ગઈકાલે હાર્દિક પટેલએ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અધ્યક્ષ શ્રી રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસ માં જોડાયા, અને ત્યારબાદ રાહુલ ગાંધી મીડિયામાં એક ઈન્ટરવ્યુ માં જણાવી ગયા કે હાર્દિક લડશે અને જીતસે પણ હાર્દિક ક્યાંથી લડશે ??
હાલ સૂત્રોના હિસાબે હાર્દિકે જામનગર ની સીટમાંથી ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે. તો ભાજપ અધ્યક્ષ ને ગુજરાતમાં આંખ ના કણા ની જેમ ખૂંચી રહેલ હાર્દિક ને હરાવવા ભાજપ એડી ચોંટી નું જોર લગાવશે એ નક્કી છે.
ત્યારે વાંચો અમિતશાહ જે ભાજપ અધ્યક્ષ છે તેમનો શુ હોઈ શકે પ્લાન ?
ભાજપે બનાવી સોલિડ રણનીતિ, વિધાનસભાની ચૂંટણીમાં જામનગરની 7 માંથી ભાજપને મળી હતી માત્ર 3 બેઠક લોકસભા ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. બંને મુખ્ય પક્ષ ભાજપ અને કોંગ્રેસે રણનીતિ બનાવવાનું શરૂ કરી દીધું છે. ગુજરાતમાં આજે (12 માર્ચ) કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં પાટીદાર નેતા હાર્દિક પટેલ વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયો હતો. હાર્દિક પટેલ બે દિવસ પહેલા જ જામનગર સીટ પરથી લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી ચૂક્યો છે. જોકે, હાર્દિકને ઘેરવા ભાજપ હાઈકમાન્ડે સોલિડ રણનીતિ બનાવી રાખી છે. જેનો ભાજપે અમલ પણ શરૂ કરી દીધો છે.
હાર્દિકે કેમ પસંદ કરી જામનગરની સીટ?
હાર્દિકે જામનગર સીટ પસંદ કરી તેના મુખ્ય ત્રણ કારણો છે. આ સીટ પર મોટી સંખ્યામાં પાટીદારોની વસ્તી છે. બીજું કે વિધાનસભા ચૂંટણીમાં જામનગર જિલ્લાની સાતમાંથી 4 બેઠકો કોંગ્રેસે જીતી હતી. ત્રીજું કારણ એ છે કે ખંભાળિયાના ધારાસભ્ય અને અને ભૂતપૂર્વ સાંસદ વિક્રમ માડમે પોતે લોકસભા ચૂંટણી લડવાની ના પાડી હતી.
એટલું જ નહીં તેમણે હાર્દિક પટેલને ટિકિટ ફાળવવાનો આગ્રહ કર્યાની પણ ચર્ચા છે. આમ આહીર નેતા વિક્રમ માડમનો સપોર્ટ મળતા તેને આહીર સમાજના વોટ મળવાની પણ આશા છે. એક વધારાનું કારણ એ પણ છે કે આ સીટ પર મુસ્લિમ અને દલિત મતદારોની વસ્તી પણ નોંધપાત્ર પ્રમાણમાં છે. જેનો સીધો લાભ મેળવવાનો પણ હાર્દિકનો પ્લાન હોઈ શકે છે.
શું કહે છે આંકડાઓ?
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના આંકડાઓ પર નજર કરીએ તો જામનગર જિલ્લામાં સખતની ટક્કર થવાની સંભાવનાઓ છે. વિધાનસભા ચૂંટણીમાં જામનગરની 7 માંથી 4 બેઠક કોંગ્રેસે જીતી હતી. જ્યારે ભાજપે 3 બેઠકથી સંતોષ માનવો પડ્યો હતો. સાતેય વિધાનસભાના આંકડાઓને ભેગા કરીને જોવામાં આવે તો કોંગ્રેસને અહીં 4.59 લાખ, જ્યારે ભાજપને 4.69 લાખ મત મળ્યા હતા. જે મુજબ ભાજપને 10 હજાર વોટ વધુ મળ્યા છે.
સીટ ભાજપ વોટ કોંગ્રેસ વોટ
- કાલાવડ મુળજીભાઈ ઘૈયડા (હાર) 45,134 પ્રવીણ મુંછડિયા 78,085
- જામનગર રૂરલ રાઘવજીભાઈ પટેલ (હાર) 64,353 વલ્લભ ધારવિયા 70,750
- જામનગર નોર્થ ધર્મેન્દ્રસિંહ જાડેજા (જીત) 84,327 જીવણ કુંભારવાડિયા 43,364
- જામનગર સાઉથ આર સી ફળદુ (જીત) 71,718 અશોક લાલ 55,369
- જામજોધપુર ચીમનભાઈ સાપરિયા (હાર) 61,694 ચિરાગ કાલરિયા 64,212
- ખંભાળિયા કાળુભાઈ ચાવડા (હાર) 68,733 વિક્રમ માડમ 79,779
- દ્વારકા પબુભા માણેક (જીત) 73,431 મેરામણ ગોરિયા 67,692
- (લીડ-10,139)
શું છે અમિત શાહનો પ્લાન?
જામનગર જિલ્લાની વિધાનસભાની સાતેય સીટ મળી માત્ર 10 હજારની લીડ હોવાથી ભાજપને આ સીટ પર જોખમ લાગ્યું હતું. સીટને કબજે કરવા ભાજપ એક પછી એક દાવ ખેલી રહ્યો છે. પહેલો દાવ ભાજપે ક્રિકેટર રવિેન્દ્ર જાડેજાના પત્ની રીવાબાને કેસરિયો ખેસ પહેરાવીને ખેલ્યો હતો. રીવાબાને ભાજપ લોકસભાની ટિકિટ આપે તેવી ચર્ચા છે.
મૂળ કોંગ્રેસના પણ વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયેલા અને જામનગર નોર્થ સીટ પરથી જીતેલા ધર્મેન્દ્રસિંહ જાડેજાને મંત્રી બનાવીને ભાજપે બીજો દાવ ખેલ્યો હતો. ભાજપે જામનગર રૂરલના કોંગ્રેસના ધારાસભ્ય અને સથવારા સમાજના નેતા વલ્લભ ધારવિયાની વિકેટ ખેડવીને ત્રીજો માસ્ટર સ્ટોક માર્યો હતો. ગત વિધાનસભા ચૂંટણીમાં વલ્લભ ધારવિયાએ 70 હજાર મત મેળવી ભાજપના રાઘવજીભાઈ પટેલને હરાવ્યા હતા.
વલ્લભ ધારવિયાને મળેલા 70 હજાર મતનું ગણિત ભાજપે માંડ્યું છે, જે તેની સરસાઈમાં વધારો કરી આપશે એવો અંદાજ છે. આ ઉપરાંત જામજોધપુરના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ કાલરિયા પણ ભાજપમાં જોડાઈ જવાના હોવાની વાત વહેતી થઈ હતી.
ગઈ લોકસભામાં શું થયું હતું?
એક સમયે જામનગર બેઠક કોંગ્રેસ માટે સલામત ગણાતી હતી. લોકસભામાં અહીં 8 વખત કોંગ્રેસ અને 6 વખત બીજેપી જીતી છે. જોકે 2014 ની લોકસભા ચૂંટણીમાં મોદીવેવમાં જામનગરનો મુકાબલો એક તરફી રહ્યો હતો. કોંગ્રેસના વિક્રમ માડમને તેમના જ ભત્રીજી પૂનમ માડમે 1.75 લાખ મતની લીડથી હરાવ્યા હતા. વિક્રમ માડમને 36.25 ટકા સાથે 309,123 મત મળ્યા હતા.
જ્યારે પૂનમ માડમને 56.81 ટકા સાથે 484,412 મત મળ્યા હતા. જોકે, વિધાનસભા ચૂંટણીમાં ખરાબ દેખાવને કારણે ભાજપ પૂનમ માડમને રિપિટ ના પણ કરે તેવી શક્યતા જોવાઈ રહી છે. પૂનમ માડમની જગ્યાએ ભાજપ રીવાબા જાડેજાને ટિકિટ આપી શકે છે.
શું કહે છે જ્ઞાતિગત સમીકરણો?
જાતીગત સમીકરણો પર નજર કરીએ તો જામનગર લોકસભા સીટમાં કુલ 16.35 લાખ મતદારો પૈકી સૌથી વધુ 2.5 લાખ પટેલોની વસ્તી છે. જ્યારે 1.79 લાખ મુસ્લિમ, 1.63 લાખ આહિર અને 1.60 લાખ દલિતોની વસ્તી છે. આ સિવાયના અન્ય જાતીના 8.83 લાખ મતદારો છે. જે પણ નોંધપાત્ર ગણી શકાય છે.
જ્ઞાતિ મત
- પટેલ 2,50,000
- મુસ્લીમ 1,79,000
- આહિર 1,63,000
- દલિત 1,60,000
- કુલ મતદારો 16,35,110
તમે બોલો કોણ જીતસે ?
કોંગ્રેસ કે ભાજપ ?