્રાઈકનો હજી સુધી કોઈ ઓફિશિયલ ખુલાસો કરવામાં તો આવ્યો નથી પરંતુ જે પ્રમાણે પાકિસ્તાન ગભરાયેલું છે તે જોઈને લાગે છે કે આ સાચી વાત છે.

ભારતીય વાયુસેનાએ PoK માં આતંકી કેમ્પ પર કર્યો હવાઇ હુમલો.

પુલવામા થયેલા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો વણસ્યા છે. ભારતમાં સતત આ હુમલાનો મુંહતોડ જવાબ આપવા માગ ઉઠી રહી હતી. આ વચ્ચે આજે સવારે ભારતીય વાયુસેનાએ સરહદ પાર આતંકી કેમ્પ પર હુમલો કરી ધ્વસ્ત કર્યાંના અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યાં છે.

સૂત્રોને મળતી જાણકારી મુજબ વાયુસેનાના વિમાનો દ્વારા આતંકી કેમ્પ પર એક હજાર કિલોગ્રામના બોમ્બ ફેંકવામાં આવ્યાં છે. વાયુસેના દ્વારા કરાયેલા આ હવાઇ હુમલામાં જૈશ-એ-મહોમ્મદના અને આતંકી કેમ્પ નષ્ટ કરવામાં આવ્યાં છે.

આમ સેના દ્વારા પુલવામાં થયેલા આતંકી હુમલા બાદ મોટી કાર્યવાહી કરવામાં આવી હોવાના અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યાં છે. ભારતીય વાયુસેનાએ પીઓકેમાં ઘૂસીને આતંકી ઠીકાણાઓ પર હુમલો કર્યો છે.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાની સેનાના ડીજી આસિફ ગફૂરે પણ ભારત પર આરોપ લગાવ્યો હતો કે ભારતીય વાયુસેનાના વિમા સરહદ પાર કરી પાક અધિકૃત કાશ્મીરમાં ઘૂસ્યા હતા.

પાકિસ્તાન વિરુદ્ધ ભારતનું મોટું એક્શનઃ અંકુશ રેખા પર ત્રાસવાદી અડ્ડાઓ પર 1000 કિલોના બોમ્બ ઝીંક્યા.

નવી દિલ્હી: જમ્મુ અને કશ્મીરના પુલવામા જિલ્લામાં સીઆરપીએફના 40 જવાનોનો ભોગ લેનાર પાકિસ્તાન સ્થિત ત્રાસવાદીઓની સંડોવણીને પગલે ભારતે આજે પાકિસ્તાન વિરુદ્ધ મોટું લશ્કરી પગલું ભર્યું છે. ગઈ વહેલી સવારે લગભગ 3.30 વાગ્યે ભારતીય હવાઈ દળના 12 મિરાજ-2000 વિમાનોએ અંકુશ રેખા પરના ત્રાસવાદી અડ્ડાઓ પર બોમ્બ ઝીંક્યા હતા અને અડ્ડાઓનો સંપૂર્ણપણે નાશ કરી દીધો છે.

આ જાણકારી હવાઈ દળના સૂત્રો તરફથી મળી છે.

હવાઈ દળના 12 મિરાજ-2000 જેટ વિમાનોએ ત્રાસવાદી કેમ્પ્સ પર હલ્લો કર્યો છે અને અડ્ડાઓનો નાશ કરી દીધો છે. આમ, ભારતે પુલવામા હુમલાનો જોરદાર રીતે બદલો લીધો છે.

પાકિસ્તાન લશ્કરે પણ આ હુમલાને સમર્થન આપ્યું છે. એણે દાવો કર્યો છે કે ભારતીય હવાઈ દળના વિમાનોએ અંકુશ રેખા પાર કરી હતી અને પાકિસ્તાની સીમાની અંદર બાલાકોટ નજીક બોમ્બ ફેંક્યો હતો.

ભારતીય હવાઈ દળના વિમાનોએ બાલાકોટ, મુઝફ્ફરાબાદ, ચાકોટી વિસ્તારોમાં આવેલા ત્રાસવાદીઓના અડ્ડાઓ પર બોમ્બનો વરસાદ વરસાવીને અડ્ડાઓને ખલાસ કરી નાખ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here