હનીમૂન કરવા આબુ ગયેલ પતિએ પત્નીને બીયર પીવાનું કહ્યું પત્નીએ ના પાડતાં પતિએ કર્યું એવું કે જાણી તમે પણ ચોંકી જશો.

રાજ્યમાં થી વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં પતિ જબરજસ્તી પોતાની પત્નીને બીયર પીવાનું કહેતા મહિલાએ ના પાડી હતી ત્યારે યુવકે ના કરવાનું કર્યું હતું આવો જાણીએ સમગ્ર મામલો.આઠ દિવસના લગ્જીવનમાં પોરબંદરની એક યુવતીને વેદના મળી છે.આબુ ખાતે હનીમૂનમાં બીયર પીવાની ના પાડતા પતિએ માર મારતા ચકચાર મચી ગઇ હતી.યુવતીએ પતિ સામે મહિલા પોલીસમા ફરિયાદ નોંધાવી છે.અને ત્યારબાદ આ માહિતી બહાર આવી હતી.પોરબંદરના સત્યનારાયણ મંદિર નજીક રહેતી એક યુવતિએ નોંધાવેલ પોલીસ ફ્રિયાદ મુજબ તેના લગ્ન અમદાવાદના ગોવર્ધન ગેલેકસી એપાર્ટમેન્ટમાં રહેતા હર્ષિલ દિનેશ પટેલ સાથે થયા હતા.લગ્ન નક્કી કરતાં તે સમય એતો બંને વચ્ચે સારું ચાલતું હતું પરંતુ લગ્નબાદ ડખા વધી ગયા હતાં.

આ કિસ્સામાં પતિ પત્ની ને બીયર પીવા માટે ફોર્સ કરતો હતો પત્ની એ ના પાડતાં પતિએ તેની સાથે એવી હરકત કરી હતી જેથી આખો મામલો ચર્ચા માં આવી ગઈ હતી.અમદાવાદથી હનીમુન માટે તેઓ આબુ ગયા હતા.ત્યાં એક હોટલમાં રૂમબુક કરાવ્યો હતો.બાદ પતિએ બહારથી બિયરની 3 બોટલ મંગાવી હતી.તેમાંથી એક બોટલ પોતે પી ગયો હતો તથા બીજી બોટલ પીવા લાગ્યો ત્યારે પત્નીને બીયર પીવા માટે અને સાથ આપવા જણાવ્યું હતું.જોકે વારંવાર કહેવા છતાં પણ પત્નીએ આ વિષય પર તેને નાજ કયું હતું છતાં પણ તે એક ની એક જીદ પર બેસી રહ્યો હતો.

આટલુંજ નહીં પરંતુ તે વધુ ને વધુ ફોર્સ કરવા લાગ્યો હતો તેમ છતાં યુવતિએ બીયર પીવાનો ઇન્કાર કર્યો હતો.ત્યારે યુવક રોશે ભરાઈ ગયો અને તુ મારી સાથે બીયર કેમ પીતી નથી કહીને ગાળો બોલવા લાગ્યો હતો અને કમરના ભાગે લાત મારી દેતા આ યુવતિ પથારી ઉપર પડી ગઇ હતી અને ત્યારબાદ પણ બિયર પીવા માટે દબાણ કરતા યુવતીએ પોતે પીવાની નથી એમ કહી દીધી ત્યારે આ સાંભળી પતિ ને ખુબજ ગુસ્સો આવતા તેણે પત્ની ને ઠોર માર માર્યો હતો.આ બધું થયા બાદ તેણે હોટલના કાઉન્ટર પર જઈ ને હેલ્પ માંગી અને ત્યારબાદ પોતાના પપ્પા ને ફોન કરતા સમગ્ર ઘટના વિસે જાણ કરી હતી.ત્યારે હવે આ યુવક સામે કડક પગલાં લેવાનું પણ જણાવ્યું હતું.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here