અમદાવાદ : ઓઢવમાં ત્રણ માળના સરકારી આવાસના 2 બ્લોક ધરાશાયી, 10થી 12 લોકો દટાયા હોવાની આશંકા

આ ઘટના ઓઢવના ગુરુદ્વારા પાસે બની છે. 5 ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. સ્થાનિક લોકો સાથે ફાયરબ્રિગેડની ટીમ બચાવ કામગીરી શરૂ કરી દીધી

અમદાવાદના ઓઢવમાં 3 માળના સરકારી આવાસનો બે બ્લોક ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. જેમાં 10થી 12 લોકો દટાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટના ઓઢવના ગુરુદ્વારા પાસે બની છે. 5 ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. સ્થાનિક લોકો સાથે ફાયરબ્રિગેડની ટીમ બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. ઘટનાની ગંભીરતા જોતા ફાયર ચીફ અને ડીસીપી પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે. ફાયરના 50થી વધારે જવાનો બચાવમાં લાગી ગયા છે.

ચાર લોકોને બચાવદળોએ બહાર કાઢ્યા છે. તેમને શારદાબેન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એક દિવસ પહેલા જ બિલ્ડિંગ ખાલી કરવાની નોટિસ પણ આપી હતી. સવારે જ એએમસીના અધિકારીઓએ બિલ્ડિંગ ખાલી કરાવ્યું હતું. આ બિલ્ડિંગ 40-50 વર્ષ કરતા પણ વધારે જુનું હોવાની માહિતી બહાર આવી છે. પહેલાથી જ તેમા તિરાડો હતી. દિવસ દરમિયાન વરસાદ પડતા બિલ્ડિંગ પોલાણ થયું હતું. આ પહેલા પણ વરસાદ પડતા એએમસીના અધિકારીઓએ નોટિસ આપી હતી.

એકાએક બ્લોક ઘરાશાયી થતા જોરદાર ધડાકો થયો હતો. લોકો ગભરી ગયા હતા અને લોકોમાં ભયનો માહોલ છે. રક્ષાબંધનનો દિવસ હોવાથી આજુબાજુ લોકો પણ હતા. જેથી તેમને પણ નાની-મોટી ઇજા પહોંચી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here