આ રોગોનો રામબાણ ઇલાજ છે માટી, ચપટીમાં મળશે રાહત

કુદરતી દવા, નેચુરોપૈથી એક ચિકિત્સા દર્શન છે, તેના અંતર્ગત બીમારી તેમજ સ્વાસ્થ્ય લાભનો આધાર છે. બીમારીથી લડવાની શરીરની સ્વાભાવિક શક્તિ. પ્રાકૃતિક દવા અંતર્ગત કેટલીક પદ્ધતિ છે જેમ કે, જળ થેરાપી, હોમિયોપેથી, એક્યુપંક્ચર, એક્યુપ્રેશર સહિતની થેરાપી છે. જેમા માટી પૃથ્વી તત્વની પ્રધાનતા છે જે શરીરના વિકારો વિજાતીય પદાર્થોને બહાર નીકાળે છે. તે જીવાણું નાશક છે. જેને આપણે એક મહાન ઔષધિ કહી શકીએ છીએ. તેનો પ્રયોગ પેટ વિકાર, ડાયાબિટીસ, હાઇ બ્લડ પ્રેશર, સહિતની બીમારીમાં કરવામાં આવે છે. પીડિત અંગો અનુસાર અલગ-અલગ માટીની પટ્ટી બનાવવામાં આવે છે.

નેચુરોપૈથીમાં બીમારીને સારી કરવાની સાથે જ તેને શરીરમાંથી ખતમ કરવા પર ધ્યાન આપવામાં આવે છે આ પદ્ધતિમાં પૂર્ણ રીતે પ્રકૃતિમાં મળનારી વસ્તુઓનો ઉપયોગ કરીને અલગ-અલગ રોગોનો ઉપચાર કરવામાં આવે છે. એવા જ એક ઉપાયની રીત છે મડ થેરાપી, જે ઘણા રોગ માટે રામબાણ ઇલાજ છે.

માટી પ્રકૃતિના પાંચ મુખ્ય તત્વોમાંથી એક છે. જેના ઉપયોગથી સ્વાસ્થ્યને સુધારવા અને બીમારીને સારી કરવામાં મદદ મળે છે. મડ થેરાપી માટે જમીનમાં 3-4 ફૂટ ઉંડી મળનારી માટીનો ઉપયોગ કરવામાં આવે છે. તેનો ઉપયોગ કરતા પહેલા તેને યોગ્ય રીતે સાફ કરવામાં આવે છે. જેથી તેમા કોઇ પથ્થર કે અન્ય પ્રકારની અશુદ્ધિ રહી ન જાય.

મડ થેરાપીના ફાયદા અને ઉપયોગ

માટીથી કરવામાં આવતી થેરાપીના ઘણા ફાયદા છે. જેની મદદથી બોડી હીટ, માથાનો દુખાવો, અપચો, હાઇ બ્લડપ્રેશર જેવી બીમારીઓ સારી કરી શકાય છે. જો તમને માથામાં દુખાવો થઇ રહ્યો છે તો પાણીની સાથે માટી મિક્સ કરીને માથા પર લગાવો. તેનાથી આશરે અડધો કલાક સુધી લગાવી રાખો. તેનાથી માથામાં થતા દુખાવાથી તરત જ રાહત મળી શકે છે.

અપચો કે કબજિયાતની પરેશાની છે તો માટીના પેકને પેટ પર લગાવો. તેને 20-30 મિનિટ સુધી લગાવીને રહેવા દો. તેના સતત ઉપયોગથી તમારી પેટ સંબંધિત સમસ્યા દૂર થઇ જશે. કહેવામાં આવે છે કે મહાત્મા ગાંધી પણ પેટને સારુ રાખવામા માટે મડ થેરાપીનો સહારો લેતા હતા.

ઘણા લોકોને બોડી હીટની સમસ્યા હોય છે. આ સ્થિતિમાં તે લોકોને હાથમાં કે શરીરમાં બળતરાનો અનુભવ થાય છે. આ સમસ્યાને દૂર કરવા માટે બેસ્ટ રીત મડ થેરાપી છે. માટી બોડી હીટને એબ્જોર્બ કરે છે. તેનાથી વ્યક્તિને તરત રાહતનો અનુભવ થાય છે.

માટી શરીરના ટોક્સિસને એબ્સોર્બ કરે છે. તેનાથી ત્વચાથી સંબંધિત રોગ દૂર થાય છે. લાંબા સમયથી ચાલતી આવેલી ત્વચાની સમસ્યા પણ મડ થેરાપી દ્વારા દૂર કરી શકાય છે.

જુદી જુદી જાતની માટીનો ઉપયોગ

કાળી માટી

આ માટી ચીકણી અને કાળી હોય છે. તેના લેપથી ઠંડક મળે છે. સાથે જ તે ઝેરની અસરને પણ દુર કરે છે. તે સોજો મટાડી તકલીફ દુર કરે છે. બળતરા થવી, ઘા થવો, ઝેરીલા ફોડકા તથા ચામડીના રોગ જેમ કે ખંજવાળમાં કાળી માટી નો ખાસ કરીને ઉપયોગ થાય છે. લોહીને ખરાબ થવું અને તેમાં ઝેરીલા પદાર્થોનું જામી જવા ને પણ આ માટી ઓછું કરે છે. પેશાબ રોકીને જો પેડુની ઉપર (પેટની નીચે) કાળી માટીનો લેપ કરવામાં આવે છે પેશાબ નો અટકાવ દુર થાય છે અને તે ખુલાશાબંધ આવે છે. મધમાખી, કાનખજૂરો, મકોડા, બરો અને વિછી દ્વારા ડંખ મારવામાં આવે તો તે જગ્યા ઉપર તરત કાળી માટીનો લેપ લગાવવો જોઈએ એનાથી તરત લાભ મળે છે.

પીળી અને લાલ માટી

તળાવો તથા નદીઓના કિનારે મળી આવતી કાળી માટી જેવી જ લાભદાયક હોય છે. સફેદ માટીથી થતા લાભ પણ પીળી માટી જેવા જ હોય છે. લાલ માટી તળાવો ઉપર મળે છે. તેના લાભ સફેદ માટી કરતા થોડા ઓછા હોય છે.

શુદ્ધ માટી

આ માટીનો ઉપયોગથી શરીરની પુરેપૂરી સફાઈ થઇ જાય છે જો હાડકા ભાંગે કે તૂટી ગયા હોય તો આ માટીનો લેપથી ખુબ લાભ થય છે. સાંધાના દર્દમાં આ માટીના લેપથી વિશેષ લાભ મળે છે.

ગેરુ માટી

લાલ રંગની આ માટીનો ઉપયોગ માટી ખાનાર બાળકોને માટીની ખરાબ અસરથી બચાવવા માટે કરવામાં આવે છે. ગેરુ ને ઘી માં તળીને મધ ભેળવીને આપવાથી બાળકોનું સ્વાસ્થ્ય માં સુધારો થાય છે તે જેનું સ્વાસ્થ્ય માટી ખાવાને લીધે ખરાબ થઇ ગયું હોય તેને અપાય છે.

ગોપી ચંદન

સફેદ રંગની માટીનો લેપ માથા ઉપર લગાવવાથી ગરમી દુર થાય છે. માથું ભમવું કે માથાનો દુઃખાવો જેવી તકલીફના નિવારણ માટે પણ તેનાથી થાય છે. મોઢામાં છાલા પડવા જેવી સ્થિતિ માં, પહેલા તેનો લેપ લગાવવો જોઈએ તથા અડધો કલાક પછી સદા પાણીથી કોગળા કરી લેવા જોઈએ, છાલા દુર થઇ જશે.

મુલતાની માટી

ઉનાળામાં થતી અળઈ નાં ઉપચારમાં મુલતાની માટી ખાસ ઔષધી છે. શરીર ઉપર તેનો પાતળો પાતળો લેપ લીહીની ગરમી ઓછી કરે છે. ઉપચારની જેમ મુલતાની માટીનો ઉપયોગ સુખ અને શરીરની ક્રાંતિ વધારે છે. વધુ તાવમા તાપમાનને ઝડપથી નીચે લાવવા માટે આખા શરીર ઉપર તેનો જાડો જાડો લેપ કરવો જોઈએ.

રેતી

નદી કે દરિયાના કિનારે ની રેતી શરીરમાં બળતરા, ગરમી તથા દાહ ને શાંત કરે છે. માથું તથા મોઢાને છોડીને, આખા શરીર ઉપર રેતી ચડાવીને ક્લાકો સુધી પડ્યા રહેવું, ગભરાટ, શારીરિક તાપ, બળતરા અને દાહને દુર કરવાનો સૌથી સારો ઉપાય છે. અડધી ચીકણી માટી અને અડધી રેતી ભેળવીને બનાવેલ લેપની પટ્ટી ખુબ જ લાભદાયક હોય છે.

ઉપયોગ માં લેતા પહેલા

જમીનમાંથી માટી ખોદીને લેતા પહેલા માટીને થોડા દિવસો માટે ત્યાં(ખોદેલી જગ્યાએ) ઉપર મૂકી રાખવી જોઈએ. જેનાથી ખુલ્લી હવા, આકરો તડકો અને ચંદ્રની સારી અસર માટી ગ્રહણ કરી શકે, સાથે તે સુકાઈ પણ શકે.

ઉપયોગ કરતા પહેલા માટીને જાડા કપડાથી ચાળવી જરૂરી છે જેથી કાંકરા,પત્થર વગેરે નીકળી જાય. માટીને હમેશા તાજા ઠંડા પાણીથી ઘોળવી જોઈએ. અને તે જ કપડામાં વીંટીને પટ્ટીનો ઉપયોગ કરવો જોઈએ. વધેલી માટીને કોઈ માટલામાં સાચવી ને રાખવી જોઈએ.

લેપ તૈયાર કરવા માટે જરૂર મુજબની માટીને સાફ જમીન ઉપર રાખવી જોઈએ. પછી કોઈ લાકડી થી હલાવીને થોડું થોડું પાણી નાખવું જોઈએ. પટ્ટી તૈયાર કરવા માટે માટી ગુંદેલા લોટની સરખામણીમાં થોડી મુલાયમ હોવી જોઈએ. સવારે લેપ બનાવતી વખતે પાણીનું પ્રમાણ, માટીના પ્રમાણ કરતા અડધું હોય છે.

પટ્ટી તૈયાર કરવા માટે જરૂર મુજબ સાફ કપડું લઈને તેની ઉપર માટી ફેલાવવી જોઈએ. માટીની પાથરવાની જાડાઈ અડધો ઇંચ જરૂર હોવી જોઈએ. તૈયાર થાય એટલે પટ્ટીને સાચવીને ઉપાડીને અસર વાળા અંગ ઉપર લગાવવી જોઈએ.

મુત્તિકા ચિકિત્સા માટે ની સાવચેતી

પટ્ટી લગાવટી વખતે થોડી વાતો ધ્યાનમાં રાખવી જરૂરી છે જેમ કે જો પટ્ટી પેડુ કે પેટ ઉપર બાંધવાની છે તો રોગી નું ખાલી પેટ હોવું ખુબ જરૂરી છે. જો રોગી ભૂખ્યો ન રહી શકે એમ હોય તો પટ્ટીનો ઉપયોગ કરતા ત્રણ કલાક પહેલા જ ખાઈ પી લેવું જોઈએ.

માટીની પટ્ટી જ્યાં લગાવવામાં આવે છે, ફક્ત ત્યાં જ અસર નથી કરતી પણ આખા શરીર ઉપર અસર કરે છે, તે શરીરમાંથી ઝેરીલા તાપ ખેચીને શરીરમાંથી બહાર કાઢી નાખે છે.

પ્રથમ માટીની પટ્ટી ગરમીમાં ગરમીની અસરથી દુર કરે છે. ખુબ જ તાવને તરત કાબુ માં લેવા માટે આ પટ્ટીથી તરત આરામ મળે છે. ઘા માંથી નીકળતું લોહી અને ફોડકા ખીલ ની બળતરા શાંત કરવા માટે પણ આ પટ્ટી નો ઉપયોગ કરવામાં આવે છે.

પ્રયોગ કરતી વખતે ઠંડી પટ્ટી જેવી ગરમ થઇ જાય , તેને દુર કરીને બીજી પટ્ટી રાખવી જોઈએ. આકરા તાવના રોગીને બેચેની દુર કરવા માટે ભીની પટ્ટી ને પેટ ઉપર બાંધવી જોઈએ જેને જલ્દી જલ્દી બદલતી રહેવી જોઈએ, એક અગત્યની વાત એ છે કે મેલેરીયાના તાવ પહેલા જો રોગીને કંપારી છૂટી રહી હોય તો ઠંડી પટ્ટીનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ.

માટીની ગરમ પટ્ટીનો ઉપયોગ

જો માટીનો લેપ તેને ગરમ પાણીમાં ઉકાળીને બનાવવામાં આવે તો તેના જુદા જુદા લાભ થાય છે. આવા લેપથી તૈયાર કરેલી પટ્ટી માટીની ગરમ પટ્ટી કહેવાય છે. પટ્ટી સહન થાય તેટલી જ ગરમ પટ્ટી હોવી જોઈએ વધુ નહી, આ પટ્ટી ઉપર ગરમ કપડું કે ફ્લાનેન વીંટવું ખુબ જરૂરી છે.

ગરમ પટ્ટી આમાશય, નાનું આતરડું, મોટું આંતરડું વગેરે ની દીવાલો સાથે ચોટેલા મળ ને બહાર કાઢવામાં મદદ કરે છે. એટલા માટે તેને પેડુ ઉપર (નાભિથી મૂત્રાશય ની વચ્ચેનો ભાગ) સહન કરાય એટલું ગરમ બાંધવામાં આવે છે,

પેટના રોગો જેવા કે પેચીશ, મરડો દર્દ, એથન તથા અતિસાર થવાથી પણ પેડુ ઉપર આ પટ્ટી બાંધવાથી લાભ મળે છે. ગઠીયામાં પણ આ પટ્ટી ખુબ ઉપયોગી છે.

માસિક ધર્મ પહેલા થતી પીડામાં પણ આ પટ્ટીને પેડુ ઉપર બાંધવાથી દુઃખાવો દુર થાય છે. ગર્ભાશય ને લગતી બધી જ તકલીફોના નિવારણ પણ આ પટ્ટી ની મદદથી કરી શકાય છે. પરંતુ ગર્ભવતી સ્ત્રીઓ માટે આ પ્રયોગ ક્યારેય નાં કરવો જોઈએ.

માટીની માલીશ

ત્વચા સબંધી રોગો ના નિવારણ માટે માટીની સંપૂર્ણ માલીશ પણ ખુબ ઉપયોગી હોય છે. તેના માટે કપડાથી ચાળેલી માટીનો આખા શરીર ઉપર લેપ કરીને માત્ર દસ મિનીટ તડકામાં બેસવાથી ત્વચા સ્વસ્થ, મુલાયમ અને ચમકદાર બની જાય છે. રોમ પૂરી રીતે ખુલી જાય છે. ફોડકા તથા ખીલ નથી થતા. આ પ્રકારની માલિશથી મસ્તિક સબંધી રોગોનો ભય દુર થઇ જાય છે. ધરતીમાં અનેક ઔષધીય ગુણો હોય છે, માટીમાં પણ તે પ્રકારના ગુણ હોય છે. કમરનો દુઃખાવો, માથાનો દુઃખાવો, સોજો તથા ત્વચા સબંધી રોગો માટે કીચડની માલીશ પણ લાભદાયક છે. તેના માટે કીચડ ભરેલ નાનો ખાડા માં રોગીને એવી રીતે ઉભો કરવામાં આવે કે તેના ખભાના ઉપરના ભાગ એટલે કે ગળા , મોઢું અને માથું કીચડ ની ઉપર રહે. કીચડમાં ઉભા રહેવાનો સમય કેટલો રાખવો તે દર્દીના શરીર ઉપર આધાર રાખે છે. જો રોગીનું શરીર નબળું છે તો તેને માત્ર પાંચ દસ મિનીટ, તેની વિપરીત બળવાન શરીર વાળા રોગીઓને ત્રીસ મિનીટ સુધી કીચડમાં ઉભા રાખી શકાય છે.

સુંદર કુદરતી શેમ્પુ

શેમ્પુ અને સાબુથી સ્નાન કરવાની પ્રથા ફેશનના આ સમયમાં વધી છે. આમતો માટીના ઉપયોગ સાબુની અપેક્ષાએ હજાર ગણું સારું છે.સાબુમાં રહેલા કોસ્ટિક સોડા ત્વચા માં સુકાપણું ઉત્પન કરે છે જયારે માટીમાં તે વાત નથી. તે મેલને દુર કરે છે, ત્વચાને કોમળ, તાજી,ચમકતી અને પ્રફુલિત કરી દે છે. ગરમીના દિવસોમાં ઉપડતી અળાઈઓ અને ફોડકીઓ તેનાથી દુર રહે છે. માથાના વાળને મુલતાની માટીથી ધોવાનો રીવાજ હજી સુધી રહેલો છે. તેનાથી મેલ દુર થાય છે, કાળા વાળ, મુલાયમ, મજબુત અને ચિકના રહે છે તથા મસ્તિકમાં ઘણો તરવરાટ મળે છે. શરીર ઉપર માટી લગાવીને સ્નાન કરવું એક સારી ટેવ માનવામાં આવે છે.

ઉઘાડા પગે ફરવાથી લાભ

માટી ઉપર ઉઘાડા પગે ફરવાથી ખુબ લાભ થાય છે. ખેતરો, નદીઓ કે નહેરોના કિનારે સુકી કે થોડી ભીની માટી ઉપર ઉઘાડા પગે ફરવાથી શરીરમાં સુસ્તી સ્ફૂર્તિ આવી જાય છે. આ પ્રક્રિયામાં ધરતીનું શક્તિ શરીરને મળે છે. મહાત્મા ગાંધી નો પણ માટીના ઉપચારમાં ખુબ વિશ્વાસ હતો.

માટીના વાસણમાં ભોજન રાંધો

માટીના વાસણમાં પકવેલું ભોજન પણ આરોગ્ય માટે સારું હોય છે. માટીના વાસણમાં ખાદ્ય પદાર્થો ક્યારેય ખરાબ થતા નથી જયારે ધાતુઓ જેમ કે લોઢું,તાંબુ, પિત્તળ, ઝીંક વગેરે ના વાસણમાં ખાવાની વસ્તુઓ વધુ સમય રાખવાથી તેમાં ઝેર ઉત્પન થઇ જાય છે અને તે ખરાબ થઇ જાય છે.

“We Gujjus” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો અમારું પેજ લાઇક કરો અને આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here