હનુમાનદાદા નું એવું ચમત્કારિક મંદિર જ્યાં લોકો વિદેશ જવા માટે વિઝા ની માનતા રાખે છે,અને દાદા દરેકની મનોકામના પૂર્ણ કરે છે,

હનુમાનજી એટલે કષ્ટભંજન દરેક દૂર ને દૂર કરનાર. હનુમાનજી ને સંકટમોચન પણ કહેવામાં આવે છે. હનુમાન દાદા ને અમરત્વ મળેલું છે. આજે પણ પૃથ્વી ઉપર ક્યાંક ને કયાંક કોઇ જગ્યાએ કોઈ પણ રૂપમાં હાજરાહજૂર હોય છે. હનુમાનજી એટલે સંકટમોચન કહેવાય છે કોઈ પણ સંકટ આવે એટલે તરત જ હનુમાનજીને યાદ કરવામાં આવે તો તે સંકટ આવતું નથી. અને આવે તો તરત જ છુટકારો મળે છે.

હનુમાનજીના મંદિરો અનેક જગ્યાએ આવેલા હોય છે અને મોટા ભાગના મંદિરોમાં દાદાના ચમત્કારિક પરચાઓ મળતા જોવા મળે છે દરેક રૂપમાં દાદા દર્શન આપે છે આજે પણ રાત્રે ડર લાગે તો હનુમાન દાદાનું નામ લેવામાં આવે છે અથવા તો હનુમાન ચાલીસા બોલાવવામાં આવે છે.

આજે અમે તમને એક એવા ચમત્કારિક મંદિર વિશે જણાવવાના છીએ કે જ્યાં લોકો વિદેશ જવા માટે વિઝા ની માનતા માને છે. અને દાદા દરેક ભક્તોની મનોકામના પૂરી કરે છે. પરંતુ એવું કહેવાય છે કે નરેન્દ્ર મોદી ને જ્યારે વિઝાની જરૂર હતી ત્યારે નરેન્દ્ર મોદીએ પણ આ મંદિરમાં અમેરિકા જવા માટે વિઝાની માનતા માની હતી. અને તેમની માનતા પૂરી થઇ અને પછી જ અમેરિકા જઈ શક્યા હતા.

હનુમાનજીનું આ મંદિર અમદાવાદ શહેરમા ખાડિયા વિસ્તારમાં દેસાઈની પોળમાં આવેલું છે. આ મંદિર આશરે ૪૦૦ વર્ષ થી પણ વધારે જુનું છે એવું માનવામાં આવે છે. લોકો એવું કહે છે કે જે લોકોને વિદેશ જવું હોય તે લોકો ને વિઝા ન મળતા હોય ત્યારે આ હનુમાનજીના મંદિરની માનતા રાખે છે અને દાદા દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. આ હનુમાનજીનું મંદિર ખાલી અમદાવાદ કે ગુજરાતમાં જ નહીં પરંતુ આખા ભારતદેશમાં પ્રખ્યાત છે.

દેશમાંથી અલગ અલગ રાજ્યમાંથી લોકો પોતાની માનતાઓ માનવા માટે અહીં આવે છે. અને દાદા દરેકની મનોકામના પૂર્ણ કરે છે હનુમાન મંદિરના પૂજારીનું પણ એવું કહેવું છે કે અહીં આવતા દરેક ભક્તોની મનોકામના દાદા પૂર્ણ કરે છે જે લોકોએ આ મંદિરની માનતા માની હોય અને પછી દર્શન કરવા આવે ત્યારે જો પાસપોર્ટ ની માનતા રાખી હોય તો પાસપોર્ટ લઈને આવે છે અને પૂજારીને આપે છે પૂજારી તે પાસપોર્ટ અને દાદાને બતાવે છે અને જે લોકો વિઝાની માનતા રાખે છે તે વિઝા લઈને આવે છે અને દાદાને દરબાર માં બતાવે છે અને સાથે સાથે પૂજા પણ કરે છે.

અત્યાર સુધી લાખો લોકોની મનોકામના દાદાએ પૂર્ણ કરી છે નરેન્દ્ર મોદીએ પણ પોતાના વિઝા માટે અહીં માનતા માની હતી. અને તે માનતા પુર્ણ થયા પછી જ અમેરિકા જઈ શક્યા હતા. હનુમાનજી દરેક લોકો નું દુઃખ,દર્દ અને સંકટ ટાળી દે છે. હનુમાનજી ની સામે ‘ઓમ નમો હનુમંતે ભયભંજનાય સુખં કુરુ ફટ સ્વાહા ‘ આ શ્લોક બોલવાથી દરેક સમસ્યા દુર થઇ જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here