શિયાળામાં લીલી ડુંગળી ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે. તેને સ્પ્રિંગ ઓનીઅન કહેવામાં આવે છે. લીલી ડુંગળીનો ઉપયોગ ચીનમાં પ્રાચીન સમયમાં દવાઓમાં કરવામાં આવે છે. તેમા કેલરી ઓછી અને સલ્ફરનું પ્રમાણમાં વધારે હોય છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. આવો જોઇએ તેના અઢળક ફાયદા..
લીલી ડુંગળીમાં રહેલા છે પોષક તત્વ
તેમા વિટામીન એ, સી, બી, વિટામિન બી-2, કોપર, મેગ્નેશ્યિમ, પોટેશ્યિમ, મેગનીઝ થાઇમીન સહિત ભરપૂર પ્રમાણમાં હોય છે. તેમા રહેલા પેક્ટિન નામના પદાર્થ કેન્સર જેવી ગંભીર બીમારીને મદદ કરવામાં મદદરૂપ સાબિત થાય છે.
આંખો માટે બેસ્ટ
લીલી ડુંગળીનું સેવન આંખો માટે ખૂબ ફાયદાકારક હોય છે. જેનાથી આંખોની દ્રષ્ટિ વધે છે અને સાથે જ ચશ્માના નંબર પણ ઓછા થાય છે.
સ્વસ્થ હૃદય
એન્ટી ઓક્સીડેન્ટથી ભરપૂર લીલી ડુંગળીને નુકસાન પહોંચાડવાથી બચાવ કરે છે. તે સિવાય તેમાં રહેલું વિટામિન સી બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવાનું કામ કરે છે. તે કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરીને હૃદયની બીમારીઓથી બચાવ કરે છે.
ડાયાબિટીસ કંટ્રોલ
જે લોકોને ડાયાબિટીસની બીમારી છે તે લોકો માટે લીલી ડુંગળીનું સેવન કરવું ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. તેમા પૂરતા પ્રમાણમાં સલ્ફર હોય છે. જે ઇંસુલિનના સ્તરને સંતુલિત રાખે છે.
કેન્સર
લીલ ડુંગળી શરીરમાં કેન્સર સેલને વધવાથી રોકે છે. તેને ખાવાથી તમે કેન્સર થવાના ખતરાને ઓછો કરી શકો છો.
મજબૂત હાડકા
વિટામીન સી અને કે જેવા તત્વોથી ભરપૂર લીલી ડુંગળી હાડકાઓને ક્રિયાશીલતા બનાવી રાખવાનું કામ પણ કરે છે. તેનાથી હાડકાઓ મજબૂત રહે છે.
“We Gujjus” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો અમારું પેજ લાઇક કરો અને આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો…