હનુમાન દાદા ભક્તોની સમસ્યાઓ દૂર કરે છે
હનુમાન દાદાને સંકટમોચનના નામથી પણ ઓળખવામાં આવે છે કારણકે તેઓ ભક્તોની સમસ્યાઓ દૂર કરે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર હનુમાનજીનો ફોટો જો યોગ્ય દિશામાં લગાવવામાં આવે તો વધારે લાભ થાય છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર જો હનુમાનજીનો ફોટો દક્ષિણ દિશામાં રાખવરાખવામાં આવે તો તે વધુ શુભ માનવામાં આવે છે.
જો આ દિશામાં હનુમાનજીનો ફોટો રાખવામાં આવે તો…
વાસ્તુ શાસ્ત્ર અનુસાર જો હનુમાનજીનો ફોટો દક્ષિણ દિશામાં રાખવ માં આવે તો સુખ-સમૃધ્ધિમાં વધારો થાય છે. જો ઘરની ઉત્તર દિશામાં હનુમાનજીનો ફોટો લગાવવામાં આવે તો ઘરમાં સકારાત્મકતા આવે છે.
પંચમુખી હનુમાનજીનો ફોટો રાખવામાં આવે તો…
જો ઉત્તર દિશામાં હનુમાનજીની મૂર્તિ રાખવામાં આવે તો ઘરના સભ્યોની તબિયત સારી રહે છે. ઘરના પ્રવેશદ્વાર પર પંચમુખી હનુમાનજીનો ફોટો લગાવવાથી ઘરના તમામ સભ્યોની પ્રગતિ થાય છે.
બેડરૂમમાં કેમ હનુમાનજીનો ફોટો રાખવો જોઈએ નહીં?
વાસ્તુ અનુસાર ઘરના બેડરૂમમાં ક્યારેય પણ હનુમાનજીની મૂર્તિઅથવા ફોટો રાખવો જોઈએ નહીં કારણકે હનુમાનજીબ્રહ્મચારી હતા અને નિયમનું પાલન કરવામાં આવે નહીં તો અશુભ ફળ પ્રાપ્ત થાય છે.
આ સ્વરૂપના હનુમાનજીની પૂજા કરશો તો…
હવામાં ઉડતા હોય તેવા સ્વરૂપના હનુમાનજીની પૂજા કરવી જોઈએ. આ સ્વરૂપના હનુમાનજીની પૂજા કરવાથી નોકરી અથવા તો પછી બિઝનેસમાપ્રગતિ થાય છે.