જો પૂજાનું નાળિયેર બગડેલું નીકળે તો?, સમજવું કે ભગવાનએ આપ્યો છે આ સંકેત

હિંદુ ધર્મમાં નાળિયેરનું ઘણું મહત્વ છે. દરેક નવું કાર્ય નાળિયેર વધેરીને શરૂ કરવું હિંદુ ધર્મની પંરપરા છે. પણ, ક્યારેક એવું બનતું હોય છે કે, નાળિયેર જ્યારે વધેરીએ ત્યારે તે અંદરથી ખરાબ નીકળે. ત્યારે આપણને પહેલા તો દુકાનદાર પર ગુસ્સો આવે અને પછી મનમાં ખચકાટ પણ થાય કે આ તો અશુભ થઈ ગયું. એવી આશંકા પણ મનમાં ઊભી થાય છે કે, ભગવાન નારાજ થઈ ગયા કે કોઈ અશુભ બનવાનો આ સંકેત છે, આવા કેટલાય વિચારો મનમાં ઘુમરાવા લાગે છે. જોકે, નાળિયેરનું ખરાબ નીકળવું કોઈ અશુભ બાબત નથી. જાણો, તેની પાછળ તો તર્ક…

લક્ષ્મી માતાનું પ્રતિક છે નાળિયેર

નાળિયેર એ માતા લક્ષ્મીનું પ્રતિક મનાય છે. તેમની પૂજામાં નાળિયેરનું સવિશેષ મહત્વ છે. જો પૂજામાં રખાયેલું નાળિયેર ખરાબ નીકળે તો તેનો અર્થ એ નથી કે કંઈક અશુભ થવાનું છે. પરંતુ નાળિયેર ખરાબ નીકળે તે તો શુભ કહેવાય છે. ખરાબ નાળિયેર શુભ માનવા પાછળનું પણ એક ખાસ કારણ છે.

મનોકામના પૂર્ણ થવાનો સંકેત

એવું માનવામાં આવે છે કે, જો નાળિયેર વધેર્યા પછી તે અંદરથી ખરાબ હોવાનું જણાય તો તેનો અર્થ છે કે, ભગવાને પ્રસાદ ગ્રહણ કરી લીધો છે. આથી તે અંદરથી સંપૂર્ણરીતે સૂકાઈ ગયું છે. એટલું જ નહીં, એ મનોકામના પૂર્ણ થયાનો પણ સંકેત છે. આ સમયે તમે ભગવાન પાસે જે માગશો તે ચોક્કસ મળશે.

સારું નાળિયેર નીકળે તો…

વળી, નારિયેળ સારું નીકળે તો તેને લોકોમાં પ્રસાદી તરીકે વહેંચી દેવું જોઈએ. આમ કરવું શુભ મનાય છે. તો, હવે પછી જ્યારે પણ પૂજા માટે નાળિયેર લાવો અને તેને વધેરો, ત્યારે જો તે ખરાબ નીકળે તો દુઃખી થવાને બદલે તેમાં ભગવાનનો કોઈ સારો જ સંકેત રહેલો જે તેમ માની ભગવાનના આશીર્વાદ મેળવી લેવાનું ચૂકતા નહીં..

“We Gujjus” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો અમારું પેજ લાઇક કરો અને આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here