આ રીતે બનાવીને ખાઓ ઓટ્સ, ઝડપથી વજન ઉતરવા લાગશે 

આ રીતે બનાવીને ખાઓ ઓટ્સ, ઝડપથી વજન ઉતરવા લાગશે

સ્થૂળતાના કારણે આજે દરેક કોઈ પરેશાન છે. ખરાબ લાઈફસ્ટાઈલ અને જંકફૂડના કારણે મોટી ઉંમરના લોકો તો ઠીક પરંતુ બાળકોમાં પણ મોટાપો જોવા મળે છે. વજન ઓછું કરવા માટે ઓટ્સ એકદમ પરફેક્ટ ઓપ્શન છે. ઓટ્સ ફાઈબરથી ભરપૂર હોય છે, જેમાં ઘણા પોષક તત્વો હોય છે. ઓટ્સ ખાવાથી લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે, જેના કારણે ભૂખ ઓછી લાગે છે.

પલાળેલા ઓટ્સ ખાઓ, પછી જુઓ

પરંતુ શું તમે જાણો છે કે ઓટ્સને આખી રાત પલાળીને ખાવાથી ઝડપથી વજન ઓછું થવા લાગે છે. ગેસ પર બનાવીને ખાવા કરતાં આખી રાત પલાળેલા ઓટ્સ ખાવામાં આવે તો તે ન્યૂટ્રિએન્ટ્સથી ભરપૂર હોય છે અને ઝડપથી વજન ઓછું કરે છે. વજન ઓછું કરવા માટે પલાળેલા ઓટ્સ કેવી રીતે મદદગાર સાબિત થાય છે, જાણી લો.

ઝડપથી વજન ઘટાડે પલાળેલા ઓટ્સ

રાતભર પલાળેલા ઓટ્સ સવારે નાસ્તામાં ખાવાથી તે એકદમ મુલાયમ થઈ જાય છે. જે સરળતાથી પચી જાય છે જે સરળતાથી પચી જાય છે સાથે જ પૌષ્ટિક હોય છે લાંબા સમય સુધી ઓટ્સ પલળવાના કારણે તેમાં દૂઘ અને દહીં જેવું પોષણ મળે છે.

ઓટ્સ ખાવાથી આવા ફાયદા પણ થાય છે

પલાળેલા ઓટ્સ ખાવાથી આંતરડાની ગંદકી સાફ થાય છે. આવા ઓટ્સ ખાવાથી ચરબી પણ ઝડપથી ઓળગી જાય છે. સાથે જ તેમાં સ્ટાર્ચનું પ્રમાણ ઓછું હોય છે, જેનાથી શરીરમાં ઈન્સુલિનની માત્રા બરાબર બની રહે છે.

વજન ઓછું કરવાના ચક્કરમાં ઘણા લોકો દરરોજ સવારે નાસ્તામાં દૂધ સાથે ઓટ્સ ખાઇને કંટાળી જતા જ જતા હોય છે અને પછી થોડા દિવસ પછી કંટાળીને લોકો છોડી દે છે અને પછી અનહેલ્ધી અને ચટપટું ખાવાનું શરૂ કરી દે છે અને આગળના બધા ડાયટ પર પાણી ફરી વળે છે. એટલે જ આજે અમે તમારા માટે લાવ્યા છીએ ઓટ્સની 6 યમ્મી અને ટેસ્ટી વાનગીઓની રેસિપિ, જે તમારા ડાયટ પ્લાનને જાળવી પણ રાખશે અને પેટ પર જામેલી ચરબી પણ ઓગાળશે. ઓટ્સની આ વાનગીઓમાં ફાઇબર અને પૌષ્ટિકતા ભરપૂર હોય છે, જે તમને વજન ઓછું કરવામાં મદદ પણ કરશે.

ઓટ્સ ઇડલી

સામગ્રી

  • 1/4 કપ ઓટ્સ
  • 1 કપ અડદની દાળ
  • 2 ટેબલસ્પૂન દહીં
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • 1 ટીસ્પૂન આદું
  • 1 ટીસ્પૂન લીલાં મરચાંની પેસ્ટ
  • 2 ટીસ્પૂન તેલ
  • 1 1/2 કપ પાણી

રીત

સૌથી પહેલાં ઓટ્સ અને અડદની દાળને મિક્સ કરી મિક્સરમાં તેનો ઝીણો લોટ દળી લો. હવે આ લોટમાં પાણી, દહીં, મીઠું અને લીલાં મરચાં મિક્સ કરી ખીરું બનાવી લો.

આ ખીરાને 1 કલાક સુધી પલળવા દો, જેથી તેમાં આથો આવી જાય. એક કલાક બાદ ઈડલી મૂકવાના વાસણમાં સહેજ તેલ લગાવી ઈડલીનું ખીરું મૂકો. પછી તેને ઢાંકીને 10 મિનિટ માટે પાણીથી ભરેલા વાસણમાં મૂકી બફાવા દો. ઈડલી સરખી રીતે બફાઈ જાય એટલે તેને સહેજ ઠંડી થયા બાદ ચમચીની મદદથી કાઢી લો. ઓટ્સ ઈડલીને લીલી ચટણી અને નારિયેળની ચટણી સાથે ગરમ ગરમ સર્વ કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here