શિયાળાના 4 મહિના રોજ મૂળા ખાઈ લેશો તો, શરીરની આ 8 તકલીફો થઈ જશે દૂર

મૂળા સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ ફાયદાકારી છે, તેને ખાવાથી કેવી અસર થાય છે જાણો

શિયાળાની સીઝનમાં મૂળા ખાવા સ્વાસ્થ્ય માટે અનેક રીતે લાભકારી છે. મૂળા શાક અને કચુંબર તરીકે ખાવામાં આવે છે. શાકભાજી તરીકે વપરાતા આ મૂળા એક ઉત્તમ ઘરગથ્થુ ઔષધ પણ છે. આયુર્વેદમાં તેના ઔષધિય ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે. જેના વિશે આજે અમે તમને જણાવીશું. મૂળા ખાવાથી ભોજન સરળતાથી અને જલ્દી પચી જાય છે. મૂળામાં પ્રોટીન, કેલ્શિયમ, આયોડીન અને આયર્ન હોય છે. તેમાં સોડિયમ, ફોસ્ફરસ, ઝિંક, ક્લોરીન અને મેગ્નેશિયમ પણ હોય છે. મૂળા વિટામિન એથી ભરપૂર હોય છે. આ સિવાય પણ ઠંડીમાં સલાડ તરીકે મૂળા ખાવાથી અનેક લાભ થાય છે. મૂળાના રસમાં થોડું મીઠું અને લીંબુનો રસ મિક્ષ કરીને નિયમિત રીતે પીવાથી સ્થૂળતાથી છુટકારો મળે છે અને શરીર સુડોળ બને છે. આગળ વાંચો અન્ય લાભ.

રેડ બ્લડ સેલ્સને ડેમેજ થતાં બચાવે છે

મૂળા રેડ બ્લડ સેલ્સને ડેમેજ થતાં બચાવે છે. સાથે જ તે બ્લડમાં ઓક્સીજનના સપ્લાયને વધારે છે.

ફાયબરથી ભરપૂર

જો તમે રોજ મૂળા સલાડ તરીકે ખાઓ તો તેમાં રહેલું ફાયબર ડાઈજેશનને સુધારે છે અને બાઈલ પ્રોડક્શનને રેગ્યુલેટ કરે છે. આ લીવર અને ગોલ બ્લેડરને હેલ્ધી રાખવામાં પણ મદદ કરે છે. વોટર રિટેન્શનનો પ્રોબ્લેમ પણ દૂર કરે છે.

હાર્ટ માટે

મૂળા Anthocyanins નો બેસ્ટ સોર્સ છે. જે હાર્ટ ફંક્શનને યોગ્ય રાખે છે અને હાર્ટ ડિસીઝનો ખતરો પણ દૂર કરે છે. આ સિવાય તેમાં વિટામિન સી, ફોલિક એસિડ અને ફ્લેવોનોઈડ્સ પણ સારી માત્રામાં હોય છે. જે રોગો સામે લડવામાં મદદ કરે છે.

બીપી માટે

મૂળામાં પોટેશિયમ હોવાથી તે બ્લડપ્રેશર કંટ્રોલ કરવામાં મદદ કરે છે અને બોડીમાં બ્લડ સર્ક્યુલેશન સુધારે છે. આયુર્વેદ પ્રમાણે મૂળામાં રહેલી કૂંલિંગ ઈફેક્ટ હાઈપરટેન્શનમાં ફાયદાકારક છે.

ઈમ્યૂનિટી

મૂળામાં વિટામિન સી હોવાથી તે સિઝનલ ઈન્ફેક્શન, કોલ્ડ અને કફથી બચાવે છે. સાથે જ ઈમ્યૂન સિસ્ટમને પણ મજબૂત બનાવે છે. પણ તેના ફાયદા મેળવવા માટે તમારે રોજની ડાયટમાં તેને સામેલ કરવું પડશે. આ બોડીમાં ફ્રી રેડિકલ્સને વધતાં રોકે છે. જેના કારણે સમય પહેલાં એજિંગની સમસ્યા થતી નથી.

મેટાબોલિઝ્મ

રોજ મૂળા ખાવાથી ડાઈજેશન તો સારું રહે જ છે. સાથે જ તે એસિડિટી, મેદસ્વીતા, ગેસ્ટ્રિક પ્રોબ્લેમને દૂર કરે છે અને મેટાબોલિઝ્મને પણ બૂસ્ટ કરે છે.

ન્યૂટ્રિઅન્ટ્સનો ખજાનો

લાલ રંગના મૂળામાં ભરપૂર ન્યૂટ્રિઅન્ટ્સ હોય છે. જેમ કે વિટામિન E, A, C, B6, અને K. સાથે જ તેમાં એન્ટીઓક્સીડેન્ટ્સ, ફાયબર, ઝિંક, પોટેશિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, કોપર, કેલ્શિયમ, આયર્ન અને મેંગ્નીઝ પણ હોય છે. આ બધાં જ ન્યૂટ્રિઅન્ટ્સ આપણા શરીરને પોષણ પૂરું પાડે છે.

સ્કિન માટે

જો તમે રોજ મૂળાનો જ્યૂસ પીવો તો સ્કિન હમેશાં હેલ્ધી અને ગ્લોઈંગ રહેશે. કારણ કે તેમાં રહેલું વિટામિન સી, ઝિંક અને ફોસ્ફરસ ડ્રાયનેસ, એક્ને, પિંપલ્સ અને રેશિઝને દૂર કરે છે. સાથે જ તમે મૂળાની પેસ્ટ કે રસ પણ ચહેરા અને વાળમાં લગાવી શકો છો. વાળ પણ તેનાથી મજબૂત થાય છે.

“We Gujjus” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો અમારું પેજ લાઇક કરો અને આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here