ઉપવાસ આંદોલનઃ હાર્દિકના આક્ષેપ, કહ્યું- સમર્થકોને રોકી રહી છે પોલીસ

અમદાવાદઃ હાર્દિક પોતાના નિવાસ સ્થાને આજે આમરણાંત ઉપવાસ પર બેસવાનો છે. ઉપવાસ પર બેસવા પહેલા હાર્દિકે પોલીસ પર આક્ષેપ કર્યા છે. સમર્થકોને પોલીસે રોકી રાખ્યા હોવાના હાર્દિકે આક્ષેપ કર્યા છે. હાર્દિકે આક્ષેપ કર્યા કે, આંદોલનનું સમર્થન કરી રહેલા સમર્થકોને પોલીસ દ્વારા રોકવામાં આવી રહ્યા છે.

ત્યારે હવે પોલીસની કથિત કામગીરી મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યોએ પાસ સમિતીને સમર્થન આપ્યુ છે. કોંગ્રેસના ધારાસભ્યો લલિત વસોયા, લલિત કગથરા અને કિરીટ પટેલ ગ્રીન વુડ રિસોર્ટમાં પહોંચશે. સ્થાનિક પોલીસને રજૂઆત પણ કરશે.

મહત્વનું છે કે, પોતાના નિવાસ સ્થાને જ હાર્દિક ઉપવાસ પર બેસવાનો છે. ત્યારે મોડી રાતથી જ હાર્દિકના ઘરે મોટી સંખ્યામાં તેના સમર્થકો ઉમટવાનું શરૂ થઈ ગયું હતું. હાર્દિકની સાથે ઉપવાસ આંદોલનમાં પાસના કન્વીનરો અને પાટીદાર નેતાઓ પણ જોડાશે.

જો કે, રાજકોટ, જુનાગઢમાં પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે. સીસીટીવી અને સોશિયલ મીડિયા પર બાજ નજર રાખવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here