હાર્દિક પટેલ ઉપર થયો હુમલાનો પ્રયાસ.. સુરતમાં ઉપવાસની ચીમકી બાદ હાર્દિક પહોંચ્યો ઘટના સ્થળે

ઉપવાસની ચીમકી બાદ હાર્દિક પહોંચ્યો ઘટના સ્થળે, ત્રણ ચાર વ્યક્તિ દ્વારા થયો હુમલા નો પ્રયાસ

સુરત તક્ષશિલા બિલ્ડીંગ માં આગની ઘટના માં નિર્દોષ ના મૃત્યુ બાદ રાજ્યભર માં જવાબદારો સામે રોષ છે. ત્યારે હવે હાર્દિક પટેલ પણ સૂરત ઘટના સ્થળે પહોંચ્યો હતો.હાર્દિક ઘટના સ્થળે મુલાકાત લીધા બાદ હોસ્પિટલ માં ઘાયલ લોકો ને મળ્યો અને હવે મૃતકો ના પરિવાર ને હાર્દિક પટેલ મળશે.હાર્દિકે આજે સવારે પણ ટ્વિટ કરીને કહ્યું હતું કે જો કડક કાર્યવાહી નહીં થાય તો હું અનસન કરીશ. હાર્દિક જ્યારે ઘટનાસ્થળે પહોંચ્યો ત્યારે તેની સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં.

હાર્દિક પટેલ ઉપવાસ ની ચીમકી ઉચ્ચાર્યા બાદ સુરત તક્ષશિલા બિલ્ડીંગ ખાતે ઘટના સ્થળે પહોંચ્યો હતો. મોટી સંખ્યા માં લોકો હાર્દિક આવવા નો હોવાથી ઉમટી પડ્યા હતા. ત્યાં એકઠી થયેલી ભીડ માંથી કોઈ ત્રણ થી ચાર વ્યક્તિઓ દ્વારા હાર્દિક પટેલ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો જો કે લોકો એ હુમલા ના પ્રયાસ ને સફળ થવા દીધો નહોતો.જો કે પોલીસે આખી ઘટનાને સંભાળી લીધી હતી.

હાર્દિકે મીડિયા સાથે વાતચીત દરમિયાન કહ્યું કે, સરકાર બાળકોના પરિવારને ન્યાય આપશે પરંતુ અત્યાર સુધી કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી. જેથી આ ઘટનામાં મેયર સહિતના જવાબદાર અધિકારીઓના રાજીનામાંની માંગ કરવામાં આવશે. અને આ માંગ નહીં સ્વિકારવામાં આવશે તો ઘરણા પર બેસવામાં આવશે. બે દિવસ ન આવ્યો તો કહ્યું કે, ફરક્યો નહી. અને આજે આવ્યો છું તો રાજનિતી કહે છે. સુરતમાં આટલી મોટી ઘટના બને તો શરમ આવવી જોઈએ અને રાજીનામુ મૂકી દેવું જોઈએ.

હાર્દિક પહોંચ્યો આગની ઘટના સ્થળે,મેયર સહિત જવાબદારના માગ્યા રાજીનામાં, ઉપવાસની ચીમકી

સુરત ના જકાતનાકા વિસ્તાર માં તક્ષશિલા બિલ્ડીંગ મા આગ માં 22 જેટલા નિર્દોષ બાળકોનો ભોગ લેવાયો છે. જેથી તંત્ર સામે લોકો માં રોષ ફાટી નીકળ્યો છે.લોકો જવાબદાર અધિકારોઓની સામે પગલાં લેવા માટે માંગ કરી રહ્યા છે. ત્યારે આજે સ્થાનિકોએ તક્ષશિલા બિલ્ડીંગ સામે ધરણા પર બેસી વિરોધ પણ વ્યક્ત કર્યો હતો. અને આ ઘટના સંબંધિત વિભાગના જવાબદાર અધિકારીઓના રાજીનામાની માંગ કરી હતી. જેને લઈને લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. ત્યારબાદ પોલીસ દ્વારા લોકોને સમજાવવાના પ્રયાસ કર્યા હતા.

કોંગ્રેસ અને યુવા નેતા હાર્દિક પટેલ ઘટના સ્થળે પહોંચ્યા હતા. હાર્દિક આવવાનો હોવાની જાણ થતા મોટી સંખ્યામાં લોકો એકઠાં થઈ ગયા હતા. હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, સરકાર બાળકોના પરિવારને ન્યાય આપશે પરંતુ અત્યાર સુધી કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી.

જેથી આ ઘટનામાં મેયર સહિતના જવાબદાર અધિકારીઓના રાજીનામાંની માંગ કરવામાં આવશે. અને આ માંગ નહીં સ્વિકારવામાં આવશે તો ઘરણા પર બેસવામાં આવશે. બે દિવસ ન આવ્યો તો કહ્યું કે, ફરક્યો નહી. અને આજે આવ્યો છું તો રાજનિતી કહે છે. સુરતમાં આટલી મોટી ઘટના બને તો શરમ આવવી જોઈએ અને રાજીનામુ મૂકી દેવું જોઈએ. હાર્દિક પટેલ ઘટના સ્થળની મુલાકાત બાદ તક્ષશિલા આગ્નિકાંડના ઈજાગ્રસ્તોની હોસ્પિટલમાં મુલાકાત કરી રહ્યો છે.મૃતકોના પરિવારજનોએ સાંત્વના પાઠવી અને ઈજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તેની પ્રાર્થના કરું છું.

હાર્દિક પટેલ નું નામ લીધા વગર સુરત મેયર જગદીશ પટેલે ચીમકી અંગે પ્રહાર કરતા કહ્યું કે, તક્ષશિલા આગની ઘટનામાં લાગતા વળગતા વિભાગો તપાસ કરી રહ્યા છે. હું ઘટનામાં ભોગ બનનારના પરિવાર અને શહેરની જનતા સાથે છું. અન્ય કોઈ બહારથી આવીને મુશ્કેલીમાં સાથ આપવાના બદલે રાજકીય કારકિર્દી બનવવા માંગતા હોય તો તેનો વિષય છે. આવી ઘટનાઓ હવે ન બને તે પગલાં લેવાની અમારી જવાબદારી છે. મારી નૈતિક જવાબદારીમાં પાછા નહીં પડીએ. આ મુશ્કેલી પરિસ્થિતિમાં લોકો બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

તેણે ઘટનાના બે દિવસ બાદ એન્ટ્રી મારી છે. જનતા સાથે સહકાર આપવાની જરૂર છે. પ્રજાએ જેને જાકારો આપી દીધો હોય તેનું આવું જ રિએક્શન હોય શકે તેનો ખુલાસો મારે ન આપવાનો હોય. દોષિતનો છોડવાનો કોઈ પ્રશ્ન નથી. અને આવી ઘટનાની ન બને તે અંગે કોઈ કચાસ પણ નહીં રાખવામાં આવે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here