અત્યારે શ્રાદ્ધપક્ષનો મહિનો ચાલી રહ્યો છે. તો આ મહિનામાં પોતાના પિતૃઓ ને પ્રસન્ન કરવા માટે અનેક કર્યો કરે છે. અને શ્રાદ્ધ નાખીને પોતાના પિતૃઓ ને પ્રસન્ન કરે છે. અત્યારે પિતૃભક્તિ અને પિતૃશક્તિના સમન્વય સમો શ્રાદ્ધપક્ષનો મહિનો ચાલુ છે.
પિતૃઓને પ્રસન્ન કરવાના આ મહિનામાં લોકો દ્વારા બ્રાહ્મણોને મનગમતું ભોજન તથા દક્ષિણા સાથે બહેન ભાણેજને પણ જમાડવાનું મહત્વ છે સાથે શ્વાન ગાય અને કાગડાઓ માટે પણ ખાસ ભોજન અલગથી કાઢવામાં આવે છે.આમ પિતૃને પ્રસન્ન કરવા માટે આ મહિનામાં કાગડા ને શ્રાદ્ધ આપે છે. અને એવું માનવામાં આવે છે કે આ મહિનામાં કાગડાને શ્રાદ્ધ આપવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે.
કાગડાને પક્ષીઓમાં સૌથી હોશિયાર અને ચતુર પક્ષી તરીકે ઓળખવામાં આવે છે. અને આ કહેવત એક દમ સાચી પણ છે. કાગડાને મોટે ભાગે પાંજરે પૂરી શકાતા નથી. બાળકોના મનમાં પણ કાગડા વિશે અમુક વાર્તાઓ ખુબજ પ્રખ્યાત અને જાણીતી છે.ચતુર કાગડો અથવા કોઇ બાળક ન રમવાની વસ્તુ હાથમાં લઇ લે તો તરત જ પરિવારજનો હાથમાંથી લઇને તરત જ આકાશ તરફ કહે જો કાગડો લઇ ગયો. આમ, નાનપણથી જ ખોટી વાયકાઓથી કાગડો બદનામ છે.
પહેલાથી જ કાગડા ને બદનામ કરી દીધો છે. અને દરેક વ્યક્તિ કાગડા ને ખરાબ માને છે. પરંતુ કાગડો બધા પક્ષીઓ કરતા ચતુર માનવામાં આવે છે. આવા ચતુર કાગડાઓનો એક ભુજનો કિસ્સો સાંભળી ને તમે પણ વિચારમાં પડી જશો.
આ કાગડા ક્યારેય પણ કોઇનો વિશ્વાસ ન કરે એવી લોકોની માન્યતાથી વિરુદ્ધ ભુજના એસ.ટી.ના નિવૃત્ત કર્મચારી ડાયાલાલ જેરામ ખત્રી છેલ્લાં સોળ વર્ષથી કાગડાઓની વચ્ચે રહી સવારે રોજ લગભગ દોઢથી બે કલાક એમને ભાવતી વસ્તુઓ લઇને દરેક કાગડાને ખવડાવે છે.
આ ચતુર પક્ષીનો વિશ્વાસ મેળવ્યાનો આનંદ વ્યક્ત કરતાં ડાયાભાઇ કહે છે પર્યાવરણ માટે પણ આપણે સૌએ આનું જતન કરવું જોઇએ. અને એસ.ટી ના નિવૃત કર્મચારી ડાયાભાઈ કાગડાઓ વિશે અનેક બાબતો ની ચર્ચા કરે છે. અને દરરોજ સવારે ડાયાભાઈ બે કલાક કાગડાઓ સાથે બેસે છે.આ ઉપરાંત એસ.ટી ના નિવૃત કર્મચારી ડાયાભાઈ કહે છે કે નિત્ય ક્રમને લીધે માથાં પર પણ વટથી બેસી જાય છે કાગડાઓ.
આ ઉપરાંત એસ.ટી.ના નિવૃત કર્મચારી ડાયાભાઈ કહે છે કે છેલ્લા 16 વર્ષથી કાગડાઓની વચ્ચે રહી દોડ થી બે કલાક તેમને ભાવતી વસ્તુઓ લઈને દરેક કાગડાઓ ને ખવડાવું છું. ખાડાયાભાઇ કહે છે કે, કાગડાઓની મિત્રતાને કારણે હું આવું એટલે તરત જ મારી આજુ-બાજુ મારા શરીર ઉપર કાગડાઓના ઝુંડ બેસવા લાગે.
મારા હાથ પર પણ કાગડાઓનાં બેસવાને કારણે એમનાં પગનાં નિશાન કે થોડી પીડા શરૂઆતમાં રહેતી પણ હવે તો આ નિત્યક્રમ બન્યો છે. બધા જ કાગડાને વારાફરતી ખવડાવતી વખતે માથાં પર બેઠેલો કાગડો પોતાનો વારો મોડો આવતાં જ માથાં પર ચાંચ મારી ફરિયાદ કરે, હું કચ્છીમાં એને વઢું એટલે પછી શાંતિથી બેઠો રહે.
આમ એસ.ટી ના નિવૃત કર્મચારી ડાયાભાઈ છેલ્લા સોળ વર્ષથી આ કામ કરી રહ્યા છે. અને કાગડાઓ સાથે ચર્ચા કરતા જોવા મળે છે.એસ.ટી.ના નિવૃત કર્મચારી ડાયાભાઈ કહે છે કે નિવૃતિ પછી આ પ્રેરણા મળી હતી.
ડાયાભાઈ કહે છે કે જ્યારે એસટી માંથી નિવૃત્તિ થઈ હતી ત્યારે બિસ્કિટ ખવડાવવા માટે હું કાગડાઓ પાસે જતો હતો. એસટીમાંથી નિવૃત્તિ પછી સમય કાઢવા માટે બિસ્કીટ લઇને હું કાગડાઓને ખવડાવવા આવ્યો ત્યારે તો બિસ્કીટ માટે પણ નજીક આવતા નહોતા. હવે મને તેમની દરેક આદતો તથા સ્વભાવની ખબર પડી ગઇ છે. કાગડાઓની પણ પોતાની પસંદગીની વાનગીઓ હોય છે.
કોઇને સેવ તો કોઇને ગાંઠિયા બુંદી મીઠી ખીર પસંદ હોય છે. આમ ડાયાભાઈ છેલ્લા સોળ વરસથી કાગડાઓ ને ભાવતું ખાવાનું ખવડાવાનું કામ કરી રહ્યા છે.એસ.ટી ના નિવૃત કર્મચારી ડાયાભાઈ કહે છે કે મને “કાગડાવાળા કાકાનું” નામ મળ્યું છે.
એસ.ટી.ના નિવૃત કર્મચારી ડાયાભાઈ છેલ્લા સોળ વરસથી આ કામ કરતા હોવાથી તેમને ‛કાગડાભાઈ’ નામ મળ્યું હતું. રોજ કાગડાઓની વચ્ચે બેસીને ભોજન કરાવતો હોવાને લીધે આવતા જતા લોકો મને ગામમાં પણ ‘કાગડાવાળા કાકા’ તરીકે ઓળખે છે એટલે કાગડાઓ મારી ઓળખ બની ગયા છે જેનો મને આનંદ છે.
આ પોસ્ટ વિષે તમારો અભિપ્રાય અમને કોમેન્ટ માં જરૂરું જણાવજો:
(A) ખૂબ સરસ (B) સરસ (C) ઠીકઠીક
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો. અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમને આ પોસ્ટ કેવી રીતે ગમે તે અમને કમેંટ બોકસ માં જરૂર જણાવો. અને અમને આશા છે કે તમને આ પોસ્ટ ગમી હશે. આ પોસ્ટ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.