જો હિમોગ્લીબીન ની ખામી દેખાય તો ફટાફટ કરો આ ઉપાય, શરીર માં ઝડપથી વધવા લાગશે હિમોગ્લીબીન, મોંઘી મોંઘી દવા લેવાની જરૂર જ નથી

ઘણી વખત થોડું કામ કરવા થી પણ શરીરમાં કમજોરી આવી જાય છે. માથાનો દુખાવો થાય છે અને ખૂબ જ થાક લાગે છે. ઘણી વખત તો ચક્કર પણ આવે છે. તમને પણ આવું થતું હોય તો એવું કહી શકાય કે શરીરમાં હિમોગ્લોબીન ખામી છે. કે લોહીની કમી છે. ખાસ કરીને મહિલાઓમાં લોહીના ટકા ઘટી જવાની ફરિયાદ વધારે આવતી હોય છે. આ સમસ્યા શરીરમાં કોઈ પણ બીમારી થવાના કારણે પણ ઉત્પન્ન થાય છે. ઘણી વખત બજારુ ખાણીપીણીને કારણે પણ લોહીના ટકા ઘટી જાય છે. અથવા અનિયમિત ભોજન કરવાથી પણ આ સમસ્યા થાય છે.

શરીરમાં હિમોગ્લોબીન ઓક્સિજન પહોંચાડવાનું કામ કરે છે. જો હિમોગ્લીબોન ની ખામી સર્જાય તો ઓક્સિજન પણ નિયમિત મળતું નથી. શરીરને સ્વસ્થ રાખવા માટે હિમોગ્લોબીન ખૂબ જ જરૂરી છે. આજે અમે તમને જણાવીશું કે હિમોગ્લોબીનની ખામીને દૂર કરવા માટેના કેટલાક ઘરેલુ ઉપચાર વિશે.

હિમોગ્લોબીનની ખામીને દૂર કરવા માટે બીટ, દાડમ, ખજૂર, કેળા, લીલા શાકભાજી, અંજીર વગેરેનો વધારે પડતો ઉપયોગ કરવો જોઈએ. રોજ સવારે દાડમ નુ જ્યુસમાં તજનો પાવડર અને મધ નાખીને પીવાથી હિમોગ્લોબીન ની ખામી દૂર થાય છે. આ ઉપરાંત ખજૂર ખાવાથી પણ ખૂબ જ ફાયદો થાય છે. ખજૂરમાં વિટામીન સી અને આયરન ખૂબ જ વધારે પણ હોય છે. તે માટે રોજ સવારે બેથી ત્રણ પેશી ખજૂર ની દૂધમાં પલાળીને પીવાથી ખૂબ જ ફાયદો થાય છે.

બીટને હીમોગ્લોબિનનું શ્રેષ્ઠ સ્ત્રોત માનવામાં આવે છે. તેનું સેવન કરવાથી હિમોગ્લીબીનની કમી દૂર થાય છે. બીટનું સેવન માત્ર દસ દિવસ કરવાથી જ લોહી ના ટકા વધી જાય છે. ઘણા બધા ડોક્ટર હિમોગ્લોબીન ખામી દૂર કરવા માટે બીટનું સેવન કરવાનું કહેતા હોય છે. બીટને ઉપયોગ રોજ બપોરે ભોજન કર્યા બાદ તેના પાંદડા સહિત જ્યુસ બનાવી તેમાં અડધું લીંબુ નીચોવી નાખી પીવાથી ખૂબ જ ફાયદો થાય છે.

એનિમિયાની બીમારી દૂર કરવા માટે પાલખ એક રામબાણ ઈલાજ છે. કારણ કે, પાલકમાં વિટામિન એ, વિટામિન સી, વિટામિન ઈ, આયરન, ફાયબર અને કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે. પાલકમાં ૨૦ ટકા સુધી આયરન હોય છે. જેને ખાવાથી લોહીની કમી દૂર થાય છે. લોહી વધારવા માટે ટમેટા પણ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. ઝડપથી લોહી વધારવા માગતા હોય તો રોજ બેથી ત્રણ ટમેટા નું જ્યુસ કે સૂપ પી શકો છો. આ ઉપરાંત શરીરમાં લોહીની ઊણપને દૂર કરવા માટે રોજ એક ગ્લાસ સફરજનનો જ્યુસ માં થોડો બીટનો રસ અને મધ મેળવીને પીવાથી પણ ખુબ જ ફાયદો થાય છે.

ગોળ પણ હિમોગ્લોબીન વધારવા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. આ ઉપરાંત કાળા તલ પણ એનિમિયા નો ઉપચાર માટે ખૂબ જ ફાયદારૂપ છે, તે માટે બે ચમચી કાળા તલને પાણીમાં બેથી ત્રણ કલાક પલાળીને તેને પીસી તેમાં દૂધમાં નાખીને પીવાથી હીમોગ્લોબીન વધી જાય છે. આ ઉપરાંત ગાજરમાં પણ ભરપૂર પ્રમાણમાં વિટામિન સી હોય છે. જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.

રોજ સવારે બીટ, ગાજર, લીંબુનો રસ, આદું અને દૂધીનો જ્યૂસ પીવાથી પણ હીમોગ્લોબીન વધી જાય છે. આ ઉપરાંત પાકી ગયેલું જામફળ ખાવાથી પણ હિમોગ્લોબીન ખામી દૂર થાય છે. આ ઉપરાંત જામફળનો જ્યુસ પણ પીવાથી લોહીની કમી દૂર થાય છે. લોહીની કમી દૂર કરવા માટે સૂકી દ્રાક્ષનું સેવન કરવું જોઈએ સૂકી દ્રાક્ષમાં કેલ્શિયમ, પ્રોટીન, ફાઇબર ભરપૂર પ્રમાણમાં હોય છે. જે લોકોને લોહીની કમી હોય તે લોકોએ કોફી અને ગ્રીન ટી, ચાનું સેવન ન કરવું જોઈએ. જો સેવન કરવામાં આવે તો વધારે લોહીની કમી થઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here