‘ચા’ ની 5000 વર્ષ લાંબી યાત્રા, વાંચો ચા બનાવવાની શરૂઆત કેવી રીતે થઈ

‘ચા’ ની 5000 વર્ષ જૂની લાંબી યાત્રા, એક કપ ચા થઈ જાય!

બસ એટલું જ કહેવાની વાર છે કે ભલે ગમે એટલી વ્યસ્તતા હોઈ ક કામનો દબાવ, જે પણ હોઈ પણ જેવી ચાની એક ઘૂંટ નીચે ઉતરે કે રાહતનો શ્વાસ મળે છે. ચાની આ આદત ભારતમાં વર્ષો જૂની છે. ચા ની પ્યાલી વગર સવારના અખબારની સ્વાદ નથી આવતો, દોસ્તો સાથે મુલાકાત માં મજા નથી આવતી. હવે તો રાજનીતિમાં પણ ચર્ચા થવા લાગી છે. પણ વિચાર્યું કે ચા આવી ક્યાંથી? જો નહિ! તો આવો જાણીએ ચા ની ચુસ્કીઓના રાજ.

શુ કહે છે શોધથી જોડાયેલી કહાની!

ચા ની શોધ કરવા વૈજ્ઞાનિકો ની જરૂર નથી, પણ ઇતિહાસમાં એક એવી ઘટનાની વાત છે, જે બતાવે છે કે ચા ની શોધ અચાનક થઈ ગઈ હતી. કહેવામાં આવે છે કે આજથી કઈક 5 હજાર વર્ષ પહેલાં ચીનમાં સમ્રાટ શેન નુંગ્નની બાદશાહત હતી તે પોતાને સ્વસ્થ રાખવા ખાલી પેટ ગરમ પાણી પીતા હતા. આ પાણી તે સવારે ચાલીને પોતાના ઉદ્યાનમાં બેસીને પીતા હતા.

એક દિવસ તે રોજની જેમ આટો મારીને આયા અને પોતાની ખુરશી પર બેઠા ખાનસમે એ એમના માટે ગરમ પાણીનો ગ્લાસ લાવીને મૂકયો સમ્રાટ પોતાના બીજા સાથીઓ સાથે ચર્ચામાં વ્યસ્ત હતા ત્યાં જ પાસેના ઝાડ પરથી કેટલાક પાંદડા આવીને પડ્યા, જેનાથી પાણીનો રંગ બદલાય ગયો અને એમાંથી સુગંધ આવા લાગી.

સમ્રાટ તે પાણી પીવા માંગતા હતા. પણ દરબારીઓએ કહ્યું કે તે આ ઝહરેલા પાંદડા પણ હોઈ શકે, પરંતુ તેમને કોઈનું ના સાંભળ્યું અને તે પાણી પી ગયા. પાણી પીને તેમને તાજગી અનુભવા લાગી. સમ્રાટ એ મહેલના બધા ખાનસમોને બોલાવીને તે પાંદડા વિશે શોધી લાવવા કહ્યું, સાથે જ આદેશ આપ્યો કે અવેથી તેમને દરરોજ આ જ પાણી આપવામાં આવે. ત્યારથી ફક્ત સમ્રાટએ જ નઈ પરંતુ અન્ય દરબારીઓ પણ એજ પીણું પીવા લાગ્યા.

બૌદ્ધ ભિક્ષુકોએ પણ અપનાવ્યું કારણ કે….

ધીરે ધીરે તે આ ચીનની સામાન્ય જનતાનું પસંદનું પીણું બની ગયું, ચીન તેમના દેશમાં આવનારા વિદેશીઓનું સ્વાગત આ જ પીણાં સાથે કરે છે. જો કે, ત્યાંના લોકોને કડક સૂચના આપવામાં આવી હતી કે આ રેસિપી કોઈ બીજા સાથે શેયર ના કરે. આ જ કારણ રહ્યું છે. વર્ષો સુધી દુનિયાના બાકી ભાગોમાં ચા ની ભનક પણ નહોતી આવી.

કેમ કે, તે પુરી રીતે પ્રાકૃતિક હતી, તેથી જ ચીનમાં બૌદ્ધ ભુક્ષુકોએ પણ તેનું સેવન કર્યું, ચા પીવાથી તેમને શરીરમાં તાજગી અને ગરમી અનુભવા લાગ્યા. લાંબા સમય સુધી ઊંઘના ના આવાના કારણે તે ધ્યાન કરી શકે છે. જ્યારે તેમને ચા ના ફાયદા ખબર પડવા લાગ્યા તો તે પોતાની સાથે પાંદડા સાચવીને રાખવા લાગ્યાં. જ્યાં એક બાજુ ચીનના સામાન્ય લોકો અને દરબારીઓ ચા નું રહસ્ય દુનિયાથી સંતાડી રહ્યા હતા અને બીજી બાજુ બૌદ્ધ ભિક્ષુ જ્યાં પણ ગયા તેમને ચા બનાવીને પીધી અને આજુબાજુના લોકોને પણ પીવડાવી. આવી રીતે જાપાન, ભૂતાન, નેપાળ અને ભારત સુધી પોહચી ગઈ હતી.

આવી રીતે ભારત પોહચી ચા

ભારતમાં ચા થી જોડાયેલો એક બીજો ઇતિહાસ છે. બૌદ્ધની શિક્ષાઓએ પણ પ્રભાવીત થઈને જૈન ધર્મના સંસ્થાપક મહાવીરે ધ્યાન કરવાનું શરૂ કર્યું હતું. આ એ સમય છે, જ્યારે તેમને ધર્મની સ્થાપના નહોતી કરી, જ્યારે તે જાતે જ્ઞાન પ્રાપ્તિ ના માર્ગમાં હતા.

બૌદ્ધ ભિક્ષુઓથી ધ્યાનના ગુણથી શીખવાનાં સમય દરમ્યાન મહાવીર ને ચા ના પાંદડા વિશે ખબર પડી તેમને ભારતના અસમમાં તે ઝાડ ને શોધી કાઢ્યું, જ્યાંથી ચા ના પાન મળી શકે તે એકાંત જંગલ હતું, તેથી જ તેમને ધ્યાન કરવા માટે પર્યાપ્ત જગ્યા મળી ગઈ આવી રીતે મહાવીર એ 7 વર્ષ સુધી ધ્યાન કર્યું કહેવામાં આવે છે કે તે પોતાને જીવીત રાખવા માટે ચા ના પાન ચાવવા લાગ્યા.

આ પાનથી તેમને ઊંઘ આવતી નોહતી અને વગર ભોજને પણ ધ્યાન કરવામાં સક્ષમ રહ્યાં. કહેવામાં આવે છે કે બૌદ્ધ જનતા દ્વારા અસમની સામાન્ય જનતા સુધી ચા ના ગુણોની વાત પોહચી અને એમને રોજમરોના જીવનમાં શામિલ કરી લીધુ.

એમ તો ચા નો ઉપયોગ ઔષધી રૂપે પણ કરી રહ્યા હતા. કહેવામાં આવે છે કે તેના પાનથી વાગેલું પણ મટી જાય છે અને તેનો ઉકાળો બનાવીને પીવાથી સ્ફૂર્તિ આવે છે. આવી રીતે ચીનથી થઈ ને ચા ભારત સુધી પોહચી.

કેવો રહ્યો ભારતમાં સફર!

ચા ભારત આવી ગઈ હતી, પણ તેનો પ્રસાર-પ્રચાર અહીંયા આવીને રોકાય ગયો હતો.જ્યારે જાપાનથી થઈ ને ચા ની સુગંદ ઇંગ્લેન્ડ સુધી જઈ પોહચી ઇંગ્લેન્ડ ચા માટે જાપાન પર નિર્ભર થવા લાગ્યું અને જાપાન ચીનથી ચાની તસ્કરી કરવા વાંધા કરવા લાગ્યા આ પુરા ક્રમમાં ઇંગ્લેન્ડ એ ચા માટે મોટી કિંમત ચૂકવવી પડી.

ભારતમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીની શરૂઆત થવાની સાથે અંગ્રેજોએ અહિયાના સામાન્ય લોકોના ખાન પાન પર અભ્યાસ શરુ કરી દીધો તે સમયે તેમને ખબર પડી કે અસમના લોકો કાળા રંગનું પીણું પીવે છે જે તેમને તાજગી આપે છે.

જ્યારે અંગ્રેજ અધિકારીઓ એ આ પીણાની શોધ કરી, તો જાણ્યું કે તે જંગલી ચા ની પાંદડીઓ છે. અંગ્રેજો માટે અસમની ચા કોઈ ખજાનાથી ઓછી નોહતી. ભારતમાં ચા હોવાની સૌથી પેહલી ખબર 1834 માં ગવર્નર લૉર્ડ વિલિયમ બેંટિકને મળી હતી. તેમને આ કાળા પીણાં વિશે બ્રિટિશ સરકારના અધિકારીઓને જણાવ્યું કે અને પછી તે એક ટીમ લઈને અસમ પોહચ્યાં.

જ્યાં સામન્ય નાગરિકોની મદદથી ચા ના છોડને શોધી જ લીધો. 1 વર્ષ મહેનત કર્યા પછી તેમણે 1835 માં આસામ મા ચા નો બાગ લગાવ્યો. જ્યારે ચીન સુધી આ વાત પોહચી કે ભારતમાં ચા નું ઉત્પાદન થઈ રહ્યું છે, તે તેમને અંગ્રેજો સાથે વ્યાપારિક એકત્રીકરણ કર્યું. આ સમજોતાં હેઠળ તેમને ચીની ચા ના થોડા બીજ ભારત મોકલાવ્યા.

અંગ્રેજોએ ચા ના બીજ ના પ્રશિક્ષણ માટે તેમને કલકત્તા ના પરીક્ષણમાં મોકલાવ્યા. થોડા મહિનાની મેહનત પછી જોયું કે ચીની ચાના પાન ભારતની ભૂમિ અમૃતની જેમ છે અને તેનો સ્વાદ પહેલાથી વધારે સારો થયો. આવી રીતે અંગ્રેજોએ ચા ના બાગોને વિસ્તાર આપ્યું.

અસમ થી લઈને દાર્જિલિંગ અને પછી દક્ષિણભારતમાં ચા ની પેદાઇશ શરૂ થઈ. ખરેખર તો અંગ્રેજોએ ભારતીય ચા ને આંતરરાષ્ટ્રીય બઝાર સુધી પોહચાડ્યું. ધીરે ધીરે આખા વિશ્વમાં ચાના વખાણ થવા લાગ્યા. તે અંગ્રેજો માટે વ્યાપારનું સૌથી સરસ સાબીત થયું. પછી થઈ ટી બૅગની શોધ, અને અંગ્રેજોના 1947 માં ભારતમાંથી ગયા પછી સરકારે ચા ના કારોબારને ચાલુ રાખ્યો અને 1953 માં પેહલી વાર ટી બૅગની રચના થઈ ટી બૅગના દ્વારા ભારતીય ચા ને વિદેશો સુધી પોહચડવું સરળ થઈ ગયું તેની સાથે જ મજદૂરો માટે રોજગારના નવા અવસર ખુલ્યા આજે દુનિયામાં ભારત સૌથી મોટું ચા નિર્માતા દેશ છે, જેની 70 ફિસદી ખેતી ભારતમાં જ થાય છે.

અંગ્રેજ ખાવા પીવાની બાબતમાં વધારે પસંદ છે,તેમને ચા ની જરૂરત હતી, પરંતુ એ પસંદ નોહતું કે કોઈ પણ ચાના પાન ને હાથ લગાડે. આ કારણથી તેમને ધાતુના ડબ્બામાં ચા ના પાનને સાચવવાનું શરૂ કર્યું. તે ડબ્બામાં કાણું હતું તેને જેવું ગરમ પાણીના કપમાં મુકવામાં આવે છે.તેના કારણે પાંદડાનો સ્વાદ પાણીમાં ભળી જાય છે. પણ, સમસ્યા ત્યારે થતી હતી જ્યારે આ ડબ્બાને કાઢવાનો થાય.

પછી ખાનસામોએ મગજ દોડાવ્યું અને ચાના પાનને કાગળમાં બાંધવમાં શરૂ કરવા લાગ્યા તેની ટોચ ઉપર ગુંદર લગાડવામાં આવતી હતી.તો પાંદડા બહારના નીકળે કપથી બહાર કાઢવા માટે તેમાં દોરી લગાડવામાં આવી હતી.

બસ અહીંયા સમસ્યા એ હતી કે ગરમ પાણીના સંપર્કમાં આવતા ગુંદર ઓગળવા લાગે છે. તેનાથી ચા નો સ્વાદ ખરાબ થઈ જાય છે. 1901 માં બે મહિલા રોબોર્ટા સી લૉઓન અને મૈરી માર્કલનને કોર્ટનના કપડાં સાથે નાની નની થેલીઓ બનાવી અને તેમાં ચાં ના પાનથી બનેલો પાવડર ભરીને તેને સિલ કરી દેવામાં આવ્યું.

આવી રીતે તેમને પેહલી વાર ટી બૅગનું નિર્માણ કર્યું અને ટી લિફના નામથી પેટન કરાવ્યું. આ રીત સૌથી સરળ હતી. પરંતુ પર્યાપ્ત વિજ્ઞાપન ના થવાના કારણે તેનો પ્રચાર ના થઇ શક્યો.

વધારે વધવા લાગી થેલીઓની માંગ

1908 માં ચા ના કારોબારી થોમસ સોલ્વન ખૂબ મશહુર હતા. પણ તે સમયે ચા ઓછી હતી પણ ખૂબ મશહુર હતી, તેથી તેમને ચા ના પાંદડાને રેશમથી બનેલાં કપડામાં મૂકીને ગ્રાહકો પાસે મોકલવાનું શરૂ કર્યું તેને સીધુ ગરમ પાણીમાં મુકીને ઉપયોગ કરી શકાતું હતું. આવી રીતે ચા ની થેલીઓની માંગ વધવા લાગી. ચા ની થેલીઓ ખૂબ મોંઘા ભાવે વેચાતી હતી અને તેને એક અલગ કારોબારનું રૂપ ધારણ કર્યું હતું.

1930 માં પેહલી વાર વિલિયમ હોરમનસોનએ કાગળની ટી બૅગ બનાવી, જેનું વેચાણ ઓછું હતું અને તે હલકી પણ હતી તેમને ટી બૅગને પેટન કરીને સલાડા ચા કંપનીને વેચી દીધું.

1944 સુધી ટી બૅગ ચલણમાં આવી ગયું તેનાથી ચાની કિંમત પણ ઓછી થઈ ગઈ. આજે આખી દુનિયા ભારતીય ચાની દીવાની છે. એકલા ભારતમાં જ ચાની 50 થી વધારે જાતો અને દર્જનો રેસિપી છે. ખાસ વાત એ છે કે ભારતીય ચા થી બનેલા પાવડરનો. ઉપયોગ દવાઓમાં પણ થવા લાગ્યો છે. ચા થી હર્બલ કેપસ્યુલ તૈયાર કરવામાં આવી રહી છે, જે શરીરના ઇમ્યુનિટી સિસ્ટમને ઠીક કરવામાં મદદગાર બને છે. તો આગળથી જ્યારે પણ ચાની ચુસ્કી લો તો તેના ઇતિહાસને જરૂરથી યાદ કરજો.

આ પોસ્ટ વિષે તમારો અભિપ્રાય અમને કોમેન્ટ માં જરૂરું જણાવજો:

(A) ખૂબ સરસ (B) સરસ (C) ઠીકઠીક

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો. અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમને આ પોસ્ટ કેવી રીતે ગમે તે અમને કમેંટ બોકસ માં જરૂર જણાવો. અને અમને આશા છે કે તમને આ પોસ્ટ ગમી હશે. આ પોસ્ટ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here