અઠવાડિયે એક વાર કરશો આ ઘરેલુ ઉપચાર, તો શિયાળામાં પણ નહિ સૂકાય તમારી સ્કિન

શિયાળામાં ત્વચાની કાળજી

ત્વચા સૂકાઈ જવાની સ્થિતિને મેડિકલ ભાષામાં ઝેરોસિસ કહેવામાં આવે છે. હવામાં ભેજની ઉણપને કારણે શિયાળામાં ત્વચા રૂક્ષ થઈ જાય છે. આપણે સામાન્ય રીતે કોલ્ડ ક્રીમ લગાવીએ છીએ. હવામાનમાં ફેરફાર ઉપરાંત સાબુમાં વપરાતાક કેમિકલ્સ, સોરાઈસિસ જેવા રોગ, ગરમ ગરમ પાણીથી નહાવાની આદત, સ્કિન ક્લીન્ઝરના વધારે પડતા ઉપયોગને કારણે પણ ત્વચા સૂકાઈ જાય છે. કોલેસ્ટ્રોલ, હાઈ બ્લડ પ્રેશર કે એલર્જીને કારણે પણ ત્વચા સૂકાઈ શકે છે. જો તમે આ ઘરેલુ ઉપચાર કરશો તો શિયાળામાં પણ તમારી સ્કિન સોફ્ટ અને સ્મૂધ રહેશે.

દહીં

ત્વચા સૂકાઈ જવાની સ્થિતિને મેડિકલ ભાષામાં ઝેરોસિસ કહેવામાં આવે છે. હવામાં ભેજની ઉણપને કારણે શિયાળામાં ત્વચા રૂક્ષ થઈ જાય છે. આપણે સામાન્ય રીતે કોલ્ડ ક્રીમ લગાવીએ છીએ. હવામાનમાં ફેરફાર ઉપરાંત સાબુમાં વપરાતાક કેમિકલ્સ, સોરાઈસિસ જેવા રોગ, ગરમ ગરમ પાણીથી નહાવાની આદત, સ્કિન ક્લીન્ઝરના વધારે પડતા ઉપયોગને કારણે પણ ત્વચા સૂકાઈ જાય છે. કોલેસ્ટ્રોલ, હાઈ બ્લડ પ્રેશર કે એલર્જીને કારણે પણ ત્વચા સૂકાઈ શકે છે. જો તમે આ ઘરેલુ ઉપચાર કરશો તો શિયાળામાં પણ તમારી સ્કિન સોફ્ટ અને સ્મૂધ રહેશે.

લીમડો

લીમડો ત્વચાનું મોઈશ્ચર જાળવી રાખવામાં મદદ કરે છે અને ખંજવાળ ઘટાડે છે. 2 ચમચી લીમડાના પાનના પાવડરને 1 ચમચી મધ અને હળદર પાવડર સાથે મિક્સ કરો. સ્મૂધ પેસ્ટ તૈયાર કરીને આખા ચહેરા પર લગાવો. તેને 10-12 મિનિટ રહેવા દો અને સૂકાવા દો. સ્કિન વધારે પડતી સૂકાઈ ગઈ હોય તો થોડી મલાઈ ઉમેરી દો.

લીંબુ

બે ચમચી લીંબુનો રસ લઈને તેમાં એક મોટી ચમચી મધ ઉમેરો. આમ કરવાથી તમારી સ્કિનમાં મોઈશ્ચર જળવાઈ રહેશે. આ મિશ્રણને ચહેરા પર લગાવી 15 મિનિટ રહેવા દો. પાણીથી ધોઈ નાંખો, જુઓ તમારી ત્વચા કેવી ચમકે છે.

મધ

મધનું કામ ત્વચામાં મોઈશ્ચર જાળવી રાખવાનું છે. તેમાં એન્ટિઓક્સિડન્ટ અને એન્ટિ માઈક્રોબિયલ તત્વો રહેલા છે જેને કારણે તે ડ્રાય સ્કિન માટેનો આદર્શ ઉપચાર છે. દૂધના પાવડરમાં ચપટી હળદર અને મધ મિક્સ કરી ચહેરા પર લગાવો. આ પેસ્ટ ચહેરા પર 15 મિનિટ રહેવા દો અને સાદા પાણીથી ધોઈ નાંખો.

કોપરેલ

કોપરેલમાં ફેટી એસિડ્સ રહેલા હોય છે જેને કારણે ત્વચાનું કુદરતી મોઈશ્ચર જળવાઈ રહે છે. તમારી સ્કિન જ્યાં કોરી પડી ગઈ હોય તો કોકોનટ ઑઈલ હૂંફાળુ કરીને દિવસમાં એક કે બે વાર લગાવો, ઈન્સટન્ટ રિઝલ્ટ મળશે.

કેળુ

કેળુ શિયાળા દરમિયાન સ્કિનને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. તમે તેમાં કોપરેલ ઉમેરીને ફેસ પેક બનાવી શકો છો. 20 મિનિટ સુધી આ પેક ચહેરા પર લગાવી રાખો અને ઠંડા પાણીથી ચહેરો ધોઈ નાંખો. અઠવાડિયે એક વાર આ માસ્ક લગાવો, ક્રીમ લગાવવાની જરૂર નહિ પડે.

એલોવેરા

એલોવેરા જેલ સૂકી સ્કિન માટે ખૂબ જ અકસીર ઈલાજ છે. તેમાં સ્કિનને સોફ્ટ અને સ્મૂધ બનાવવાના ગુણ રહેલા છે. કુંવારપાઠાના પાનમાંથી એલોવેરા જેલ કાઢો. તેને ચહેરા પર લગાવી મસાજ કરો જેથી તે ત્વચામાં શોષાઈ જાય. આખી રાત જેલ લગાવી બીજે દિવસે સવારે ચહેરો ધોશો તો ચમત્કારિક રિઝલ્ટ મળશે.

એપલ સિડાર વિનેગર

ACV માં ભરપૂર માત્રામાં એન્ટિ ઓક્સિડન્ટ્સ, વિટામિન્સ અને મિનરલ્સ હોય છે. જેને કારણે ત્વચા હેલ્ધી રહે છે. તે ત્વચના કુદરતી ઓઈલને બેલેન્સ કરે છે. અડધી ચમચી ACVમાં અડધી ચમચી પાણી નાંખી ડાઈલ્યુટ કરો. હવે તેમાં અડધી ચમચી મધ ઉમેરો. શક્ય હોય તો તેમાં ગુલાબ જળ અને ઓલિવ ઓઈલ લગાવો. તેને ત્વચા સૂકાઈ ગયેલા ભાગ પર લગાવી 10 મિનિટ રહેવા દો. સરસ રિઝલ્ટ મળશે.

ઘી

ઘીમાં ત્વચાને મોઈશ્ચર કરવાની ગજબ ક્ષમતા રહેલી છે. ઘી ત્વચાની રૂક્ષતા તો ઓછી જ કરે છે પરંતુ હોઠ ફાટી ગયા હોય તો પણ તે અકસીર ઉપચાર છે. રોજ રાત્રે શરીર અને ચહેરા પર ઘીનું માલિશ કરી આખી રાત રહેવા દો. આટલું કરશો તો તમારે આખો શિયાળો મોઈશ્ચરાઈઝર વાપરવાની જરૂર નહિં પડે.

“We Gujjus” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો અમારું પેજ લાઇક કરો અને આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here