લોકસભાની ચૂંટણીમાં ભાજપ ગુજરાતમાં 10 થી 15 બેઠકો ગુમાવશે!

અમિત શાહ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી

લોકસભાની ચૂંટણીમાં ભાજપ ગુજરાતમાં 10 થી 15 બેઠકો ગુમાવશે ??

લોકસભાની ચૂંટણીના કુલ સાત પૈકીના પાંચ તબક્કામાં મતદાન પૂર્ણ થઇ ગયું છે. હવે બાકી રહેલા બે તબક્કામાં 12 અને 19 મી મેના રોજ કુલ 118 બેઠકો માટે મતદાન થવાનું બાકી છે. જ્યારે 23 મી મેના રોજ તમામ બેઠકો માટેની મતગણતરી થવાની છે. આથી હવે સૌ કોઈની નજર તેના પર મંડાઈ છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી

ભાજપ કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોના આગેવાનો તથા નેતાઓ અને કાર્યકરો તેમજ સામાન્ય લોકો પણ હવે જુદા-જુદા પ્રકારની અટકળો કરવા માંડ્યા છે. જેમાં સટ્ટા બજાર તેમજ જ્યોતિષીઓ પણ બાકાત નથી.

અમિત શાહ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી

અગાઉ સટ્ટા બજાર દ્વારા ભાજપને 240થી વધુ બેઠકો મળશે એવું અનુમાન કરીને સટ્ટો રમાડવામાં આવ્યો હતો. એટલું નહીં સટ્ટા બજાર હજુ પણ 240 બેઠકો માટે સટ્ટાના ભાવો આપે છે, પરંતુ જ્યોતિષીઓ સટોડિયાઓથી સાવ ઉલટી દિશામાં આગાહી કરી રહ્યા છે.

અમદાવાદના એક જ્યોતિષે ગુજરાતની કુંડળી કાઢી ભાજપ અને કોંગ્રેસને કેટલી બેઠકો મળી શકે છે તેનો તાગ મેળવ્યો છે. જે મુજબ ભાજપને ગત ચૂંટણી કરતા 10 થી 15 બેઠકોની વચ્ચે નુકસાન થઈ શકે છે.

ઉપરાંત કેન્દ્રમાં પણ ભાજપને મોટો ફટકો પડી શકે છે. બીજી બાજુ લોકસભાની ચૂંટણીમાં ભાજપ માટે નબળા પરિણામો આવ્યા બાદ ગુજરાત સરકારમાં પણ સત્તા પરિવર્તનના યોગ છે. જેમાં એક મહિલા સત્તા પરિવર્તન માટે ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. એવા તારણો અને અનુમાન કે કુમર નામના જ્યોતિષે કાઢ્યા છે.

લગ્નનેશ પોતાનાથી બારમે બારમાનો અગીયારમે લગ્નમા મંગળ, રાહુ, સાતમે, શની, ચંન્દ્ર, કેતૂ, વીષ યોગ, સપ્તમેશ, કરમેશ, વક્રી છઠે, અષ્ટમેશ, ભાગ્યેશ વક્રી સાતમે શની, ચંદ્ર, કેતુની પુર્ણ યુતી. કાયદાકીય. કોઇ ગુચ ઉભી થવાના શંકેત. અગીયાર માનો ભલીક મંગળ સાથે. સત્તા પરીવર્તનનો યોગ બતાવે છે. સવારે શુભ શરુઆતમા પાચમાનો બરમાનો માલીક શુક્ર અગીયાર મે કોઇ મહીલા સત્તા પરીવર્તનનુ કારણ બનશે અને સૂર્યાસ્ત થતા શુક્ર સાતમા ભાવ મા જાહેર જીવન મા કોઇ મહિલાનુ યોગદાન જોવા મળશે.

ગુજરાતમા ધન લગ્નની કુંડલી હોવાથી. 1 2 3 4 ઘરના માલિક શની ગુરુ વક્રી હોવાથી સતાધીશોથી સત્તા દૂર જતી લાગે. આ ગ્રહ અશુભ ફળ આપશે. જેને લીધે ગુજરાતમા ભાજપ ને 10 થી 15 સીટોનુ નુકશાન થશે. કોંગ્રેસના ગ્રહો 2018 થી ફેવર કરતા હોવાથી. ગુજરાત અને ભારતમા પણ મહત્વનો હિસ્સો હશે.

જાણો અમિતશાહ જે સીટ ઉપરથી લડી રહ્યા છે તે સીટ એટલે ગાંધીનગરનું ગણીત – અમિતશાહ હારશે ?

ગાંધીનગર લોકસભાની સીટ એટલે ભાજપનો ગઢ, જોકે આમ કહી શકીએ કે ભાજપ કરતા પણ વધુ તો ભાજપના દીગગજ નેતા અને પૂર્વ ભાજપ પ્રમુખ શ્રી લાલકૃષ્ણ અડવાણી સાહેબનો આ ગઢ.

આ વિસ્તારમાં થી છેલ્લા કેટલાય ટર્મ થિ ભાજપનો દબદબો કાયમ રહ્યો છે અને માનવામાં આવી રહ્યું છે કે આ વખતે પણ આ દબદબો કાયમ રહેશે પરંતુ.

આ વખતે ભાજપાએ આ સીટ ઉપર પોતાના ચાણક્ય મનાતા દીગગજ નેતા અમિત શાહને મેદાને ઉતાર્યા છે, ત્યારે જોઈએ આ સીટ માં કેટલી વિધાનસભા આવે તો વાત કરીએ.

કલોલ, ગાંધીનગર ઉત્તર, સાબરમતી, ઘાટલોડિયા, નારણપુરા, વેજલપુર, સાણંદ આટલી વિધાનસભા આ ગાંધીનગર સીટ માં આવે જોકે અહીં અમુક વિધાનસભા સીટ ઉપર પાટીદાર સમાજનો દબદબો છે અને 2015 માં થયેલ પાટીદાર અનામત આંદોલન પછી પાટીદારો એ પોતાનું વલણ બદલ્યું છે જેની થોડી ખોટ અમિત શાહ ને પડી શકે.

ઉપરાંત અહીં કોંગ્રેસએ પોતાના ચાલુ ધારાસભ્ય ડો સી જે ચાવડા ને મેદાનમાં ઉતાર્યા છે, પરંતુ અહીં જો અમિતશાહ ની જગ્યાએ લાલકૃષ્ણ આડવાની હોત તો થોડીક રસાકસી જોવા જનતા ને મળતી પરંતું અમીતશાહ ના આવવાથી આ મુકાબલો સીધો એક સાઈડ થઈ ગયો તેમ કેહવાય છે.

અમિતશાહને પણ અહીં ગઢ લાગતા એરિયા માં પણ રોડશો સભાઓ કરવિ પડી છે કેમ જે તેમનો લક્ષ્ય 7 લાખ કરતા વધુ લીડ હાંસિલ કરવાનું છે અને અહીં ભાજપ એટલી લીડ જો સારી મેહનત કરે તો કરી પણ શકે છે.

તો શું અમિતભાઇ શાહ હાસિલ કરશે આ 7 લાખની લીડ ?

જે પ્રમાણે વોટિંગ થયું એ પ્રમાણે લાગતું નથી કે 7 લાખ વોટ વધુ હાંસિલ કરી શકે પરંતુ લાલ કૃષ્ણ અડવાની ની લીડ તોડી શકે તેમ અચૂક મનાઈ રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here