અમદાવાદ: પાટીદાર નેતા હાર્દિક પટેલ આગામી લોકસભાની ચૂંટણી લડવાનું સ્વપ્ન હાલ પુરતુ રોળાયું છે. ગુજરાત હાઇકોર્ટે હાર્દિક પટેલના કેસને લઇને તેની અરજીને ફગાવતા લોકસભા ચૂંટણી લડી નહીં શકે તેમ કહી શકાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં વિસનગર ધારાસભ્યની ઓફિસમાં તોડફોડના કેસ મામલે ગુજરાત હાઇકોર્ટે બંન્ને પક્ષોની દલીલ સાંભળીને પોતાનો ચુકાદો આપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે વિસનગરમાં ધારાસભ્યની ઓફિસમાં તોડફોડ કરવાનાં કેસમાં વિસનગરની કોર્ટે હાર્દિકને કરેલી સજા સામે તેને હાઈકોર્ટમાં અપીલ કરી હતી જેને હાઇકોર્ટે ફગાવી હતી.
હાર્દિકે આ અરજીમાં લોકસભાની ચૂંટણી લડવાની મંજૂરી માગી હતી. આ સાથે જ હાઇકોર્ટે કહ્યું હતું કે, આ મામલે નીચલી કોર્ટના નિર્ણય અમાન્ય ન ગણી શકાય. અત્રે જણાવી દઇએ કે, કોંગ્રેસી નેતા હાર્દિક પટેલ માટે સુપ્રીમ કોર્ટનો વિકલ્પ ખુલ્લો છે.
મહત્વનું છે કે, હાર્દિક પટેલ તાજેતરમાં જ કોંગ્રેસમાં સત્તાવાર રીતે જોડાયો છે. જે બાદ કોંગ્રેસે તેને લોકસભા ટિકિટ આપવાની પણ તૈયારી કરી લીધી છે. પરંતુ હાઈકોર્ટમાં ચાલી રહેલાં કેસને લઈને હાર્દિકનું કોકડું ગુંચવાયું છે.
શું હતો કેસ?
ઉલ્લેખનીય છે કે વિસનગરમાં ધારાસભ્યની ઓફિસમાં તોડફોડ કરવાનાં કેસમાં વિસનગરની કોર્ટે હાર્દિકને કરેલી સજા સામે તેને હાઈકોર્ટમાં અપીલ કરી હતી અને આ સાથે જ પોતાને દોષિત જાહેર કરવાનાં નિર્ણય પર સ્ટેની માંગ પણ કરી છે.
હાર્દિકના વકીલે અગાઉ શું કહ્યું હતું
એક પણ સાક્ષીએ એવું નથી કહ્યું કે, બનાવનાં સ્થળ પર હાર્દિક હાજર હતો. તો હાર્દિક વિરુદ્ધ એક પણ પુરાવા પણ નથી મળ્યાં. હાર્દિકને IPC એક્ટ પ્રમાણે સજા કરવામાં આવી છે.
જેથી આ કેસમાં હાર્દિક નિર્દોષ છૂટી શકવાને પાત્ર છે. પરંતુ જો હાર્દિકની સજા પર સ્ટે ન મુકાય તો પણ RP એક્ટ પ્રમાણે તે ચૂંટણી લડી શકે છે. પરંતુ જો હાર્દિકને હાઈકોર્ટમાંથી રાહત ના મળે તો તેવાં સંજોગોમાં આ લોકસભા ચૂંટણી લડવી એ હાર્દિક માટે મુશ્કેલરૂપ બની શકે છે.
હાર્દિક પટેલ નહી લડી શકે લોકસભાની ચૂંટણી, હાઇકોર્ટે અરજી ફગાવી
પાટીદાર નેતામાંથી કોંગ્રેસમાં જોડાઇને રાજકિય નેતા બનેલા હાર્દિક પટેલ લોકસભાની ચૂંટણી લડી શકશે નહી. હાર્દિક પટેલની સજા પર સ્ટે મુકવાની અરજી હાઈકોર્ટે ફગાવી છે. જેથી હવે હાર્દિક પટેલ જામનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી શકશે નહી.
થોડા સમય અગાઉ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની હાજરીમાં હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયો હતો અને તેના નિર્ણયથી પાટીદાર સમાજના અમુક લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો હતો ત્યારે હવે હાઇકોર્ટના આ નિર્ણયથી હાર્દિક પટેલ લોકસભાની ચૂંટણી લડી શકશે નહી. હાર્દિક પટેલ પાસે સુપ્રીમ કોર્ટમાં જવાનો રસ્તો બચ્યો છે.