આપણા ભારત દેશમાં દર પાંચ કિલોમીટર એક મંદિર આવેલું હોય છે. આપણા દેશના દરેક લોકો ધાર્મિક હોય છે. અને દરેક લોકોને પોત પોતાની માન્યતાઓ હોય છે. દરેક કોઈને કોઈ મંદિરમાં ચમત્કાર દેખાતા હોય છે. આજે અમે તમને એક એવા જ ચમત્કારિક મંદિર વિશે જણાવવાના છીએ, જે જેમા માતા હરસિધ્ધિ હાજરાહજૂર બિરાજમાન છે, એવું કહેવામાં આવે છે કે આ મંદિરની 2000 વર્ષ જૂની જ્યોત આજે પણ પ્રગટી(સળગી) રહી છે. અને માતા હરસિધ્ધી રોજ ત્રણ સ્વરૂપમાં દરેક ભક્તોને દર્શન આપે છે.
માતા હરસિદ્ધિ નું મંદિર ભારતમાં મહાકાલની નગરી તરીકે જાણીતી મધ્યપ્રદેશની ઉજ્જૈન નગરીમાં. અહીં ઘણા બધા મંદિરો આવેલા છે ઉજ્જૈન નગરી ને મંદિરોની નગરી પણ કહેવામાં આવે છે. ક્ષિપ્રા નદીને કાંઠે માતા હરસિધ્ધી હાજરાહજૂર બિરાજમાન છે. અહિયાં દર્શન માત્રથી જ દરેક દુઃખ દુર થઇ જાય છે. આ મંદિર વિક્રમાદિત્ય રાજાએ બનાવેલું છે. એક એવી વાર્તા કહેવાય છે કે વિક્રમાદિત્યના ભાણેજ વિજયસિંહ ને માતા હરસિધ્ધિ ના ખૂબ જ મોટા ભક્ત હતા.
એવું કહેવાય છે કે વિજયસિંહ માતા હરસિધ્ધિ ના દર્શન કર્યા પછી ભોજન ગ્રહણ કરતા હતા. એક દિવસ જ્યારે વિજય સિંહ દર્શન કરીને ઘરે પરત આવતા હતા ત્યારે તેને રાત્રે સપનામાં માતાજીએ દર્શન આપ્યાં અને કહ્યું કે તું બીજી નગરીમાં મંદિર બનાવ અને આ મંદિરનો દરવાજો પૂર્વ દિશામાં રાખજે અને અને જયારે વિજયસિંહ મંદિર બનાવ્યું ત્યારે માતા બીજી વખત સપનામાં આવ્યા અને કહ્યું કે આ મંદિરમાં હું હાજરાહજૂર બિરાજમાન છે સાથે જ માતાએ દરવાજો પૂર્વ દિશામાં બાંધવાનો કહ્યો હતો જયારે આ મંદિર નો દરવાજો પશ્ચિમમાં બાંધવામાં આવ્યો હતો આ સપના પછી જાગીને રાજાએ તરત જોયું કે આ ખોટી દિશામાં દરવાજો બંધ આવી રહ્યો છે.
શ્રદ્ધાળુઓના જણાવ્યા પ્રમાણે માતા હરસિદ્ધિ દિવસમાં ત્રણ સ્વરૂપે દર્શન આપે છે. માતાની મૂર્તિ માં સવારે બાળપણ દેખાય છે, બપોરે યુવાન અને સાંજ સમય સ્થાન ધરાવે છે. નવરાત્રિમાં માતા હરસિધ્ધિ ના મંદિરે શ્રદ્ધાળુઓની ખૂબ જ ભીડ જોવા મળે છે. એક ખૂબ જ પ્રચલિત વાત છે ભગવાન શંકર એ એક વખત સતીના શબને હાથમાં લઈને ક્રોધ તાંડવ નૃત્ય કર્યો હતો. ત્યાં નૃત્ય દરમિયાન સતી માતાના અંગ તૂટીને પૃથ્વી પર પડવા લાગ્યા. માતાના જે જે માતા ના અંગ જે જે સ્થળ પર પડ્યા ત્યાં બધે જ શક્તિપીઠ ના રૂપમાં પ્રસિદ્ધ છે. એવી માન્યતા છે કે ઉજ્જૈન માં સતીમાતા ને કોણી પડી હતી એટલે કે આ નામ જનગીર પડ્યું.
જે લોકો કોઈ માનતા માને છે તે ગાયના છાણથી અહીંયા આવીને સ્વસ્તિક બનાવે છે જે લોકો માનતા ફળે છે તે ઊંધો સ્વસ્થ બનાવે છે અને જ્યારે તેની મનોકામના પૂર્ણ થાય છે ત્યારે ફરીથી આવીને સીધો સ્વસ્થ બનાવે છે.