પ્રદૂષણના હાનિકારક પ્રભાવથી બચાવે છે ગોળ, રોજ થોડો ગોળ ખાવાથી મળે છે આ ખાસ ફાયદા

રોજ એક નાનો ટુકડો ગોળ ખાવાથી શરીરની ઘણી તકલીફોને દૂર કરી શકાય છે, જાણી લો.

પ્રદૂષણને કારણે લોકોમાં અસ્થમા, બ્રોન્કાઈટિસ, પલ્મોનરી ડિસીઝ અને બાળકોમાં નિમોનિયાનો ખતરો વધી રહ્યો છે. આવનારા દિવસોમાં હવામાં પ્રદૂષણનું સ્તર હજુ વધી શકે છે. એવામાં ગોળનું સેવન પ્રદૂષણને કારણે થતી સમસ્યાઓથી ઘણી હદ સુધી બચાવી શકે છે. ગોળ સ્વાસ્થ્ય માટે અનેક રીતે લાભકારી છે. સાથે જ તે ડાઈજેશન સુધારે છે, વેટ લોસમાં મદદ કરે છે, પ્રદૂષણ સામે રક્ષણ કરે છે. ગોળ બ્લડ પ્યૂરીફાયર તરીકે પણ કામ કરે છે અને બોડીના ટોક્સિન્સ દૂર કરવામાં પણ મદદ કરે છે. જેથી આજે અમે તમને જણાવીશું, કઈ રીતે ગોળ ખાવાથી પ્રદૂષણ અને અને સમસ્યાઓથી બચી શકાય છે.

ગોળ ઈમ્યૂન સિસ્ટમને સ્ટ્રોન્ગ બનાવવામાં મદદ કરે છે. ગોળ એક નેચરલ સુપરફૂ઼ડ છે. તે વિટામિન બી અને કેલ્શિયમ, ઝિંક, ફોસ્ફરસ અને પોટેશિયમનો બેસ્ટ સોર્સ છે. ગોળ હીમોગ્લોબિન વધારે છે અને સાથે જ લિવરને સાફ કરે છે.

ગોળમાં એન્ટીએલર્જિક ગુણ હોય છે

વર્ષોથી ગોળ ભારતીય ખાનપાનનો ભાગ રહ્યો છે. આજે પણ ઘણાં લોકો ભોજન કર્યા બાદ ગોળ ખાય છે કારણ કે તે પાચનમાં મદદ કરે છે. સાથે જ બોડીનું મેટાબોલિઝ્મ પણ બૂસ્ટ કરે છે. ગોળ અસ્થમાના રોગીઓ માટે પણ બેસ્ટ છે. તેમાં એન્ટીએલર્જિક ગુણ પણ હોય છે.

શ્વાસની તકલીફમાં રાહત

પ્રદૂષણને કારણે લોકોને સૌથી વધુ શ્વાસ લેવામાં તકલીફ થાય છે. ઝેરી હવાને કારણે નાના બાળકો, વૃદ્ધો અને લો ઈમ્યૂનિટીવાળા લોકોને ઘણીવાર શ્વાસ રૂંધાવાનો પ્રોબ્લેમ થાય છે. આ સમસ્યામાં ગોળનો પ્રયોગ રાહત આપી શકે છે. તેના માટે 1 ચમચી માખણમાં થોડો ગોળ અને ચપટી હળદર મિક્સ કરીને દિવસમાં 3-4વાર તેનું સેવન કરો. આ ઉપાયથી તમારા શરીરમાં રહેલાં ઝેરી પદાર્થો બહાર નીકળી જશે અને બોડી ટોક્સિન ફ્રી રહેશે. ગોળને સરસિયાના તેલમાં મિક્સ કરીને ખાવાથી શ્વાસ સંબંધી સમસ્યાઓમાં આરામ મળે છે.

પાચન માટે છે બેસ્ટ

ભારે ખોરાક અથવા નોનવેજ કે મસાલેદાર ખોરાક ખાધાં બાદ એક નાનો ટુકડો ગોળ ખાઈ લેવાથી પાચન સંબંધી સમસ્યા થતી નથી. સાથે જ ગોળ ડાઈજેસ્ટિવ એન્ઝાઈમને રિલીઝ કરે છે અને પેટ ફૂલવાની સમસ્યાને પણ દૂર કરવામાં મદદ કરે છે.

વેટ લોસમાં કરે છે મદદ

ગોળ પોટેશિયમનો બેસ્ટ સોર્સ છે. સાથે જ તેમાંથી ઝિંક અને કેલ્શિયમ પણ મળી રહે છે. આ ત્રણેય ન્યૂટ્રિઅન્ટ્સ વેટ લોસ કરવામાં અને મેટાબોલિક રેટ વધારવામાં કારગર છે. આનાથી બોડીમાં ઈલેક્ટ્રોલાઈટ બેલેન્સમાં રહે છે. પોટેશિયમ શરીરમાં વોટર રિટેન્શનને મેનેજ કરે છે, જેનાથી માસપેશીઓનું નિર્માણ થાય છે અને વેટ પણ ઘટે છે.

“We Gujjus” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો અમારું પેજ લાઇક કરો અને આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here