વધુ એક વખત હાર્દિક પટેલ કોર્ટનાં લીધે ચર્ચામાં આવી ગયાં છે. અગાવ પણ કોર્ટનાં એવા નિર્ણય ને કારણે હાર્દિક પટેલ ચિંતા માં મુકાય હતાં ત્યારે હવે વધું એક વખત આજ કારણ હાર્દિક પટેલી ની ચિંતા માં વધારો કરી રહ્યું છે.
કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ સામે વર્ષ 2015 માં જી.એમ.ડી.સી.ગ્રાઉન્ડ પર નોંધાયેલા રાયોટિંગ કેસમાં તેની આગોતરા જામી ન અરજી સેશન્સ કોર્ટના એડિશનલ સેશન્સ જજ પી.એમ. ઉનડકટે નામંજૂર કરી છે.
સરકારની રજૂઆત હતી કે હાર્દિક સામે ગુજરાતમાં 10 પોલીસ ફરિયાદ નોંધાયેલી છે અને 25 મી ઓગસ્ટે સભાનો સમય પૂર્ણ થઇ ગયો હોવા છતાં તેણ સભા ચાલુ રાખી હતી. ત્યારે હવે જેમ જેમ સમય જાય છે તેમ તેમ હાર્દિકનો પાવર પણ વધી રહ્યો છે તો સાથે સાથે કંઈક ને કંઈક થી એવા કિસ્સા ઓ સામે આવી રહ્યાં છે જેથી કરી ને હાર્દિક ની ચિંતા એકાએક જ વધી જાય છે.
વાત કરીએ ગ્રાઉન્ડ પર સભા મુદ્દે ની તો તેમાં પણ ક્યાંક ને ક્યાંક હાર્દિક પટેલ એ ઘેરા યાં છે. તેથી તેની આગોતરા જામીન અરજી મંજૂર કરી શકાય નહીં.રાયોટિંગ કેસમાં ધરપકડથી બચવા હાર્દિક પટેલે કરેલી આગોતરા જામીન અરજીમાં પોલીસ તરફથી સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટની રજૂઆત હતી કે ગ્રાઉન્ડ પર સભાનો સમય પૂરો થઇ ગયો હોવા છતાં આરોપીએ સભા ચાલુ રાખી હતી.
આ ઉપરાંત અરજદાર આરોપી સામે ગુજરાતમાં કુલ 10 પોલીસ ફરિયાદો નોંધાયેલી છે.તો થોડા સમય પહેલાંજ હાર્દિક પટેલ મુદ્દત દરમિયાન હાજરનાં રહેતાં તેમની ધર પકડ કરવાંમાં આવી હતી. ત્યારે હવે વધુ એક વખત હાર્દિક પર કોર્ટ નો ભાર વધ્યો છે.
જોકે આવખતે કેહવાય છે કે હાર્દિક પટેલ ને કોઈપણ સંજોગોમાં જામીન મળવાની શક્યતા છે નહીં હાર્દિકે આપેલા ઉશ્કેરણી જનક ભાષણના કારણે આ ગુનો બન્યો હતો.
જો તેને જામીન પર મુક્ત કરવામાં આવશે તો સમાજમાં ખોટો મેસેજ જાય તેમ છે.આ ઉપરાંત આ કેસના અન્ય આરોપીઓની ધરપકડ અને તપાસ બાકી હોવાથી જામીન અરજી મંજૂર કરવી યોગ્ય નથી ત્યારે હવે આ બાબત હાર્દિક પટેલ ને ચિંતામાં મૂકી શકે છે તેમાં કોઈ શક નથી અગાવ પણ કોર્ટ હાર્દિક વિરુદ્ધ કડક પગલાં ભરી ચુકી છે.
વાત કરી આ વિષય પર વધુ વિસ્તારમાં તો તારીખ 25/8/2015 ના રોજ અમદાવાદના જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડ ખાતે થયેલી અનામત સભા સમયે વસ્ત્રાપુર પોલીસે હાર્દિક પટેલ સહિત આઠ વ્યક્તિઓ સામે રાયોટિંગ, ગેરકાયદે મંડળી, સરકારી અમલદારને ફરજમાં રૂકાવટ અને જાહેર સંપત્તિને નુકસાનના ગુના હેઠળ ફરિયાદ નોંધી હતી.
જોકે ત્યારે હાર્દિક પર અનેક અન્ય ફરિયાદો પણ હતી જેથી કરીને આ મુદ્દે થોડો દબાઈ ગયો હતો પરંતુ હવે આ મુદ્દો એક દમ સ્પષ્ટ થઈ ગયો છે. આ વખતે હાર્દિક પટેલ ને કોઈ પણ રીતે જમીન મળશે નહીં તેવું સૂત્રો મુજબ જાણવા મળી રહ્યું છે.