કોંગી ધારાસભ્યોનું સમર્થન
કોંગ્રેસના ધારાસભ્યો લલિત વસોયા, લલિત કગથરા, અને કિરીટ પટેલ પણ તેના નિવાસે સમર્થન માટે પહોંચી ગયા છે. તેના ઉપવાસ આંદોલનને પોલીસે કોઈ પણ સ્થળની મંજુરી આપી નથી. પરંતુ હાર્દિકે મક્કમ મને મંજુરી મળે કે ન મળે ઉપવાસ તો કરવાનું નક્કી કરી લીધું હતું.
પોલીસ હાર્દિકને સમર્થન આપવા જનારના ડોક્યુમેન્ટની ચકાસણી, નોંધણી બાદ આપે છે પ્રવેશ
હાર્દિક આમરણાંત ઉપવાસ કરવા જઈ રહ્યો છે ત્યારે તેને સમર્થન આપવા માટે ગુજરાતભરમાંથી પાટીદારો ઉમટી રહ્યા છે. ગ્રીનવુડ રિસોર્ટમાં આવેલા હાર્દિકના નિવાસે જતાં પાટીદાર સમર્થકોને પોલીસ ગેટ બહાર ડોક્યુમેન્ટની ચકાસણી કરે છે ત્યારે બાદ તેમનું નામ નોંધીને અંદર પ્રવેશ આપે છે. પોલીસની આ કાર્યવાહીથી પાસ નારાજ હોવાનું જાણવા મળી રહ્યું છે.