શહેરની 32 વર્ષીય સરકારી ટીચર દુલ્હન બનવા માટે બ્યુટી પાર્લરમાં તૈયાર થવા ગઈ હતી ત્યારે 20 વર્ષનો બોયફ્રેન્ડ લગ્ન પહેલા જ ભાગી ગયો. આરોપ છે કે બોયફ્રેન્ડ જસબીર સિંહ લગ્ન કરવાની વાત કહીને રિલેશન બાંધતો રહ્યો. ટીચરની ફરિયાદ પર જસબીર સિંહ વિરુદ્ધ નવી બારાબદી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.
દીકરાને ભગાડવાના કાવતરામાં પિતાને પણ બનાવ્યા આરોપી
જસબીરને ભગાડવાના કાવતરામાં તેના પિતા લખબીર સિંહને પણ આરોપી બનાવવામાં આવ્યા છે. ટીચરે રેપની ફરિયાદ કરીને પોતાની જ વાંધાજનક તસવીરો રજૂ કરી હતી, પરંતુ પોલીસે તેને રેપ નથી માન્યો. સીપીને આપેલી ફરિયાદમાં સરકારી ટીચરે કહ્યું હતું કે આરોપી જસબીરે લગ્નની લાલચ આપી તેને છેતરી છે.
છેતરીને દુબઈ જતો રહ્યો જસબીર
જ્યારે બંનેની દોસ્તી થઈ ત્યારે ટીચર 30 વર્ષની હતી અને જસબીર 18 વર્ષનો હતો. ટીચરનું કહેવું છે કે જસબીરની સાથે તે નામદેવ ચોકની પાસે સ્થિત એક હોટલમાં રોકાઈ હતી. ત્યાં જસબીરે સંબંધ બાંધ્યો હતો અને કહ્યું હતું કે તે ટૂંક સમયમાં લગ્ન કરશે. તે તેની વાતમાં આવી ગઈ. આ દરમિયાન જસબીર દુબઈ ચાલ્યો ગયો હતો. ટીચરે જ્યારે જસબીરના પિતા સાથે વાત કરી તો તેઓએ પણ ધમકાવવાનું શરૂ કરી દીધું. કોઈક રીતે દુબઈથી જસબીરને બોલાવવામાં આવ્યો હતો. બંને ચંદીગઢમાં કોર્ટ મેરેજ કરવાના હતા. એટલા માટે બંને ચંદીગઢ ચાલ્યા ગયા હતા. ટીચર લગ્ન માટે તૈયાર થવા બ્યૂટી પાર્લર ગઈ હતી. જ્યારે તે દુલ્હન બનીને બહાર આવી તો દુલ્હા જસબીરે તેને જોરદાર આંચકો આપ્યો. જસબીરે કહ્યું હતું કે, તું બ્યુટી પાર્લરમાં તૈયાર થઈને આવી જા, હું બહાર જ રાહ જોઉં છું. પરંતુ જ્યારે તે બહાર આવી તો જસબીર ત્યાંથી ગાયબ થઈ ગયો હતો. તેનો ફોન પણ બંધ આવવા લાગ્યો.