આઈ ફોન બનાવીને ટેલિકોમ ક્ષેત્રમાં ક્રાંતિ લાવનાર સ્ટીવ જોબ્સની એપલ કંપની અમેરિકાની પહેલી એક ટ્રિલયન ડોલર એટલે કે 68620 અબજ રુપિયાની વેલ્યુ ધરાવતી કંપની બની ગઈ છે.
કંપનીની આર્થિક સ્થિતિનો અંદાજ લગાવવા માટે તેની જાત જાતની સરખાણમી થઈ રહી છે.જેમ કે એપલની વેલ્યુ ભારતના અર્થતંત્રની જીડીપીના 38 ટકા છે.ઉલ્લેખનીય છે કે ભારત વિશ્વનુ સૌથી મોટુ છઠ્ઠા ક્રમનુ અર્થંતંત્ર ધરાવે છે.
બીજી સરખામણી એ રીતે થઈ શકે કે એપલ ધારે તો 3 અબજ ડોલરનુ અર્થતંત્ર ધરાવતા પાડોશી દેશ પાકિસ્તાનને એકલા હાથે ખરીદી શકે છે.
ભારતની સૌથી મોટી બે કંપનીઓ રિલાયન્સ અને ટીસીએસની વેલ્યુ ભેગી કરવામાં આવે તો પણ તેના કરતા એપલની વેલ્યુ 10 ગણી વધારે છે.
વર્લ્ડ બેંકના આંકડા પ્રમાણે દુનિયાના 177 દેશો કરતા પણ વધારે ધનિક એપલ કંપની છે.હાલમાં એપલ કંપનીની માર્કેટ વેલ્યુ ઈન્ડોનેશિયાના અર્થતંત્ર બહારબર છે.
એપલે મંગળવારે પોતાના રિઝલ્ટ જાહેર કર્યા બાદ અત્યાર સુધીમાં તેના શેરમાં 9 ટકાનો વધારો જોવા મળ્યો છે.જેના કારણે એપલ 1 ટ્રિલિયન ડોલર માર્કેટ વેલ્યુ ધરાવતી કંપની બની ચુકી છે.