હનુમાન ચાલીસા બોલતી વખતે આ વાતનું ખાસ ધ્યાન રાખો, ભૂલથી પણ ના કરો આ કામ, નહિ તો હનુમાનજી પ્રસન્ન થવાને બદલે નારાજ થઇ જશે. અને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડશે.

આપનો દેશએ ખૂબ જ ધાર્મિક દેશ છે. દરેક લોકો હનુમાનજી ને ખૂબ જ માનતા અને પૂજા અને તેનો ખૂબ જ આદર કરતા હોય છે. દરેક લોકો હનુમાનને ખુબ જ માનતા હોય છે. શનિવારના દિવસે દરેક લોકો ખાસ કરીને હનુમાન ચાલીસાનો પાઠ કરતા હોય છે. જો હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવે તો દરેક દુઃખો અને તકલીફ દૂર થાય છે. હનુમાન ચાલીસાના પાઠ કરવાથી ઘણા બધા ફાયદા થાય છે.

પરંતુ જો તમે હનુમાન ચાલીસાના પાઠ કરતી વખતે કંઈપણ ભૂલ કરી રહ્યા છો, તો ફળ મળતું નથી. ઊલટાનું હનુમાનજી નારાજ થઈ જાય છે. તો ચાલો આજે આપણે જાણીએ કે હનુમાન ચાલીસા કરતી વખતે કઈ-કઈ વાતો ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. એવું કહેવાય છે કે હનુમાનજીને સાચા દિલથી પ્રાર્થના કરવામાં આવે તો દરેક લોકોની સમસ્યા ટળી જાય છે.

હનુમાન ચાલીસા કરતા પહેલા સ્નાન કરીને ચોખ્ખા કપડા પહેરવા જોઈએ. ત્યારબાદ મૂર્તિ રાખીને લાલ આસન પર બેસીને હનુમાનજી ને ચણા અને ગોળ નો પ્રસાદ ધરાવવો જોઈએ. આ ઉપરાંત ચુરમાના લાડુ કરવા જોઈએ. અને લાડવા પર તુલસીના પાન અચૂક મુકવા જોઈએ. ત્યારબાદ હનુમાનજી ના પાઠ ની શરૂઆત કરવી જોઈએ. આ રીતે અગિયાર કે એકવીસ મંગળવાર કે શનિવાર સુધી પાઠ કરવામાં આવે તો હનુમાનજી તમારું જે ધાર્યું કાર્ય હોય તે પરિપૂર્ણ કરે છે.

આ ઉપરાંત આપણે દરેક જાણીએ છીએ કે, હનુમાનજી એ ભગવાન શ્રીરામના ખૂબ જ મોટા ભક્ત હતા એટલે જ્યારે પણ હનુમાન ચાલીસા નો પાઠ કરવાનું શરૂઆત કરીએ તે પહેલા એક વખત ભગવાન શ્રી રામનું સ્મરણ કરી લેવું જોઈએ. એટલે તરત જ તમને ફળની પ્રાપ્તિ થશે. ઘણી વખત લોકો કામ કરતાં કરતાં મનમાં ને મનમાં હનુમાન ચાલીસાનો પાઠ કરતા હોય છે. અને ઉતાવળમાં ઘણી વખત અમુક શબ્દો ખોટું બોલાય જાય છે. અથવા તો ભૂલી જાય છે. એટલે જ્યારે તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો ત્યારે શાંતિથી બોલવી. ભલે દિવસમાં એક વખત જ હનુમાન ચાલીસા બોલાય પરંતુ શાંતિથી બોલવી જોઈએ.

હનુમાન ચાલીસાનું પાઠ આપણે ગમે તે જગ્યા પર બેસીને કરી લેતા હોઈએ છીએ. પણ હનુમાન ચાલીસાના પાઠ પીપળાના ઝાડ નીચે બેસીને કરવામાં આવે તો તે ઉત્તમ માનવામાં આવે છે. પીપળાનું ઝાડ પર બેસીને હનુમાન ચાલીસા કરવામાં આવે છે. અને પીપળાના ઝાડ નીચે હનુમાન ચાલીસા કરવા માટે લાલ કપડાં પહેરીને બેસવું જોઈએ. જો આ રીતે કરવામાં આવે તો હનુમાનજી પ્રસન્ન થાય છે. અને આપણા દરેક કાર્ય પૂર્ણ થાય છે.

હનુમાન ચાલીસા દરમિયાન નાગરવેલના પાનનો ઉપયોગ કરવામાં આવે તો તે ઘણા બધા કષ્ટો દૂર કરે છે. હનુમાનજી હિન્દુ ધર્મમાં નાગરવેલના પાનને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. એટલે કોઈ શુભ કાર્યનો આરંભ કરીએ ત્યારે નાગરવેલના પાનનો ઉપયોગ કરવો જોઈએ. જો હનુમાન ચાલીસા નો પાઠ કરવા બેસે ત્યારે નાગરવેલના પાનનો ઉપયોગ કરવામાં આવે તો હનુમાનજી તરત જ પ્રસન્ન થઈ જાય છે.

શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે જ્યારે સમુદ્રમંથન કરવામાં આવ્યું હતું ત્યારે પણ નાગરવેલના પાનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એટલે મંગળવારે કે શનિવારે હનુમાનજીને નાગરવેલના પાનનું બીડું અર્પણ કરવું જોઇએ. દિવસમાં હનુમાન ચાલીસા ત્રણ વખત બોલવી જોઈએ. પહેલી વખત સવારે સ્નાન કરીને ત્યાર પછી બપોરે અને રાત્રે સુતા પહેલા કરવી જોઈએ.

મહિલાઓએ હનુમાનજી નો ઉપવાસ ન કરવો જોઇએ. પરંતુ હનુમાન ચાલીસાનું ચોક્કસપણે પઠન કરવું જોઈએ. એટલે હનુમાનજી પ્રસન્ન થાય અને આપણા અધૂરા કામ પૂરા કરે છે. આ ઉપરાંત હનુમાનજીને સ્પર્શ કરવાની મનાઈ છે. કારણ કે, હનુમાનજી બ્રહ્મચારી હતા. હનુમાન ચાલીસા કરવા માટે ગમે તે સ્થાન પસંદ ના કરો તેની માટે ચોક્કસ મંદિર અથવા તો પીપળાના ઝાડ નીચે જ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here