ગુજરાતમાં અપાયું એલર્ટ – અમુક જગ્યાએ સુરક્ષા પણ વધારવામાં આવી જાણો ક્યાં

ગુજરાતમાં પણ આ ઠેકાણાઓને કરાવી દેવાયા અલર્ટ ગાંધીનગરમાં પણ હિલચાલ.

ભારતના વાયુસેનાએ POK માં આતંકીઓના આકાઓ ઉપર જે રીતે બોમ્બ વર્ષા કરી તેમાં 350 જેટલા આતંકવાદીઓનો ખાતમો બોલી ગયો છે. પાકિસ્તાન સામે લેવામાં આવેલા પગલા બાદ ગુજરાતમાં પણ હાઈએલર્ટ આપવામાં આવ્યુ છે.

પોરબંદરમાં નેવી કોસ્ટગાર્ડ અને મરીન પોલીસ સર્તક

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનને તેની જ ભાષામાં ભારતે જવાબ આપ્યો છે. સોમવારની મોડી રાત્રીના આતંકવાદીના અડાઓ ઉપર વાયુસેના મોત બનીને ત્રાટકી હતી અને બોમ્બ વર્ષા કરી અને આતંકવાદીઓનો ખાતમો બોલાવ્યો હતો.

આ ઘટના બાદ ગુજરાતમાં હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યુ છે. નેવી કોસ્ટગાર્ડ અને મરીન પોલીસ સર્તક બની ગઈ છે. દરીયામાં થતી તમામ ગતિવિધીઓ ઉપર બાજ નજર રાખવામાં આવી રહી છે. પોરબંદરમાં પણ સુરક્ષાને લઈને તમામ પગલા લેવામાં આવ્યા છે.

દ્વારકા આંતરરાષ્ટ્રીય જળસીમા પર ચાંપતો બંદોબસ્ત

પાકિસ્તાન પર ભારત દ્વારા કરવામાં આવેલી એર સ્ટ્રાઈક-2 બાદ દ્વારકાધીશ જગતમંદિરમાં સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે અને દ્વારકાધીશ મંદિરમાં આવતા દર્શનાર્થી તેમજ દ્વારકા આવતા તમામ વાહનો અંગે ચેકપોસ્ટ પર સધન ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ છે.

દ્વારકા આંતરરાષ્ટ્રીય જળસીમાથી સંકળાયેલ અને અત્યંત સંવેદનશીલ જિલ્લો છે અને પાકિસ્તાન જળસીમાથી નજીક છે. દ્વારકા જગતમંદીરની સુરક્ષામાં ખાસ વધારો કરવામાં આવ્યો છે. સમગ્ર ગુજરાતમા સુરક્ષા વધુ સઘન કરવામા આવી છે.

જેમાં 40 એસ.આર.પી, 40 હોમગાર્ડ, 20 મહિલા અને પુરૂષ પોલીસ જવાન સહિત 100 જેટલો જવાનોના સ્ટાફને ખડેપગે રાખી સુરક્ષા વધારી દેવામાં આવી છે. દ્વારકાધીશની નગરીમાં કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલીંગ પણ હાથ ધરવામાં આવ્યું છે. બેટ દ્વારકા, ઓખા સહીત બંદરો અને દરિયા કિનારે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

ભાવનગરના દરિયા કિનારે ચુસ્ત બંદોબસ્ત

એલર્ટને લઈને ભાવનગરના દરિયા કિનારે પણ સુરક્ષા વધારી દેવાઈ છે. દરિયા કિનારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ઉલ્લેખનીય છે કે, ભાવનગરમાં ઘોઘા બંદર, અલંગ શીપ યાર્ડ અને સરતાનપર બંદર મુખ્ય છે.

તો નવાબંદરે એશિયાનો એક માત્ર લોકગેટ આવેલો છે. જ્યાં ઓટ સમયે પણ પાણીનો સંગ્રહ શકે છે. જ્યાં જહાજો આરામથી આવી શકે છે. જેને લઈને લોકગેટમાં પણ સુરક્ષા સઘન કરાઈ છે. આ તરફ ઘોઘાના દરિયામાં પોલીસે બોટ દ્વારા ચેકિંગ હાથ ધર્યું છે.

વલસાડના દરિયાકાંઠે એલર્ટ

ભારતીય વાયુ સેનાની એર સ્ટ્રાઈક બાદ દેશભરમાં એલર્ટ છે. ત્યારે વલસાડ જિલ્લાના 70 કિલોમીટર દરિયાકિનારે પણ સઘન પેટ્રોલિંગ હાથ ધરાયું. સમગ્ર દરિયા કિનારા વિસ્તારમાં SOG અને સ્થાનિક પોલીસે પેટ્રોલિંગ વધાર્યું છે.

આ સાથે જ પોલીસે સ્થાનિક માછીમારો સાથે પણ મુલાકાત કરી અને કોઈ પણ શંકાસ્પદ ગતિવિધિ જોવા મળે તો તાત્કાલિક જાણ કરવા સૂચના આપી. તો બીજી તરફ માછીમારોએ પણ દેશની સુરક્ષામાં યોગદાન આપવાની ખાતરી આપી હતી.

અમદાવાદ-ગાંધીનગરમાં એલર્ટ

ભારતીય વાયુસેના દ્વારા કરાયેલી એર સ્ટ્રાઇક બાદ સમગ્ર ગુજરાતમાં હાઇ એલર્ટ કરાયુ છે. ત્યારે હાઈએલર્ટને લઈને અમદાવાદમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ છે. અમદાવાદના સેટેલાઈટ પોલીસ દ્વારા SG હાઈવે પર આવેલ ઈસ્કોન મોલ અને બીજા અન્ય મોલમાં ચેકિંગ હાથ ધરાયુ છે.

તેમજ મોલમાં આવનાર ગ્રાહકો ઉપરાંત પાર્કિંગમાં જનાર વાહનોને સઘન ચેક કરવામા આવી રહ્યા છે અને મોલના માલિકો તેમજ સિક્યુરીટીવાળાને શંકાસ્પદ વ્યક્તિ કે સામાન દેખાય તો 100 નંબર પર તરત ફોન કરવાની સુચના આપવામાં આવી છે. મહત્વનું છે કે જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ વાયુ સેના દ્વારા એલઓસી પર એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી.

દેશના 8 જેટલા એરપોર્ટને તાબડતોબ કરાય હતા બંધ

આજે સવારથી જ ભારત-પાક વચ્ચે ગરમાગરમીનો માહોલ જામ્યો છે ત્યારે તાત્કાલિક અસરથી દેશના 8 જેટલા એરપોર્ટને ખાલી કરવાના આદેશ આપવામાં આવ્યા હતા. જો કે થોડા સમયગાળા બાદ તમામ એરપોર્ટને રાબેતા મુજબ કરવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here