ગોરખા જવાનએ ટ્રેનમાં માસૂમ છોકરી ને ગેંગ રેપથી બચાવી – ખાસ વાંચવી જોવે આ વાત..

એક ૩૫ વર્ષના એક સૈનિકે પોતાની બહાદુરીથી હથીયારબંધ ૪૦ લોકોનો સામનો કર્યો. આ વીર સૈનિકે લોકોને લુટારાથી બચાવ્યા. પરંતુ એક ૧૮ વર્ષની છોકરીનું આ નાલાયકોથી રક્ષણ પણ કર્યુ. ગોરખા રેજીમેંટના આ એક્સ સૈનિકે પોતાના સાહસથી એક વખત ફરી સાબિત કર્યુ કે સેના દેશનું ગૌરવ છે, અને સેનાના જવાન હંમેશા પોતાના જીવની બાજી લગાવવા માટે તૈયાર રહે છે. પછી તે જંગનું મેદાન હોય કે પછી સામાન્ય જીવન.

ઘટના સપ્ટેમ્બર મહિનાની છે. જયારે વિષ્ણુ શ્રેષ્ઠ નામનો ગોરખા રેજીમેંટનો આ જવાન મૌર્ય એક્સપ્રેસમાં મુસાફરી કરી રહ્યો હતો. પિતાની જેમ વિષ્ણુ પણ દેશની સેવા કરવા માંગતો હતો. ૩૫ વર્ષનો એક્સ ગોરખા સૈનિક વિષ્ણુ અંધારી રાત્રે ટ્રેનની બારી માંથી ટ્રેન માંથી પસાર થતા જંગલો તરફ જોઈ રહ્યો હતો. ટ્રેનમાં શાંતિ હતી, પરંતુ આ શાંતિ કોઈ મોટા તોફાનનો સંકેત આપી રહી હતી.

ત્યારે અડધી રાત્રે વચ્ચે અચાનક કોઈ પ્રવાસીએ ટ્રેનની ચેન ખેંચી અને ૪૦ લોકોનું એક હથીયાર બંધ ટોળું ફટાફટ ટ્રેનમાં ચડવા લાગ્યું. તેના થોડા સાથીઓ તો ટ્રેનમાં જ મુસાફરી કરી રહ્યા હતા. ત્યારે કોઈને શંકા ન હતી કે આ લુંટારા છે. આ હથીયાર વાળા લુંટારાએ ચાકુ, તલવાર અને બીજા હથીયારો સાથે લોકોને ડરાવીને લૂટવાનું શરુ કરી દીધું. લુંટારાઓએ લોકોની ઘડિયાળ અને લેપટોપ લુંટી લીધા અને બંધક બનાવી લીધા.

થોડી વારમાં તો ટ્રેનનું દ્રશ્ય જ બદલાઈ ગયું. ટ્રેનની બોગીમાં દોડધામ મચી ગઈ. લોકો ડરને કારણે બુમો પાડવા લાગ્યા. લુંટારુઓ વિષ્ણુ પાસે આવ્યા અને બધી વસ્તુ આપવાનું કહ્યું. લુંટારુઓનું ધ્યાન હટાવવા માટે તેણે પણ બુમો પાડવાનું શરુ કરી દીધું. ત્યારે લુંટારુઓ ૧૮ વર્ષની છોકરીને તેના માતા પિતાની સામે હવસનો ભોગ બનાવવા માંગતા હતા.

હવે વિષ્ણુનું લોહી ગરમ થવા લાગ્યું. તે હથીયાર ધારી લુંટારાઓની સામે થયા. તેમણે ખુમારીથી એ લુંટારાનો સામનો કર્યો અને વિષ્ણુ ગોરખા સૈનિક લુંટારા ઉપર તૂટી પડ્યા. તેમણે આ છોકરીની આબરૂનું રક્ષણ કર્યુ. જયારે લુંટારા વિષ્ણુ ઉપર એક સાથે તૂટી પડ્યા તો તે મહિલાની સામે એક ઢાલની જેમ ઉભા રહી ગયા. વિષ્ણુએ પોતાની બહાદુરીથી ત્રણ લુંટારાઓને ત્યાં મૃત્યુ ભેગા કરી દીધા, અને આઠ લુંટારુ ગંભીર રીતે ઘાયલ થઇ ગયા.

વિષ્ણુની બહાદુરી જોઈને બીજા લુંટારા ભાગી ગયા. લુંટાર સાથે એ મારામારીમાં વિષ્ણુના જમણા હાથમાં બ્લેડથી ઈજા થઇ. ૨૦ મિનીટની આ સમગ્ર ઘટના કોઈ ફિલ્મના કલાઈમેક્સની જેમ ચાલી અને વિષ્ણુએ એક રીયલ હીરોની જેમ પ્રવાસીઓના જીવની સાથે તેમના સમાનનું રક્ષણ કર્યુ.

સ્ટેશન માંથી થોડા પોલીસ અને ઈમરજન્સી કર્મચારીઓ હતા તેમણે ફટાફટ ટ્રેનમાં મદદ પૂરી પાડી અને મુસાફર ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોચાડ્યા. પોલીસે આઠ લુંટારાની ધરપકડ કરી અને તેમની પાસેથી ચાર લાખ રોકડા, સોનાના ઘરેણા, સેલ ફોન, લેપટોપ પણ કબજે કર્યા હતા.

વિષ્ણુની આ બહાદુરી માટે એમને ચંદ્રકોથી સન્માનિત કરવામાં આવ્યા સાથે જ તેને ચાંદી જડિત ખુખરી અને ૫૦ હજારનું રોકડ ઇનામ પણ આપવામાં આવ્યું. આ ઇનામ ગેંગના સભ્યોને પકડવા ઉપર જાહેર કરવામાં આવ્યું હતું. જે છોકરીની આબરૂનું રક્ષણ વિષ્ણુએ કર્યુ, તેમણે પણ મોટી રકમ તેને આપવાની જાહેરાત કરી. પરંતુ વિષ્ણુએ એ કહીને તેને લેવાની ના કહી, કે એક સૈનિકની ફરજ દુશ્મનોનો સામનો કરવાની હોય છે.

અને એક સૈનિક તરીકે મેં મારી ફરજ બજાવી છે. એક માણસ હોવાને લીધે પણ મારી ફરજને મેં નિભાવી છે. વિષ્ણુએ પોતાની બહાદુરી અને કર્તવ્યથી એ સાબિત કર્યુ કે દેશના નીડર અને બહાદુર વીર હજુ પણ માં ભારતી અને અહિયાંની મહિલાઓના રક્ષણ માટે તત્પર છે.

આ પોસ્ટ વિષે તમારો અભિપ્રાય અમને કોમેન્ટ માં જરૂરું જણાવજો:

(A) ખૂબ સરસ (B) સરસ (C) ઠીકઠીક

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો. અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમને આ પોસ્ટ કેવી રીતે ગમે તે અમને કમેંટ બોકસ માં જરૂર જણાવો. અને અમને આશા છે કે તમને આ પોસ્ટ ગમી હશે. આ પોસ્ટ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here