પ્લેનમાં બેસશો ત્યારે એર હોસ્ટેસ પણ નહીં કહે આ વાતો.
એરહોસ્ટેસની લાઇફ સાથે જોડાયેલા હોય છે આ મીથ અને સીક્રેટ ફ્લાઇટ એટન્ડન્ટ્સ એટલે કે તમે જ્યારે પ્લેનમાં જાવ ત્યારે તમને વેલકમ કરવાથી લઈને માર્ગદર્શન આપવા અને નાસ્તો-ભોજન સર્વ કરવાનું કામ કરતી એરહોસ્ટેસની લાઇફ ખરેખર લાગે તેટલી મજાની નથી હોતી. અહીંથી તહીં ફરવામાં જુદા જુદા ટાઇમઝોનના કારણે તેઓ આજે ક્યો દિવસ છે તે જ ભૂલી જાય છે અને ક્યારે ક્યારેક તો પોતાનો બર્થડે પણ ભૂલી જાય છે.
ઘણું બધું છોડવું પડે છે ડ્યુટી માટે. વાર-તહેવાર કે ન્યુ યર ઇવ પણ તેઓ જમીનથી હજારો ફૂટ ઉપર આકાશમાં ડ્યુટી બજાવતા જ પસાર કરે છે. જોકે અનેક લોકોને આકર્ષક લાગતી તેમની લાઇફના કેટલાક મીથ અને સિક્રેટ કોઈ જ નહીં જાણતું હોય.
મીથ 1- એરહોસ્ટેસ એટલે ટૂંકા સ્કર્ટવાળી સુંદર છોકરી
ઓહ…એક મિનિટ થોભો, આ માન્યતાનો પરપોટો ક્યારનો ફૂટી ગયો છે. આજે તેમનું મેલ વર્ઝન એટલે કે ફ્લાઇટ અટેન્ડન્ટ તરીકે પુરૂષો પણ જોવા મળે છે. તેમને ફ્લાઇટ સ્ટુવર્ડ્સ અથવા પર્સર્સ પણ કહેવાય છે.
મીથ-2 ફ્લાઇટ અટેન્ડન્ટને ફક્ત સ્માઇલ કરવાના પૈસા મળે છે
ના એવું જરા પણ નથી. હા તેઓ તમારી સામે હસી હસીને આવકારે છે, તમને ડ્રિંક્સ અને સ્નેક્સ પિરસે છે પરંતુ તેમનું સાચુ કામ તો મુશ્કેલીના સમયમાં તમારો બચાવ કરવાનું છે. બધા જ યાત્રીકોની લાઇફ સેવિંગ જવાબદારી તેમના પર હોય છે.
મીથ-3 ઉંમર ખૂબ મહત્વપૂર્ણ પાસુ છે
હવે એરહોસ્ટેસ માટે ઉંમર કોઈ બાધા નથી રહી. પહેલા એવું હતું કે તેઓ 35 ના થાય અને પોતાનો બાર્બી લૂક ગુમાવી બેસે તો તેમને જોબમાંથી રજા આપી દેવામાં આવતી હતી પરંતુ હવે એવું નથી. આજે તેઓ દરેક સામાન્ય ઓફિસ જોબની નિવૃત્તી વયે જ રિટાયર્ડ થાય છે. બાકી સુંદર દેખાવાનું કામ તો બ્યુટિશિયનની મેકઅપ કીટ કરી જ આપે છે.
મીથ-4 ફ્લાઇટ અટેન્ડન્ટ્સ માઇલ-હાઈ ક્લબના એક્સપર્ટ હોય છે
અમે અહીં કામ કરવા આવીએ છીએ મોજમસ્તી કરવા નહીં. તેમજ જો કોઈ વ્યક્તિ આવું કંઈ પણ કામ કરવા માગતો હોય તો અમે તેને રોકવા માટે તૈયાર હોઈએ છીએ.
મીથ-5 એરહોસ્ટેસ કુદરતી રીતે જ પરફેક્ટ ફિગર ધરાવે છે
ના, એવું નથી અમને પણ થાયરોઈડ, હોર્મોન્સ અને PCOD જેવા ઇશ્યુઝ હોય છે. પરંતુ જો કોઈપણ એક વર્ષની એરહોસ્ટેસની ટ્રેનિંગ પૂર્ણ કરે છે તે આ કામ માટે યોગ્ય ગણાય છે. આજે કેટલીય એરલાઇન્સ પરફેક્ટ ફિગરની શરતથી આગળ વધી ગઈ છે. તમને જુદી જુદી શેપની અનેક એર હોસ્ટેસ જોવા મળશે. હા જોકે હજુ પણ કેટલીક એરલાઇન્સ છે જેઓ પરફેક્ટ ફિગરની આગ્રહી છે.
મીથની જેમ તેમની લાઇફ સાથે આ સીક્રેટ પણ હોય છે જોડાયેલા
આ તો થઈ મીથ અને માન્યતાઓ વિશેની વાત હવે મોસ્ટ એક્સાઇટિંગ એટલે કે એર હોસ્ટેસની લાઇફ સાથે જોડાયેલા સિક્રેટ્સની વાતો.
સીક્રેટ-1 હાઈ હીલ શુઝ પહેરવા જરૂરી નથી
એરહોસ્ટેસ છુઓ એટલે હાઇહીલ પહેરવા એવું જરૂરી નથી. જો તમને તમારો પોતાનો સામાન મુકતા, તમારા રોજબરોજના કામમાં કોઈ મુશ્કેલી ન પડતી હોય તો હાઈહીલ સામે પણ કંઈ વાંધો નથી.
સીક્રેટ-2 જે અમારી પાસે નથી તે અમારી પાસે નથી જ
જ્યારે તમને કોઈ કેબિન ક્રુ કહે કે આ વસ્તુ તેમની પાસે નથી તેનો મતલબ તેમની પાસે નથી જ. તેમજ ભલે પેસેન્જર ગમે તેટલું મિસબિહેવ કરે તેમની સાથે તેઓ ક્યારે પણ ઓન ડ્યુટી ડ્રિંક્સ લેતા નથી.
સીક્રેટ-3 પેટ નામ તેમને ગમતા નથી
કેબિન ક્રુને કેટલાક લોકો ‘ટ્રોલી ડોલી’ અથવા દેશી ભાષામાં કહીએ તો ‘હવા કી પરી’ કહે છે પરંતુ તેમને આવા કોઈ નામ ગમતા નથી. ભેલ પછી આવું કોઈપણ નામ ગમે તેટલું ક્યુટ કેમ ન હોય. તમને પોતાને ફ્લાઇટ અટેન્ડન્ટ, કેબિન ક્રુ અથવા જેટ સેટર્સ કહેડાવવું વધુ ગમે છે.
સીક્રેટ-4 ટ્રેડ સીક્રેટ એન્ડ ફીઅર્સ
કેબિન ક્રુ જેમને ધારે તેમને ફ્રી ટિકિટ આપી શકતા નથી. કેબિન ક્રુને અને તેમના સાથી માટે ફ્રી ટિકિટની દરેક એરલાઇન્સની અલગ અલગ પોલિસી હોય છે. તેમજ તેમને અલગ અલગ પોલિસી હોય છે. તેમજ તેમને અલગ અલગ જાતની મેડિકલ ઈમર્જન્સી માટે પણ ટ્રેનિંગ આપવામાં આવી હોય છે તેમ છતા તેઓ ડોક્ટર્સ નથી. કેટલીક ઈમર્જન્સી વખતે તેઓ પણ સામાન્ય માણસની જેમ ગભરાય જાય છે.