આવું તો ગુજરાતીજ કરી શકે, અંબાણી પરિવારે ફરી વરસાવ્યો ગરીબ બાળકો ઉપર પ્રેમ જાણો

અંબાણી પરિવારે લગ્ન પહેલાં 2000 ગરીબ બાળકોને જમાડ્યાં હેતથી.

ભારતના સૌથી પૈસાદાર બિઝનેસમેન મુકેશ અંબાણીના દીકરા આકાશ અંબાણીના નવ માર્ચના રોજ લગ્ન છે.

મુંબઈઃ ભારતના સૌથી પૈસાદાર બિઝનેસમેન મુકેશ અંબાણીના દીકરા આકાશ અંબાણીના નવ માર્ચના રોજ લગ્ન છે. લગ્ન પહેલાં અંબાણી પરિવારે જરૂરિયાતમંદ બાળકોના આશીષ દીકરાને મળે તે માટે જીયો વર્લ્ડ સેન્ટરમાં 2000 બાળકોને જમાડ્યાં હતાં. અંબાણી પરિવારે તમામ બાળકોને હાથેથી ભોજન પીરસ્યું હતું. આકાશ તથા શ્લોકા મહેતા ટ્રેડિશનલ આઉટફિટમાં જોવા મળ્યાં હતાં. મહેતા પરિવારમાંથી રસેલ મહેતા તથા મોના મહેતા જોવા મળ્યાં હતાં.

જમાડ્યાં બાળકોનેઃ

આકાશ અંબાણીના લગ્ન પહેલાં પરિવાર અન્ન સેવા હેઠળ વિવિધ એનજીઓના જરૂરિયાતમંદ બાળકોને જમાડ્યાં હતાં. પરિવારમાં ચાલતી વર્ષો જૂની પરંપરા છે. ઈશા અંબાણીના લગ્ન પહેલાં ઉદેપુરમાં પણ અન્ન સેવા કરવામાં આવી હતી.

જેમાં અંબાણી તથા પીરામલ પરિવારે હાથેથી બાળકોને જમવાનું પીરસ્યું હતું. હવે, આકાશ અંબાણીના લગ્ન પણ આ પરંપરાનું પાલન કરવામાં આવ્યું હતું. મહેતા પરિવાર તથા અંબાણી પરિવારે પ્રેમથી બાળકોને જમાડ્યાં હતાં. આટલું જ નહીં તેમણે બાળકો સાથે વાતો પણ કરી હતી. આ ઈવેન્ટમાં સોનુ નિગમે પર્ફોમ કર્યું હતું.

ધીરૂભાઈ સ્કેવરનું કર્યું ઉદ્ધાટનઃ

નીતા અંબાણીએ જીયો વર્લ્ડ સેન્ટરમાં ધીરૂભાઈ સ્કેવરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે નીતા અંબાણીની સાથે 2000 જરૂરિયાતમંદ બાળકો હતાં. ઉદ્ધાટન બાદ અંબાણી પરિવાર અન્નસેવા કરવાનો છે. નાળિયેર વધેરીને નીતા અંબાણીએ આ શુભ કામની શરૂઆત કરી હતી.

એન્ટિલિયા સજ્યું ફૂલોથીઃ

મુંબઈમાં દાંડિયા નાઈટ બાદ સ્વિટ્ઝરલેન્ડમાં ત્રણ દિવસ સુધી પાર્ટી યોજવામાં આવી હતી. ત્યારબાદ મુંબઈમાં શ્રેયા ઘોષાલ મ્યૂઝિકલ નાઈટ યોજવામાં આવી હતી.

જેમાં 1600 મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. મહા શિવરાત્રિના રોજ ભવ્ય પૂજાનું આયોજન એન્ટિલિયામાં કરવામાં આવ્યું હતું. જેમાં ઈન્ડિયન આર્મીને યાદ કરવામાં આવી હતી. નવ માર્ચે લગ્ન હોવાથી એન્ટિલિયાને ફૂલો તથા લાઈટિંગથી ભવ્ય રીતે સજાવવામાં આવ્યું છે.

સાત માર્ચથી ફંક્શન્સ શરૂઃ

સાત માર્ચના રોજ મુંબઈના વરલીમાં NSCI ડોમમાં માલા તથા મહેંદી ફંક્શન યોજાવાનું છે. આકાશ અને શ્લોકા 9 માર્ચના રોજ લગ્ન કરશે. બંનેના લગ્નનો સમારોહ મુંબઈના જીયો વર્લ્ડ સેન્ટરમાં 3 દિવસ સુધી ચાલશે.

નવ માર્ચના રોજ આકાશ અંબાણીની જાન બપોરે 3.30 કલાકે જીયો સેન્ટર પહોંચશે. મહેમાનો માટે 6.30 કલાકે હાઈ-ટી હોસ્ટ કરાશે, જે પછી રાતે 9 કલાકે આકાશ અને શ્લોકાના લગ્ન થશે. 10 માર્ચના રોજ આકાશ અને શ્લોકાનું વેડિંગ સેલિબ્રેશન થશે.

આ ભવ્ય સેલિબ્રેશન બેશમાં બોલિવૂડ સેલેબ્સ, પોલિટિશિયન્સ અને બિઝનેસ ફિલ્ડના દિગ્ગજો સામેલ થાય તેવી શક્યતાઓ છે. ત્યારબાદ 11 માર્ચના રોજ વેડિંગ રિસેપ્શન યોજાશે. આ ફંકશનમાં બંને પરિવારના સભ્યો અને નિકટના પરિવારજનો સામેલ થશે.

આ સંપૂર્ણ કાર્યક્રમ પણ જીયો સેન્ટર ખાતે જ યોજાશે. ઉલ્લેખનીય છે કે, આ કપલે 2018 માં સગાઈ કરી હતી અને તે પછી એન્ટિલિયામાં ગ્રાન્ડ પાર્ટી પણ આપી હતી.

જુઓ, બાળકોને જમાડતો અંબાણી તથા મહેતા પરિવાર…

જુઓ, બાળકોને જમાડતો અંબાણી તથા મહેતા પરિવાર…

જુઓ, બાળકોને જમાડતો અંબાણી તથા મહેતા પરિવાર...
જુઓ, બાળકોને જમાડતો અંબાણી તથા મહેતા પરિવાર…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here