‘ઘરમાં શોર્ટ સ્કર્ટ પણ પહેરવાની મનાઈ હતી, હવે ટૂ-પીસ પહેરીને બોડી બતાવું છું’

હું સ્ટેજ પર બોડી બિલ્ડર અને ઘરમાં પત્ની છૂં. ઘરના કામ પણ કરૂ છું. મારા પતિ રાહુલ માટે ખાવાનું પણ બનાવું છું, મારી સાસુને ડોક્ટર પાસે લઈ જાઉ છું. હું એક સામાન્ય, હાઉસ વાઈફ પણ છું. મસલ્સ બનાવવાનો અર્થ એ નથી કે હવે હું મહિલા નથી રહી.

અમારા ઘરમાં પહેલવાનીની પરંપરા રહી છે. પિતા પહેલવાન હતા અને તેમનો પરિવાર, કાકા, તાઉજી, ભાઈ પણ. અમારા ત્યાં પુરૂષ દંગલ સંભાળતા હતા, અને મહિલાઓ રસોઈ. પહેલવાન પૂરૂષોનું ખાવાનું બનાવવું, તેમની સેવા કરવી, આજ મહિલાઓનું કામ હતું. 29 જુલાઈ, 1976ના રોજ મારો જન્મ થયો, તે સમયે ઘરમાં ચાર છોકરીઓ અન્ય પણ પેદા થઈ હતી. હું પાંચમી હતી. પિતાના ખૂનમાં પહેલવાની હતી, તેમને લાગતુ હતું કે, તેમની વંશ પરંપરાને આગળ લઈ જનાર જન્મ લેશે. પરંતુ દરેક વખતે છોકરાના સ્વાગતની તૈયારી થતી હતી અને છોકરીનો જ જન્મ થતો હતો, તેમના અરમાનો પર પાણી ફેરવી છોકરી દુનિયામાં આવતી હતી.

છોકરીઓ બોડી બિલ્ડર ન હોય

જોકે, પિતાને ક્યારે પણ ન લાગ્યું કે, છોકરો નહીં તો છોકરી પણ સારી. કેમ છોકરીને પહેલવાની ના સીખવાડાય. અમારી સીમા રેખા નક્કી હતી. છોકરીઓને ઘરની ચાર દિવાલમાં રહેવાનું છે અને મોટા થઈ નોકરીના નામે ટીચર બનવાનું છે. મારી ચારે બહેન ટીચર છે. ટીચર હોવાનું ખોટુ નથી, પરંતુ કામમાં તમારી ખુશી તો હોવી જોઈએ. મને ક્યારે પણ પૂછવામાં ન આવ્યું તારી ખુશી શું છે. મારી મા ને કોઈએ ક્યારે નથી પૂછ્યું, મારી બહેનોને કોઈએ નથી પૂછ્યું તારી ખુશી શું કામમાં છે. પરંતુ મે મારી જોતને પુછ્યું, અને સંતાઈને પોતાના મનની વાત માનતી રહી.

અમારા ઘરમાં છોકરીઓને કુશ્તી જોવાની પણ મનાઈ હતી. એક વખત ગામમાં કુશ્તી થઈ રહી હતી તો હું છોકરાઓના કપડા પહેરી અને પોતાના વાળને મોટી પાઘડીમાં છીપાવીને કુશ્તી જોવા ચાલી ગઈ. પરંતુ મારા કાકાએ મને ઓળખી લીધી અને મારતા મારતા ઘરે લઈ આવ્યા. પરિવારે જેટલી મને રોકવા માંગી તેટલી મારી જીદ વધતી ગઈ. કોઈએ ઉત્સાહ ન વધાર્યો, હું રોજ એક્સસાઈઝ કરતી રહી. મા એ મારા ખાવાની ચિંતા ન કરી, પરંતુ મે કરી. દરેક વસ્તુ જે મારા માટે કોઈ ન વિચારતુ તેની જવાબદારી મે ખુદ લીધી.

હિન્દુસ્તાનની પહેલી મહિલા બોડી બિલ્ડર

2011માં હૈદરાબાદમાં પહેલી કોમ્પિટિશનમાં ભાગ લીધો અને નેશનલ ચેમ્પિયન જીતી. એશિયન ચેમ્પિયનશિપમાં ભાગ લેવા ચીન ગઈ અને ચોથા-ત્રીજા સ્થાન પર રહી. થાઈલેન્ડમાં થયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો અને ત્રીજા સ્થાન પર રહી. બે વખત નેશનલ ચેમ્પિયનશિપ જીતી. અત્યાર સુધિમાં 30થી વધારે ચેમ્પિયનશીપમાં ભાગ લઈ ચુકી છું.

હું ભારતની પહેલી મહિલા છું, જેણે બોડી બિલ્ડીંગમાં દુનિયાના દેશોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું. ઈન્ટરનેશનલ ફેડરેશન ઓફ બોડી બિલ્ડીંગમાં પોતાના દેશને રીપ્રેજન્ટ કરનારી હું પહેલી ભારતીય મહિલા છૂં. મર્દ તો પહેલા પણ બહુ હતા, પરંતુ મહિલા કોઈ નહી.

મસલ્સવાળી મહિલા

હવે હું સફળ છું તો લોકો મારા વખાણ કરે છે, પહેલા મજાક ઉડાવતા હતા. મસલ્સવાળી મહિલા મતલબ કે પૂરૂષ જેવી મહિલા કોઈને ગમતી ન હતી. મહિલાઓને બાળપણથી જ સીખવાડવામાં આવે છે કે શરીર જ તેની એકમાત્ર પૂંજી છે. આ શરીરને સંભાળો, તેને સજાવો, તેને છિપાવો. શરીર મહિલાઓનું ઘરેણું હોય છે, તેની લાજ છે. જે છોકરીને ઘરમાં શોર્ટ સ્કર્ટ પહેરવાની મંજૂરી ન હતી, આજે તે ભરેલા મંચ પર માત્ર ટૂ-પીસમાં ઉભી છે. જે શરીરને હંમેશા સંતાડવાની સલાહ આપવામાં આવી, તે શરીરને હજારો પુરૂષ સામે દેખાડી રહી છે. તમે કેટલા પણ મસલ્સ બનાવી લો, તમે પુરૂષ તો નથી. પરંતુ પુરૂષ પોતાના હિસાબથી તમને ખાંચામાં ફિટ કરે છે, તે ખાંચાને તોડીને પોતાનો નવો ખાંચો બનાવવો તે આપણી જવાબદારી છે.

હવે પિતાને કોઈ પરિયાદ નથી. તે ખુશ છે, કે જે કામ તેમના દીકરાઓ ના કરી શક્યા, તે દીકરીએ કરી બતાવ્યું. હું છેલ્લા 9 વર્ષથી રોકાયા વગર, થાક્યા વગર વેટ ટ્રેનિંગ કરી રહી છું, સવારે દોઢ કલાક કાર્ડિયો અને સાંજે બે કલાક વેટ ટ્રેનિંગ. કોઈ સપોર્ટ, કોઈ સ્પોન્સરશિપ નથી. મે મારા ત્રણે ફ્લેટ અને ઘરેણાં વેચી દીધા અને તમામ પૈસા આ ઝનૂન પાછળ લગાવી દીધા.

હું સ્ટેજ પર બોડી બિલ્ડર અને ઘરમાં પત્ની છૂં. ઘરના કામ પણ કરૂ છું. મારા પતિ રાહુલ માટે ખાવાનું પણ બનાવું છું, મારી સાસુને ડોક્ટર પાસે લઈ જાઉ છું. હું એક સામાન્ય, હાઉસ વાઈફ પણ છું. મસલ્સ બનાવવાનો અર્થ એ નથી કે હવે હું મહિલા નથી રહી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here