જો પાકિસ્તાન સાથે યુદ્ધ થઈ જાય તો ભારતીય નાગરિક તરીકે આ 3 કામ અચૂક કરવા પડે આપણે…

જો પાકિસ્તાન સાથે યુદ્ધ થઈ જાય તો ભારતીય નાગરિક તરીકે આ 3 કામ અચૂક કરવા પડે આપણે.

જે રીતે 14 ફેબ્રુઆરીએ પાકિસ્તાને પોતાની જૂની આદત મુજબ છુપાઈને પીઠ પાછળ હુમલો કર્યો અને આપના દેશના CRPF ના 40 થી વધુ જવાનો શહીદ થયા તેનાથી સમગ્ર દેશ ગુસ્સે છે.દેશના ખૂણે ખૂણે આક્રોશ છે, આ સંજોગમાં જો ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ઇન્ટરનેશનલ પ્રેશર થી હટી ને યુદ્ધ જાહેર કરી દે તો કોઈ નવાઈ ની વાત ન હોવી જોઈએ. પરંતુ આપણે એક શિસ્તબન્ધ ભારતીય તરીકે યુદ્ધના સમયે આ કામ અચૂક કરવું પડે.

મુખ્યત્વે જોવા જઈએ તો આમાં ઘણા બધા કામો છે પણ અમુક કામ ખુબજ અગત્યના છે એને આપણે દેશમાં રહીને સૈનિકોની મદદ માટે કરવા જ જોઈએ.

પહેલું કામ

યુદ્ધ કેહવા અને કરવામાં ફર્ક હોઈ પેહલા સમજો કે યુદ્ધ કરે તો દેશને નુક્શાજ હમેશા આર્થિક જાય. આપણે ચાહે દુનિયા જીતી લઈએ પણ અમુક અંશે દેશનો વિકાસ ધીમો પડે, કેમ કે આ સમયમાં શસ્ત્ર થી યુદ્ધ કરવું પડે અને શસ્ત્ર કેટલા મોંઘા હોઈ છે એ આપ જાણો છો.

જેથી સમયસર અને નિયમિત ટેક્સ ભરવો પડે, અથવા તમે કોઈપણ માલ ખરીદો છો તેની પાકી રશીદ લેવી અમુક દુકાનદારો તમને પાકી પહોંચ નથી આપતા અને આ રીતે તેઓ ઓછો નફો બતાવી ને ટેક્સ માં કટકી કરે છે જેથી નિયમિત રીતે પાકી રશીદ લેવી. અથવા જો દેશ યુદ્ધ માટે આર્થિક ફંડ માટે કોઈ એકાઉન્ટ નંબર જાહેર કરે તો બની શકે એનાથી વધુ દાન આપવું પડે.

બીજું કામ

યુદ્ધ દરમિયાન આપના સૈનિકો પણ ઘાયલ થાય છે.એમને પણ આપણી જેમ લોહીની જરૂર પડે છે જેથી આપે રક્તદાન કરવા તૈયારી રાખવી પડે. આમપન આપના દેશમાં લોહી દાન કરનાર લોકો ઓછા હોઈ છે આ કામ એક નાગરિક તરીકે તમારે દર 3મહિને કરવું જ જોઈએ.

તમારી એક બોટલનું રક્તદાન 3 લોકો ની જિંદગી બચાવી શકે છે.

ત્રીજું કામ

યુદ્ધ વખતે ગણી બધી અફવા ફેલાતી હોઈ છે,જેના લીધે સાચી ખબરો ને નુકશાન થાય છે. જેથી કોઈપણ માહિતીની પુષ્ટિ કર્યા વગર ના ફેલાવવી.

આ સમય ટેકનોલોજીનોં છે. જેમાં બેવ દેશ ટેકનોલોજી સંપન્ન છે. જેથી એક બીજા વિરુદ્ધ અફવા ફેલાય એની શક્યતા મોટી છે.

આ ઉપરાંત તમારે પ્રશાસન અને દેશ ને સાથ સહયોગ આપવો પડે, કેમ કે આટલો મોટા દેશને આપણી જરૂર હોય જ તમે દેશના સૈનિક ના બની શકો તો વાંધો નહિ પણ દેશના સાચા નાગરીક બનવું એ આપણી ફરજ છે.

ભૂલકોઈ હોઈ તો ક્ષમાં આપજો, જય હિંદ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here