ગુજરાતના આ ગામમાં દીકરી જન્મે તો પરિવારનું થાય છે ચાંદીના સિક્કાથી સન્માન

દેલાડ ગામના લોકોએ સાથે મળીને પ્રતિજ્ઞા લીધી છે કે દેલાડ ગામમાં કોઈ પણ પરિવારમાં દીકરીનો જન્મ થશે તો એ દીકરીના પરિવારનું સમ્માન અને ચાંદીનો સિક્કો અને મીઠાઈ ખવડાવી કરાશે

બેટી બચાવો, બેટી પઢાવોના અભિયાન બાદ સુરત જીલ્લાના ઓલપાડ તાલુકાના દેલાડ ગ્રામ પંચાયતે આ સૂત્રને ખરા અર્થમાં સાર્થક કર્યું છે. દેલાડ ગામના લોકોએ સાથે મળીને પ્રતિજ્ઞા લીધી છે કે દેલાડ ગામમાં કોઈ પણ પરિવારમાં દીકરીનો જન્મ થશે તો એ દીકરીના પરિવારનું સમ્માન અને ચાંદીનો સિક્કો અને મીઠાઈ ખવડાવી કરવામાં આવશે, એટલું જ નહીં ગામમાં ઉજવણી કરવામાં આવશે. આ પ્રતિજ્ઞા બાદ છેલ્લા બે દિવસમાં ત્રણ દીકરીના પરિવારનું સમ્માન કરવામાં આવ્યું હતું.

આજના યુગમાં મહિલાઓ પુરુષ સમોવડી બની છે, જીવનના દરેક ક્ષેત્રે તે પુરુષોની જેમ જ ઘર, દેશમાં યોગદાન આપી રહી છે, પરંતુ આજે પણ ઘણા એવા ગામડાંઓ છે જ્યાં દીકરીઓને જન્મતાની સાથે જ દૂધ પીતી કરી દેવામાં આવે છે, જો કે કેટલાક એવા પણ ગામ છે જે ખરા અર્થમાં એક મિસાલ સમાન છે, જે દીકરીઓને લક્ષ્મીજી ગણે છે, આવું જ એક ગામ છે ઓલપાડનું દેલાડ ગામ છે, ગામના સરપંચે એક ટીમ બનાવી છે, જેણે નક્કી કર્યું છે કે દેલાડ ગામમાં જેમના પણ ઘરે દીકરીનો જન્મ થશે, તો તેના પરિવારનું લક્ષ્મીજીનો ચાંદીનો સિક્કો આપી સમ્માન કરવામાં આવશે, એટલું જ નહીં પરિવારની ખુશીને આખા ગામમાં ઉજવણીમાં બદલવામાં આવશે.

દેલાડ ગામના યુવા સરપંચ ભાવિન પટેલ દ્વારા આ પસ્તાવ ગ્રામ પંચાયત સમક્ષ મુકવામાં આવ્યો અને તમામ લોકોએ હર્ષભેર સ્વીકારી લીધો. દેલાડ ગ્રામ પંચાયતની હદમાં આવેલા વિસ્તારમાં એક સપ્તાહમાં ત્રણ દીકરીનો જન્મ થતા ત્રણેટ દીકરીના માબાપને ગ્રામ પંચાયતનો સમ્માન પત્ર અને દીકરીને લક્ષ્મીજીની છાપનો ચાંદીનો સિક્કો અને મીઠાઈ વહેચી ઉજવણી કરાઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here