નબળાનુઁ રક્ષણ કરવુઁ, એ રાજ્યનો ધર્મ છે. સબળા તો પોતાનુઁ રક્ષણ કરી શકે છે, પણ જો નબળાનુઁ રક્ષણ રાજ્ય ન કરે તો બીજુઁ કોણ કરે?
“ગરમ લોઢાને ઘાટ આપનાર હથોડો અને તેનો હાથો તો ઠંડો જ હોવો જોઈએ. ગમે તેવી તકલીફમાં સ્વસ્થ રહેવું”
“બધી ઉન્નતીની ચાવી જ સ્ત્રીની ઉન્નતીમાં છે. જીવનનો આ પ્રથમ અધ્યાય પૂરો કરો એટલે બાકીના અધ્યાય સુખદ જ રહેવાના.”
“કેળવણી બે પ્રકારની છે. એક કેળવણી માણસને માણસાઈનું ભાન કરાવે છે. બીજી માણસની માણસાઈ લઈ લે છે.”
“પ્રજાને સાચી સત્તા સોંપવામાં આવે તે જ રામરાજ્ય.”
હુઁ નાતજાતને ભુલી ગયેલો માણસ છુઁ. આખુઁ હિઁદુસ્તાન મારુઁ ગામ છે, અઢારે વરણ મારાઁ ભાઇભાઁડુ છે.
બાળપણમાઁ આપણુઁ ગઁદુઁ આપણી મા સાફ કરતી. એ જ રીતે હરિજનો આપણી માતાનુઁ કામ કરે છે.તમને શરમ નથી કે તમારી સ્ત્રીઓને પરદામાઁ રાખીને તમે પોતે જ અર્ધાઁગવાયુથીપીડાઓ છો? એ સ્ત્રીઓ કોણ છે? તમારી મા,બહેન,પત્ની. તમે એને ગુલામ પશુડી જેવી રાખી છે, એટલે એની ઓલાદ તમે પણ ગુલામ પશુ જેવાઁ રહ્યાઁ છો.
લાયક ઉઁમરનાઁ છોકરા-છોકરીઓ પોતાની ઈચ્છામાઁ આવે ત્યાઁ લગ્ન કરે ત્યાઁ મા- બાપ આડે આવે તે અત્યાચાર ગણાય.
લાઁબો વખત આરામ લઇને એકલુઁ શરીર સાચવ સાચવ કર્યા કરવુઁ, તેના કરતાઁ કામ કરતાઁ કરતાઁ થોડાઁ વરસ વહેલાઁ મરી જવાય તોય શુઁ ખોટુઁ?
“ગટરમાં ગંગાજળના ચાર છાંટા નાખી દેવાથી ગટર થોડી પવિત્ર બને?”
“સત્તામાં જેટલો મોહ અને ભયસ્થાનો છે તેટલા જ સેવાની સત્તામાં છે. પડવાનું જોખમ અને કાંટાળી પથારીમાં સુવાની વેદના પણ ખરી.”
“ગામડાંઓને ટકાવી, સમૃદ્ધ બનાવીને જ ભારતનો વિકાસ થઈ શકશે. ખેડૂત સુખી તો જ દેશ સુખી હોઈ શકે.”
“તિજોરીમાંથી પેસી જશો તો પણ મરણથી છૂટાકારો નહીં મળે”
“હું ગાંધીજીની જમાતમાં ભળ્યો ત્યારે મેં થોડા ઈંધણ લાકડાં ભેગા કર્યા હતા અને એ સળગાવીને કૌટુંબિક લાભો, મારી કારકિર્દી, મારો દરજ્જો બધુ જ તેમાં સ્વાહા કરી દીધું હતું.”(એક કોંગ્રીસી કાર્યકર્તાની તકલીફો સાંભળીને)
“હિન્દુસ્તાનમાં હિન્દુનું નહીં, મુસલમાનનું પણ નહીં પણ હિન્દુસ્તાનીઓનું રાજ ચાલવું જોઈએ”
“મારી તો સ્વર્ગવાસ જેવી સ્થિતિ હતી…ખાવાપીવાની તો ખાસ આદત રાખેલી હતી જ નહીં, એટલે એ મુશ્કેલી ન હતી. ભોંય પર કામળી પાથરી સૂવામાં એક દિવસ કઠણ લાગ્યું. પછી તો કંઈ જ મુશ્કેલી ન લાગી. તાપને લીધે બહાર સૂવાની અને રાત્રે બત્તીની માગણી કરતાં ના પાડવામાં આવી. લખાણ કરવા કહ્યું તો તે મેં ના પાડી. કોઈ જાતની ખાસ મહેરબાની જોઈતી જ નથી…”
“એમના ચહેરા પર એ જ હંમેશાના ક્ષમાભાવ હતા. ક્યાંય ગુસ્સો ન હતો, નફરત ન હતી. એ જ પ્રેમ અને ક્ષમા હતા ચહેરા પર, જે આપણે જીવનભર જોયા છે.” (ગાંધીજીના મૃતદેહ અંગે)
“કમર તૂટી જાય એટલો બોજ પડ્યો છે. પણ આ ક્ષણે રડી પડવાથી નહીં ચાલે…આપણે માટે શરમની વાત છે કે વિશ્વના સૌથી મહાન પુરુષને એની જિંદગી આપી દેવી પડી છે એ માટે જે આપણે કર્યા છે. એ જીવતા હતા ત્યારે આપણે એમનું અનુસરણ કર્યુ નહીં, હવે એ અવસાન પામ્યા છે ત્યારે તો આપણે એમનુ અનુસરણ કરીએ…”(1948માં ગાંધીજીની હત્યા બાદ રેડિયો પર)
“કેટલાક કહે છે કે સરદાર મૂડીવાદીઓના હાથમાં છે. હું કોઈના હાથમાં નથી, કોઈ મને એના હાથમાં રાખી શકે નહીં. જે દિવસે મને લાગશે કે હું મૂડીવાદીઓ વિના ચલાવી શકું છું, હું એક સેકન્ડ પણ નહીં અચકાઉં… ઘણા કહે છે કે મારી પાસે બહુ પૈસા છે. જે લોકો એમ સમજે છે કે આવી વાતોથી મને ચલિત કરી શકાશે એમના ભાગ્યમાં માત્ર નિરાશા છે. વર્ષો પહેલા મેં મારી સંપતિ છોડી દીધી છે. જો કોઈ એમ કહે કે મારી પાસે સંપત્તિ છે તો હું એ એના નામ પર કરી દેવા તૈયાર છું. જો આપણી પાસે મૂડી હોય તો આપણે પણ મૂડીવાદી થવામાં વાંધો ન લઈએ. આપણી પાસે નથી માટે આપણે આક્રોશ કરીએ છીએ.” (ઓક્ટોબર 3, 1950ના દિવસે એક જાહેર પ્રવચનમાં)
‘હું કોઈના હાથમાં નથી, કોઈ મને એના હાથમાં રાખી શકે નહીં’
“આંખમાં ખુમારી આવવા દો, ને ન્યાયને ખાતર, ને અન્યાયની સામે લડતા શીખો”
“હિઁદુસ્તાનનુઁ દુ:ખ આગેવાનના અભાવનુઁ નથી, આગેવાનો અનેક થઇ પડ્યાનુઁ છે, સિપાઇગીરીના અભાવનુઁ છે.”
“લાંબો વખત આરામ લઈ એકલું શરીર જ સાચવ સાચવ કર્યા કરવું એના કરતાં કામ કરતાં કરતાં થોડાં વર્ષ વહેલા મરી જવાય તો શું થયું?”
“તમે ડરી ડરીને સુંવાળા થઈ ગયા છો. તમને તકરાર-ટંટો આવડતા નથી, એ ગુણ છે. તેથી અન્યાયની સામે થવાની ચીડ પણ આપણામાં ન રહે એવા સુંવાળા ન થઈ જવું જોઈએ. તમારી શાકાહારી જ તમને નડી છે. માટે આંખમાં ખુમારી આવવા દો, ને ન્યાયને ખાતર, ને અન્યાયની સામે લડતા શીખો.”
“મારો અહીં હોવાનો શું અર્થ છે? ગાંધીજી તો મારી વાત પણ સાંભળવા તૈયાર નથી. દુનિયાભરમાં હિંદુઓનું નામ વગોવવા બેઠા લાગે છે….” (જાન્યુઆરી 12, 1948ના દિવસે… જ્યારે ગાંધીજી પાકિસ્તાનના પૈસા માટે ઉપવાસ પર બેઠેલા)
“મારો અહીં હોવાનો શું અર્થ છે? ગાંધીજી તો દુનિયાભરમાં હિંદુઓનું નામ વગોવવા બેઠા લાગે છે.”
“જેમને અલગ પ્રતિનિધિત્વ જોઈતુ હોય એમને માટે અહીં કોઈ સ્થાન નથી. જો કોઈ જાતિ એમ સમજતી હોય કે જે દેશમાં એ જીવી રહી છે એ દેશથી જુદું એમનું ભવિષ્ય છે તો એ મોટી ભૂલ છે.”
“લોઢુઁ ગરમ જોઇએ, પણ હથોડાએ તો ઠઁડા જ રહેવુઁ જોઇએ. હથોડો ગરમ થઇ જાય તો પોતાનો જ હાથો બાળે.”
મુસ્લિમોના એક સાચા મિત્ર તરીકે હું કહું છું કે બીજાઓની સાથે તમારે એક જ વહાણમાં પ્રવાસ કરવાનો છે, બીજાઓની સાથે જ તરવાનું કે ડૂબવાનું છે. તમે એક જ ઘોડો નક્કી કરો, જે તમને સારો લાગેએ…હિન્દુસ્તાન કે પાકિસ્તાન…! મિત્રો બનાવો. હવામાનને બદલો. તો તમને તમારા ક્વોટા કરતાં ઘણું વધારે મળશે. જો તમે બીજાઓની જેમ જ દેશને માટે ફિલ કરશો તો….
આપણે જે બોલીએ, તેમાઁ બળ હોવુઁ જોઇએ. ખાલી નિઁદા કરવાથી કાઁઇ વળે નહીઁ. કેવળ નિઁદાથી હાર્યો હોય એવા દુશ્મનનો એક્કે દાખલો જગતમાઁ નથી. નિઁદાથી તો સામાવાળો નફફ્ટ થાય.
જે ખેડુત મુશળધાર વરસાદમાઁ કામ કરે, ટાઢ-તડકા વેઠે, મારકણા બળદ સાથે કામ લે, તેને ડર કોનો?
“(હિન્દુઓને) ભૂતકાળને ભુલી જાઓ, કારણ કે એ જ મર્દનો ગુણ છે.”
વિરુધ્ધ વિચારનો પક્ષ જેમ નાનો હોય, તેમ તે પક્ષને વધારે વિનયથી સાઁભળવાની જરુર છે.
ઘણા માને છે કે મેઁ જે કર્યુઁ તે મહાત્માજીથી ન થાત, પણ મારામાઁમહાત્માજીનો એક હજારમો અઁશ પણ હોત, તો મેઁ જે કઁઇ કર્યુ છે તેનાથી દશ ગણુઁ કરી દેખાડત.