મળો આ ઓર્થોપેડિક હનુમાનજી ને , અહિયાં લોકો તૂટલાં હાડકા લઈને આવે છે અને ચમત્કારિક રીતે જોડાય જાય છે, જાણો આ ચમત્કારિક હનુમાનજી વિશે

આપણો દેશ ખૂબ જ ધાર્મિક દેશ છે. એવું કહેવાય છે કે દર પાંચ કિલોમીટર માં એક મંદિર આવેલું હોય છે. અને દરેક મંદિરે કંઈકને કંઈક રહસ્ય છુપાયેલું હોય છે. દરેક સ્થળ સાથે કંઈક વાર્તા જોડાયેલી હોય છે. અને પુરાણો સાથે કોઈ ને કોઈ જગ્યા જોડાયેલી હોય છે. અમુક લોકો માટે આ વિશ્વાસ અને શ્રદ્ધા નું સ્થાન હોય છે. અને ઘણા લોકો તો આ જગ્યાને ચમત્કારિક પણ કહે છે. ભારતમાં એવા ઘણા બધા મંદિરો આવેલા છે જ્યાં આપણને દુઃખ પડે ત્યારે જરૂરથી ભગવાનને યાદ કરીએ છીએ. અને ત્યાં માનતા માનવાથી તકલીફ દૂર થાય છે.

કોણ પણ પીડા હોય તો ભગવાનની માનતા માનવાથી ભગવાન આપણું કામ કરી દે છે, એવું કહેવાય છે. આજે અમે તમને એક એવા મંદિર વિશે જણાવવાના છીએ ,જે તમે ક્યારેય સાંભળ્યું પણ ન હોય. આ મંદિરે હજારો ભકતો આવે છે આ મંદિર જબલપુર નજીક કટની પાસે આવેલા એક ગામમાં હનુમાનજીના મંદિરની વાત છે.

મંદિરમાં જ્યારે લોકો આવે છે ત્યારે દુઃખ અને દર્દ લઈને આવે છે. અને જ્યારે તે પાછા જાય છે. ત્યારે હસતા હસતા દુઃખને દૂર થઈ જાય છે. આ મંદિરમાં લોકો તૂટેલા હાડકા ને જોડવા માટે આવે છે. આ મંદિરને ઓર્થોપેડિક મંદિર તરીકે પણ ઓળખાય છે. ઓર્થોપેડિક હનુમાનજી નું મંદિર કટની થી 35 કિલોમીટર દૂર આવેલું છે. જે લોકોને હાડકાનો રોગ હોય ફેક્ચર હોય કે કોઈ પણ જાતની હાડકાંની તકલીફ હોય તો તે વ્યક્તિ આ મંદિરે આવે છે.

ભગવાન તેનું દુઃખ સાંભળે છે જેમ આપણે કોઈ દવાખાનામાં જઈએ અને ત્યાં ભીડ હોય તેવી જ આ મંદિરની બહાર ભીડ જોવા મળે છે. ખાસ કરીને શનિવાર અને મંગળવારના દિવસે મંદિરમાં પગ મૂકવાની પણ જગ્યા હોતી નથી. જ્યારે લોકો અહીંયા હાડકા જોડવા માટે આવે છે ત્યારે તે બે હાથ જોડીને ભગવાન શ્રીરામનું નામનું સ્મરણ કરે છે. પછી મંદિરના પૂજારી ભક્તને ઔષધિ આપે છે. ઔષધી ચાવવાથી જ તરત જ દુખાવો અને કાંઈ પણ તેની સમસ્યા ગાયબ થઈ જશે.

આ દવા ખવાઈ જાય પછી મંદિરની અંદર રોકવાનું હોતું નથી. ઘણા લોકોના હાથ તૂટેલા હોય કે પગે ફ્રેક્ચર થયું હોય તો તે આ મંદિરે આવે છે. અને હનુમાનજી તેના દરેક દુખને દૂર કરે છે. ઘણા લોકો આ હનુમાનજીને હાડકા જોડવા અથવા તો ઓર્થોપેડિક હનુમાન તરીકે પણ ઓળખે છે. જે લોકોને હાડકા નો દુખાવો થતો હોય અને દવાખાના પગથિયાં ચડીને થાકી ગયા હોય તે લોકો હનુમાનજી પાસે આવે છે અને પોતાનું દુખ વ્યક્ત કરે છે. હનુમાનજી તેના દર્દમાંથી મુક્તિ આપે છે.

અહીં અલગ અલગ રાજ્યના લોકો આવે છે આ મંદિરમાં કોઈપણ પ્રકારના પૈસા લેવામાં આવતા નથી. પરંતુ જો તમે ઈચ્છો તો દાન પેટીમાં દાન કરી શકો છો. પણ આ દાન કરવું પણ કાંઈ ફરજિયાત હોતું નથી. મંદિરની બહાર હાથ યા હાડકા દુખતા હોય તેના માટે માલિશ કરવા નું તેલ મળે છે. ઘડીવાર ડોક્ટર આશા છોડી દેતા હોય અને ડોક્ટરથી સારું ન થતું હોય તેવા લોકો આ ઓર્થોપેડિક હનુમાન પાસે આવે છે. ઘણા લોકો એવું કહે છે કે આ મંદિરની પ્રસાદ લેવાથી તૂટેલા હાડકા જોડાય છે આ હનુમાનજી પાસે લોકો દેશ-વિદેશથી પોતાના હાડકા જોડવા માટે આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here