દરેક લોકોને ઈચ્છા હોય કે પોતાના વાળ કાળા, લાંબા અને મજબૂત બને. કહેવાય છે કે વાળ એ સુંદરતાનું પ્રતિક છે. જો લાંબા અને ઘાટ્ટા વાળ હોય તો સુંદરતા ખૂબ જ સારી લાગે છે. પરંતુ જો વાળ નબળા અને સફેદ થયા હોય તો એનો ચહેરો પણ બેડોળ લાગે છે. કાળા અને મજબૂત વાળ સૌંદર્યમાં વધારો કરે છે. પરંતુ આજના યુગમાં દરેક લોકો સારા દેખાવને કારણે ઘણા બધા કેમિકલનો ઉપયોગ કરતા કરતા થઈ ગયા છે. જેના કારણે વાળને ખૂબ જ નુકસાન થાય છે. અને વાળ ખરવાની તકલીફ દિવસે ને દિવસે વધતી જાય છે.
ઘણી વખત તો જુદા જુદા તેલ વાપરવાને કારણે પણ વાળ ખરવાની સમસ્યા ઉત્પન્ન થાય છે. માટે અલગ-અલગ તેલનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ. આજે અમે તમને કેટલાક ઘરેલુ ઉપાય બતાવીશું જે વાળ કાળા અને ખૂબ જ મજબૂત બનાવશે. સૌપ્રથમ લીમડાના પાનને સુકવી અને તેનો પાવડર તૈયાર કરો. આ પાવડરને નારિયેળ તેલમાં મિક્સ કરીને ગરમ કરો. ત્યારબાદ ગરમ થઈ જાય પછી તેલ ને કાચની બોટલમાં ભરો. અને રોજ રાત્રે લગાવો. 15 દિવસ સુધી આમ કરવાથી સફેદ વાળ કાળા અને મજબૂત થઈ જશે.
આજના સમયમાં દરેક લોકો વાળને કલર કરતા થઈ ગયા છે. અને કલર કરવાને લીધે ઘણી વખત વાળ વધારે પડતાં ખરવા લાગે છે. અથવા તો સફેદ થઈ જાય છે. તો તેને દૂર કરવા માટે અડધા કપ દહીંમાં કાળા મરી અને લીંબુ ભેળવીને મિક્સ કરી ત્યાર બાદ વાળમાં લગાવો અને વાળમાં દસ મિનિટ લગાવો. પછી તેને સારી રીતે ધોઈ લો ધીમે ધીમે વાળ કાળા થવા લાગશે, અને ઘાટા થવા લાગશે, અને ખોડો થવાની સમસ્યા ધીમે-ધીમે ઓછી પણ થઈ જશે.
ખોડો દૂર કરવા માટે બેસન અને લીમડાના પાન અને હળદર અને સારી રીતે મિક્સ કરી તેની એક સારી પોસ્ટ બનાવો. ત્યારબાદ તેને ૩૦ મિનીટ સુધી માથામાં રાખીને સારા પાણીથી ધોઈ લો. આવું કરવાથી અઠવાડિયામાં જ ખોડો નાબૂદ થઇ જશે. આ ઉપરાંત જો વાળ ખરતા અટકાવવા હોય તો ભોજનમાં સલાડ લીલા શાકભાજી વગેરે લો. આ ઉપરાંત વાળ ખરવાની સમસ્યા માંથી મુક્તિ મેળવવા માટે એક ડુંગળીને ક્રશ કરી તેનો રસ કાઢો ત્યારબાદ તેને કોટનની મદદથી વાળના મૂળમાં લગાવો. થોડીવાર સુધી મસાજ કરો અને 30 મિનિટ સુધી તેને ધોઈ લો. અઠવાડિયામાં બે વખત કરવાથી વાળ ખરતા અટકી જશે અને ખૂબ જ લાંબા થશે.
આમળાના પાવડરમાં લીંબુનો રસ મિક્સ કરીને લગાવવાથી પણ વાળ લાંબા અને કાળા થાય છે. અત્યારની આધુનિક યુગમાં દરેક લોકોને સુંદર દેખાવું હોય છે. એટલે તેઓ પોતાના માથામાં તેલનો માલીશ કરતા નથી. પરંતુ જો તેલ માલીસ કરવામાં ન આવે તો વાળ ખરવાની સમસ્યા ઉત્પન્ન થાય છે. એટલે વાળ સંભાળવા માટે વાળમાં તેલ ફરજીયાત રાખવું જોઈએ. વાળના મૂળમાં તેલ લગાવવાથી વાળના મૂળ મજબૂત થાય છે. આ માટે સૌપ્રથમ રોજ સાંજે કોઈ પણ તેલથી સારી રીતે માથામાં માલીશ કરી અને સવારે શેમ્પૂથી ધોઈ લો. આવું કરવાથી વાળ ખરવાનું ધીમે ધીમે ઓછો થઈ જશે.
આ ઉપરાંત ફેશનેબલ યુગમાં દરેક લોકો પોતાના વાળને કલર કરવાનું પસંદ કરતા હોય છે. પરંતુ જો વાળ સાથે કોઈપણ છેડા કરવામાં આવે તો વાળ ખરવાની સમસ્યા તરત જ ઉત્પન્ન થાય છે. એટલે કોઈ પણ પ્રકારનો વાળમાં રંગ ન કરવો જોઈએ. આજકાલ બજારમાં મોટા ભાગના શેમ્પુ ખૂબ જ કેમિકલવાળા મળે છે. જેનો ઉપયોગ કરવાથી વાળને ફાયદો ઓછો થાય છે, પરંતુ નુકસાન ખૂબ જ થયેલી છે. એટલે શેમ્પૂનો ઉપયોગ જેમ બને તેમ ઓછો કરવો જોઈએ અથવા ઓછા કેમિકલવાળા પસંદ કરવું જોઇએ.
જો તમે કન્ડિશનર નો ઉપયોગ કરો છો તો તે પણ ઓછા કેમિકલવાળા કરવો જોઈએ. નાળિયેરનું તેલ વાળ ખરતા અટકાવવા માટે એક રામબાણ ઈલાજ છે. એવું કહેવામાં આવે છે, અને તેમાં પ્રોટીન, ફેટ, મિનરલ્સ, પોટેશિયમ અને આયર્ન હોય છે જે વાળ ખરતા અટકાવવા માટે ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે. અને વાળને મજબૂત બનાવે છે. નાળિયેર ને પીસીને તેનું દૂધ કાઢી તેમાં થોડું પાણી મિક્સ કરી અને ઉકાળીને આ ઓછા ઓછા વાળ હોય ત્યાં લગાવવાથી વાળ ખરતા બંધ થઈ જશે. અને નવા વાળ ઊગી નીકળશે.
આ ઉપરાંત જાસુદનું ફૂલ નિયમિત રીતે ઉપયોગ કરવાથી ખરતા વાળની સમસ્યા ઓછી થઈ જાય છે. જાસૂદ ના ફૂલ ને નાળિયેર તેલમાં મેળવીને તે તેમને માથામાં લગાવવાથી ખૂબ ફાયદો થાય છે. આ ઉપરાંત ગાજરનું તેલ ખરતા વાળને અટકાવવા માટે ખૂબ જ ફાયદાકારક છે. કારણ કે ગાજરમાં ભરપૂર પ્રમાણમાં પોષક તત્વો રહેલા હોય છે. જે ખોડો અને ખરતા વાળની સમસ્યાને અટકાવે છે.
ગાજર નું તેલ બનાવવા માટે પહેલા ગાજરને ખમણી અને તેમાં નારિયેળનું તેલ મિક્સ કરીને થોડીવાર માટે ગરમ કરો. જ્યારે ગાજરનો રંગ નારંગી કલરનો થઈ જાય ત્યાં સુધી ગરમ થવા દો અને ત્યારબાદ ઠંડું કરીને એક બોટલમાં ભરી લો. ત્યારબાદ તેને અઠવાડિયામાં બે વખત હળવા હાથે માલિશ કરવાથી વાળ ખરતા બંધ થઈ જશે. અને કાળા અને એકદમ ઝાડા થઇ જાય છે.