ગઈ 14 ફેબ્રુઆરી એ સાંજે 3 વાગ્યા પછી પુલાવામાં આંતકવાદી હુમલો થયો હતો, જેમાં દેશએ વીર 40 થી વધુ જવાનો ગુમાવ્યા હતા, આ હુમલાના લીધે આખો દેશ ગુસ્સા માં હતો, પણ 3 લોકો ખુબજ શાંત રહી ને પ્લાનનિંગ કરતા હતા એ 3 એટલે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, એરફોર્સ ના વડા, અને આર્મીના વડા.
આ 3 લોકો એ શાંતિ રાખીને પાકિસ્તાનની તમામ એ માહિતી મેળવી જેના વગર હવાઈ હુમલો કરવો શક્ય નહોતો
હવે વાત કરીએ સર્જીકલ સ્ટ્રાયક વિશે..
પુલવામા આતંકી હુમલાના 12 દિવસ બાદ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં જઈને આતંકી કેમ્પનો સફાયો કર્યો છે. ભારતીય વાયુસેનાએ બાલાકોટ, મુઝફ્ફરાબાદ તથા ચિકોટીમાં આતંકી આકાઓના ઠેકાણાઓ નષ્ટ કર્યાં હતાં. સર્જિકલ સ્ટ્રાઈક 2 માં 12 મિરાજ 2000 ફાઈટર્સ પ્લેનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 2016 માં ઉરી એટકે બાદ કરવામાં આવેલી સર્જકિલ સ્ટ્રાઈક કરતાં આ વખતની સર્જિકલ સ્ટ્રાઈક ઘણી જ મહત્વની અને મોટી છે.
આ ઉપરાંત જ્યારે રાજસ્થાન ના પોખરણમાં યુદ્ધ અભ્યાસ વાયુસેનાએ ચાલુ કર્યો ત્યારે દેશને એક અંદાજ આવી ગયો હતો કે વાયુસેના હવે કોઈ કાળે આ વાત પડતી નહીં મૂકે..અને બદલો અચૂક લેશે.
યુદ્ધ અભ્યાસ માટે લાખો રૂપિયા ખર્ચાય છે. અને કોઈપણ સેનાએ યુદ્ધ કરતા પેહલા પોતાના સૈનિકો તૈયાર કરવા યુદ્ધ અભ્યાસ કરવો જરૂરી છે. 1971 ના યુદ્ધ વખતે પણ 12 દિવસ યુદ્ધ અભ્યાસ કર્યો હતો ત્યારબાદ આપણે યુદ્ધ કર્યું હતું. જેથી તમે વિચારી શકો કે કેમ યુદ્ધ અભ્યાસ જરૂરી છે.
આ છે ત્રણ કારણો
1. ઉરી એટેકના 11 દિવસ બાદ પહેલી સર્જિકલ સ્ટ્રાઈક 29 સપ્ટેમ્બર, 2016 માં થઈ હતી. ઉરી હુમલામાં 19 જવાનો શહીદ થયા હતાં. પ્રથમ સર્જિકલ સ્ટ્રાઈક એલઓસી નજીક કુપવારા તથા પૂંછ સેક્ટરમાં સ્પેશ્યિલ ફોર્સે કરી હતી.
બીજી સર્જિકલ સ્ટ્રાઈક (26 ફેબ્રુઆરી, 2019, મંગળવાર) પાકિસ્તાનમાં અંદર સુધી જઈને કરવામાં આવી હતી. પીઓકેના મુઝ્ફ્ફરાબાદ તથા ચિકોટીમાં હુમલો કરવામાં આવ્યો હતો. 1971 બાદ પહેલી જ વાર ઈન્ડિયન ફાઈટર એરક્રાફ્ટે પાકિસ્તાની એરસ્પેસમાં ગયા છે. 1999 કારગીલ યુદ્ધમાં પણ એરક્રાફ્ટ એલઓસીને ક્રોસ કરી નહોતી. બીજી સર્જિકલ સ્ટ્રાઈક ઘણી જ મહત્વની એ રીતે છે કે જ્યારે તમે કોઈના દેશમાં ઘુસીને એરસ્ટ્રાઈક કરો તો તેનો અર્થ તમે યુદ્ધ કર્યું છે, તેવો થઈ જાય છે.
2. બીજી સર્જિકલ સ્ટ્રાઈક પહેલી સર્જિકલ સ્ટ્રાઈક કરતાં પણ ઘણી જ મોટી છે, કારણ કે જૈશના કેમ્પ પર ઘાતક હથિયારનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પહેલી સર્જકિલ સ્ટ્રાઈકમાં માત્ર ગન ફાયર તથા તોપનો જ ઉપયોગ કરવામાં આવ્યો હતો. બીજી સર્જકિલ સ્ટ્રાઈકમાં 1000 કિલો વિસ્ફોટકનો ઉપયોગ થયો છે. સૂત્રોના મતે, અંદાજે 200 આતંકીઓનો સફાયો ભારતે કર્યો છે. પ્રથમ સર્જિકલ સ્ટ્રાઈકમાં માત્ર 50 આતંકીઓ જ માર્યા ગયા હતાં.
3. પાકિસ્તાની જમીન પર સર્જિકલ સ્ટ્રાઈક કરીને ભારતે પાકિસ્તાની ડિફેન્સ ફોર્સને હલબલાવી નાખી છે. પાકિસ્તાની એર સ્ટાફના ચીફ મુઝાહિદ અનવર ખાને બે દિવસ પહેલાં જ કહ્યું હતું કે પાકિસ્તાન એરફોર્સ કોઈ પણ દુશ્મન દેશના હુમલાને નિષ્ફળ બનાવવા માટે સજ્જ છે. પાકિસ્તાની એરફોર્સ સાથે યુદ્ધ કરવાને બદલે સર્જિકલ સ્ટ્રાઈક કરીને ભારતે આતંકી કેમ્પનો સફાયો કર્યો છે. ભારતે પાકિસ્તાનમાં 12 ફાઈટર જેટ લઈ જઈને સફળતાપૂર્વક આતંકીઓનો નાશ કર્યો છે. આ વાતથી ભારતીયો ઘણાં જ ખુશ થયા છે.