હાર્દિક પટેલની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અટકાયત બાદ છૂટકારો થયાની ઘટના પછી સુરતમાં અસામાજી તત્વો દ્વારા બસોમાં આગચંપી કરી હતી. આ ઘટનામાં સરથાણા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા અસામાજિક તત્વો સામે ગુનોં નોંધ્યો છે. તો બીજી તરફ પાસ કન્વીનર હાર્દિક પટેલ 18 ઓક્ટોબરે ચક્કાજામ મુદ્દે કઠોર કોર્ટમાં હાજર રહ્યો હતો. જ્યાં તેણે ભાજપ સરકાર સામે નિશાન સાધતા કહ્યું હતું કે, સરકાર સરમુખત્યાર શાહી કરી રહી છે. ભાજપ સરકારના ઇશારે પોલીસ ગુંડાગર્દી ઉપર ઉતરી આવી છે. આ ઉપરાંતે તેણે આગામી દિવોસમાં આંદોલન પણ ચાલુ રાખવાનું જણાવ્યું હતું.
અલ્પેશના ઘરે પહોંચેલા હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, બંન દિકરાઓને પોલીસ લઇ ગઇ છે. તેમની હિંમત ન તૂટે એટલા માટે તેમના ઘરે આવ્યા છીએ. અલ્પેશની મમ્મીએ અમને કહ્યું કે, ગઇ કાલ રાત્રે પોલીસ આવી હતી. દરવાજો ખખડાવતી હતી. મહિલા પોલીસને મોકલીને લઇ જવાની પણ ધમકી આપી હતી. સરથાણા પોલીસ સ્ટેશનમાં બંને દિકરાઓને ગેરકારદેસર રીતે પોલીસ મારી રહી છે. હરીકૃષ્ણ પટેલે ભાજપના ઇસારે યુવાનોને મારવાની સોપારી લીધી છે. એવું મને સ્પષ્ટ દેખાઇ આવે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગઇ કાલે પોલીસ સ્ટેશનમાં બીજા બેચાર યુવાનો હતા એમને પણ માર્યા હતા. જે યુવકને પોલીસ લઇ જાય છે. એમના જ ઘરે આવીને પોલીસ પૂછે છે કે તેમના યુવકો ક્યાં છે. મને સંપૂર્ણ ખાતરી છે કે પોલીસ તેમને મારી નાખવાની સંપૂર્ણ તૈયારીઓ કરી રહી છે. એટલે આજે હું માનવ અધિકાર પંચને પણ પત્ર લખવાનો છું. અમે આ પરિવારોને વિશ્વાસ આપીએ છીએ કે આ યુવકોને જ્યાં સુધી બહાર નહીં લાવીએ ત્યાં સુધી જંપીને નહીં બેશીએ. પોલીસ સંપૂર્ણ રીતે અંગ્રેજ બની ગઇ છે. પોલીસ સંપૂર્ણ રીતે ગુંડાગર્દી ઉપર ઉતરી આવી છે. આ બધુ જ ભારતીય જનતા પાર્ટીના ઇશારે થઇ રહ્યું છે. આ બધું જોયા પછી ગણા લોકો ચુપ છે એ લોકોએ જાગવાની જરૂર છે. સીપી અને હરીકૃષ્ણ પટેલ વચ્ચે આંતરીક મતભેદ હોવાના કારણે અમારા યુવકો ભોગ બની રહ્યા છે.
આ ઉપરાંત સુરતમાં 2016માં થયેલી પાટીદાર બબાલમાં ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બસ સળગાવવા અને તોડફોડ કરવા મામલે ઇસમોની ધરપકડ કરી હતી. જીગ્નેશ ઉર્ફે જીગો પાટીદાર વઘાસીયા અને મહેન્દ્રભાઇ બાલદાની સરથાણા પોલીસે ધરપકડ કરી છે.