પાટીદાર સમાજને અનામત અને ગુજરાતના ખેડૂતોનું દેવું સંપૂર્ણપણે માફ કરવાની માંગણી સાથે પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલા આમરણાંત ઉપવાસ શરૂ થઇ ગયા છે.
પાટીદાર સમાજને અનામત અને ગુજરાતના ખેડૂતોનું દેવું સંપૂર્ણપણે માફ કરવાની માંગણી સાથે પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલા આમરણાંત ઉપવાસ શરૂ થઇ ગયા છે. આજે સોમવારે હાર્દિકના આમરણાંત ઉપવાસનો ત્રીજો દિવસ છે. શનિવાર બપોરથી શરૂ થયેલા આ ઉપવાસના સમર્થનમાં રાજ્યના રાજકીય નેતાઓ સમર્થનમાં આવી રહ્યા છે તો ધીમે ધીમે રાષ્ટ્રીય કક્ષાના બીનભાજપ રાજકિય નેતાઓ હાર્દિકના સમર્થનમાં આવી રહ્યા છે. રવિવારે પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનું એક ડેલિગેશન હાર્દિકના સમર્થનમાં આવ્યું હતું. જોકે, આજે સોમવારે બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજસ્વી યાદવ પણ હાર્દિક પટેલની મુલાકાત લઇ શકે છે.
હાર્દિક પટેલના ઉપવાસનો ત્રીજો દિવસ છે ત્યારે કોંગ્રેસના ધારાસભ્યો હાર્દિકના વ્હારે આવ્યા છે. હાર્દિકના ઉપવાસને લઇને કોંગ્રેસના ધારાસભ્યો રાજ્યપાલને મળશે અને હાર્દિકને લઇને રજૂઆત કરશે.
આમરણાંત ઉપવાસના કારણે ત્રણ દિવસથી હાર્દિક ભુખ્યો છે ત્યારે પ્રોટોકોલ પ્રમાણે હાર્દિકની મેડિકલ તપાસ માટે ડોક્ટરની ટીમ પહોંચી હતી. સોલા સિવિલ ડોક્ટરની ટીમ દ્વારા હાર્દિકના સ્વાસ્થ્યની તપાસ કરી હતી. ડોક્ટર પ્રમાણે હાર્દિકનું બ્લેડ પ્રેસર અને સુગર નોર્મલ છે. ઉલ્લેખનીય છે કે, દર 12 અથવા 8 કલાકે હાર્દિક પટેલની મેડિકલ તપાસ કરવામાં આવે છે. ડોક્ટરે હાર્દિક પટેલને લિક્વીડ લેવાની સલાહ આપી છે.
હાર્દિક જ્યારથી ઉપવાસ ઉપર બેઠો છે ત્યારથી કોંગ્રેસના નેતાઓ હાર્દિકને મળવા માટે આવી રહ્યા છે. આજે સોમવારે વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડિયાએ હાર્દિકની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે જણાવ્યું હતું કે, “પોલીસ દ્વારા સમર્થકોને અંદર આવતા રોકી દેવામાં આવી રહ્યા છે. આમ પોલીસ સરકારની ચાપલુસી બંધ કરે. આગામી દિવોસમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાશે.”
હાર્દિક જ્યારથી ઉપવાસ ઉપર બેઠો છે ત્યારથી કોંગ્રેસના નેતાઓ હાર્દિકને મળવા માટે આવી રહ્યા છે. આજે સોમવારે વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડિયાએ હાર્દિકની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે જણાવ્યું હતું કે, “પોલીસ દ્વારા સમર્થકોને અંદર આવતા રોકી દેવામાં આવી રહ્યા છે. આમ પોલીસ સરકારની ચાપલુસી બંધ કરે. આગામી દિવોસમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાશે.” આ ઉપરાંત હાર્દિક પટેલના નિવાસ સ્થાને કોંગ્રેસ ધારાસભ્યો લલિત વસોયા, લલિત કગથરા, કિરીટ પટેલ વલ્લભ ધારાવિયા અને મહેશ પટેલ પહોંચ્યા હતા.
ઉપવાસના ત્રીજા દિવસે હાર્દિક પટેલે જણાવ્યું હતું કે “અસંખ્ય પોલીસ મારા નિવાસસ્થાનની બહાર છે. મારું ઘર જેલથી કમ નથી. અલગ અલગ વિસ્તારોમાં લોકોની ધરપકડ કરાઇ છે. ધારાસભ્યોને પણ ડ્રાઇવર સાથે આવવા નથી. લોકોને રોકવા ભાજપ સરકારે અનેક પ્રયત્નો કર્યા છે. રાખડી બાંધવા માટે પણ બહેનોને આવવા દીધી નથી. પોલીસે નક્કી કર્યું છે કે, હાર્દિકના ઘરે કોઇને જવા દેવાના નથી. કોઇના કહેવાથી આંદોલન અટકતું નથી. ”
હાર્દિકે વધુમાં જણાવ્યું હતું કે, “યુવાનો સંતાઇને આવે છે. કપાસમાં ઇયળ, મગફળીમાં મુંડા અને ગાંધીનગરમાં ગુંડા આવી ગયા છે. અમારી લડાઇ સત્યના માર્ગે છે. અલ્પેશ કથીરિયાની બહેન તેને રાખડી બાંધવા જતી હતી ત્યારે ક્રાઇમ બ્રાન્ચે તેને રોકી હતી. કોઇ સમાજ આપનો વિરોધ નથી કરતા. મારા ઘરની બહાર જે પોલીસ લગાડી છે તે ગુજરાતમાં લગાડે તો ક્યાંય દારુનું એક ટીપું ન મળે. ગામડે ગામડે પોતપોતાની રીતે ઉપવાસ પર બેસો એવું હાર્દિકે આહવાન કર્યું હતું. ” સાથે સાથે હાર્દિકે ભાજપના લોકોને પણ જોડાવવા માટે અપીલ કરી હતી.