માઉન્ટ આબુમાં ખાવા-પીવા માટે આ છે બેસ્ટ જગ્યાઓ, ચોક્કસ ટ્રાય કરજો

માઉન્ટ આબુમાં ખાવા-પીવા માટે આ છે બેસ્ટ જગ્યાઓ, ચોક્કસ ટ્રાય કરજો.

માઉન્ટ આબુઃ

ગુજરાતીઓનું હવા ખાવાનું પ્રિય સ્થળ એટલ માઉન્ટ આબુ. થોડો સમય થાય એટલે ગુજરાતીઓને માઉન્ટ આબુ જવાનું મન થઈ જાય છે. માઉન્ટ આબુ અવારનવાર જવાનું થતુ હોય તો ત્યાં ખાવા પીવાની બેસ્ટ જગ્યાઓ પણ જાણી લો. અહીં એટલુ ટેસ્ટી ફૂડ મળે છે કે તમારા આબુના સ્ટેની મજા ડબલ થઈ જશે.

કાફે શિકિબોઃ

માઉન્ટ આબુમાં કૉફી પીવા માટેની આ બેસ્ટ જગ્યા છે. અહીં એસપ્રેસો, કેપુચીનો, આઈસ્ડ મોકા, ચાઈ લેટે, લેટે મશિટો જેવી અનેક વેરાયટીની ફ્રેશ કોફી મળે છે. બેઠા બેઠા વાત કરવાનો મૂડ હોય તો આખા આબુમાં આ બેસ્ટ જગ્યા છે. અહીં કૉફીની સાથે સાથે ખૂબ જ ટેસ્ટી સ્નેક્સ પણ મળે છે. અહીંની સેન્ડવિચ, મેયોનીઝ વેજિટેરિયન ગ્રીલ્ડ બર્ગર, ચોકલેટ મફિન્સ અને પેસ્ટ્રીઝ ખૂબ વખણાય છે. અહીં હંમેશા ટૂરિસ્ટ્સનો ધસારો રહેતો હોય છે. હિલ સ્ટેશન પર આ લોકપ્રિય ફૂડ જોઈન્ટ્સમાંનું એ છે.

મલબરી ટ્રીઃ

હોટેલ હિલટનમાં આવેલી મલબરી ટ્રી રેસ્ટોરામાં ટેસ્ટી ઈન્ડિયન, ચાઈનીઝ અને કોન્ટિનેન્ટલ ફૂડ મળે છે. અહીંના દાલ મખની અને કબાબ વખણાય છે. બ્રેક્ફાસ્ટ માટે પણ અહીં ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે. અહીંનું એમ્બિયન્સ ઘણું સરસ છે અને અહીં વાઈન્સ અને અન્ય સ્પિરિટ્સનું ગજબ કલેક્શન છે. સરસ માહોલમાં ડ્રિન્ક લેવાનો મૂડ હોય કે પેટ ભરીને જમવુ હોય તો આ એક સારી જગ્યા છે.

દાવતઃ

જો તમે સિમ્પલ રાજસ્થાની થાળી, નોર્થ ઈન્ડિયન થાળી ખાવા માંગતા હોવ તો ચાચા ઈનમાં આવેલી દાવત રેસ્ટોરાંમાં પહોંચી જાવ. અહીં તમને જાત જાતની ડિશીસ મળશે. નાસ્તા માટે પણ અહીં ઘણા ઓપ્શન્સ ઉપલબ્ધ છે. આ રેસ્ટોરાં જેટલી પ્રવાસીઓમાં ફેમસ છે એટલી જ સ્થાનિકોમાં પણ લોકપ્રિય છે. તે મેઈનરોડ પર જ આવેલી છે અને તેની આસપાસ બીજી ઘણી હોટેલ્સ છે.

કિંગ્સ ફૂડઃ

અહીં ઈન્ડિયન અને ચાઈનીઝ આઈટમ્સની સારી વેરાયટી મળે છે. આ જગ્યા તેના ફૂડ જેટલી જ લસ્સી માટે પણ જાણીતી છે. બ્રેકફાસ્ટ, લંચ કે ડિનર તમામ માટે અહીં તમને ઘણા બધા ઓપ્શન્સ મળી રહેશે. વળી આ રેસ્ટોરાંના ભાવ પણ પરવડે તેવા છે. તમે અહીં વધારે ખર્ચો કર્યા વિના ભરપેટ ખાઈ શકશો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here