આમરણાંત ઉપવાસના બીજા દિવસે હાર્દિક પટેલની મેડિકલ તપાસ, ડોક્ટરે લિક્વિડ લેવા આપી સલાહ

હાર્દિક પટેલ 25 ઓગસ્ટથી 3 વાગ્યાથી આમરણાંત ઉપવાસ પર ઉતર્યો છે. ત્યારે ઉપવાસનો આજે બીજો દિવસ છે. ઉપવાસ પર રહેલા હાર્દિક પટેલના સ્થાસ્થ્ય તપાસ માટે સોલા સિવિલ હોસ્પિટલની ટીમ પહોંચી હતી. ફાર્મ હાઉસ પર પહોંચેલી સોલા સિવિલ હોસ્પિટલની ટીમે તેનું સ્વાસ્થ્યની ચકાસણી કરતાં બ્લડપ્રેસર સામાન્ય આવ્યું હતું. ડોક્ટરે હાર્દિકને લિક્વિડ લેવાની સલાહ આપી હતી.

હાર્દિકને તેની બહેને રાખડી બાંધી

સમગ્ર ગુજરાતમાંથી પાટીદાર બહેનો હાર્દિક પટેલને રક્ષાબંધન નિમિતે મળવા આવી હતી. તેની બહેન મોનિકાએ તેને રક્ષાબંધન પર રાખડી બાંધીને તેની દીર્ધ આયુની કામના કરી હતી. સાથે જે અન્ય પાસ કાર્યકરોને રાખડી બાંધી હતી. ગુજરાતભરમાંથી આવેલી બહેનોએ હાર્દિકને રાખડી બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરી હતી.

આજે તેના ઉપવાસનો બીજો દિવસ છે ત્યારે તેમાં સામેલ થવા માટે ખાસ ઉપલેટા , ધોરાજી , ધ્રાંગધ્રા , ઊંઝા , ભાણવડ અને ચાણસ્માના પાટીદારો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના કોઈપણ ક્ષેત્રના પાટીદારો હાજર રહી શકે છે તેવી છૂટ હાર્દિકે આપી છે.

મમતા બેનર્જીનું સમર્થન

હાર્દિક પટેલના વિજય સંકલ્પ આમણાંત ઉપવાસને સમર્થનને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીનું સમર્થન મળ્યું છે. મમતા બેનર્જીના ડેલિગેશનના રૂપમાં પૂર્વ રેલ મંત્રી દિનેશ ત્રિવેદી સહિત ટીએમસીના ચાર સાંસદો હાજર રહેવાના છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here