ગૂગલ આપે છે ઘેરબેઠાં પૈસા કમાવવાની તક, તમે પણ કમાણી કરી શકો છો

આજે દુનિયામાં સૌથી મોટી કંપની તરીકે જેનું નામ લેવાઈ એવી કંપની એટલે ગુગલ હાલ ગૂગલ ટોપ ટેન જે વિશ્વની સૌથી મોટી કહી શકાય તેવી કંપની માંથી એક છે. ત્યારે ગૂગલ આપશે તમને ઇન્કમ એના વિશે આજે ડિટેલ માં વાત કરિયે.

આજના મોટાભાગના યુવાનો ઈન્ટરનેટનો ઉપયોગ સોશિયલ મીડિયા વાપરવા માટે કરતા હોય છે. જોકે, આ સિવાય પણ ઈન્ટરનેટના અનેક ઉપયોગ અને અઢળક ફાયદા છે. તમે ઈન્ટરનેટના માધ્યમથી ઘેરબેઠાં પૈસા પણ કમાઈ શકો છો. જો તમે વ્યવસાયિક રૂપે ફેસબુક, બ્લોગ્સ અને અન્ય સોશિયલ નેટવર્ક્સનો ઉપયોગ કરો છો, તો ગૂગલ તમને પૈસા કમાવવાની તક આપે છે.

આ માટે તમારે પ્રોફેશનલ રીતે તમારું પેજ બનાવવું અને તેના પર નિયમિતરૂપે ઓરિજિનલ કન્ટેન્ટ નાખવું પડશે. Google તમારા સોશિયલ મીડિયા પેજ, બ્લોગ્સ, યુટ્યુબ પેજ પર જાહેરાતો ચલાવે છે, જેથી તમને કમાણી કરવાની તક મળે છે. જો તમારા પેજ, બ્લોગ અને અન્ય સોશિયલ મીડિયા પર વધુ ટ્રાફિક આવે છે તો ગૂગલ તમારા પેજ પર જાહેરાતો ચલાવે છે. આ રીતે તમે ખૂબ પૈસા કમાઈ શકો છો.

અહીં અકાઉન્ટ ખોલવું પડે છે

ગૂગલ એડવર્ડ્સ અને એડસેન્સ નામની બે સેવાઓ ચલાવે છે. આ બંને સેવાઓ પર તમારે તમારું એકાઉન્ટ ખોલવું પડશે. અહીં ખાતું ખોલાવવા માટેના ઘણાં નિયમો પણ છે. ગૂગલ તમારા પેજ પર ફક્ત ત્યારે જ જાહેરાત ચલાવવાની શરૂ કરશે જ્યારે તે પેજ અથવા બ્લોગ ઓછામાં ઓછો છ મહિના જૂનું હશે.

આ સાથે જ તે પેજ નિયમિત રૂપે અપડેટ થવું જરૂરી છે. યુટ્યુબ પર પણ સતત નવા અને યૂનિક કન્ટેન્ટવાળા વીડિયો અપડેટ થવા જરૂરી છે. જો આ પેજ પર દૈનિક ધોરણે ટ્રાફિક આવતો રહેશે તો ગૂગલ જાહેરાત ચલાવવાનું શરૂ કરી દેશે.

કેવી રીતે મળે છે જાહેરાત?

ગૂગલ એડસેન્સ તમારા પેજ પર વીડિયો, ફોટો, ટેક્સ્ટ, બેનર વગેરે જેવા ઘણા પ્રકારની એડ્વર્ટાઇઝ ચલાવે છે. તમે આમાંથી તમારા માટે બેસ્ટ એડની પસંદગી કરી શકો છો અને તેને તમારા બ્લોગ પર લગાવી શકો છો. ગૂગલ દર મહિને નક્કી થયેલી તારીખે પૈસા આપે છે, જે સીધા તમારા બેંક અકાઉન્ટમાં જમા થાય છે. ગૂગલ ચેક દ્વારા પણ તમને ચૂકવણી કરી શકે છે.

આ છે શરતો

આવી રીતે પૈસા કમાવવા માટે ગૂગલ તરફથી એક શરત મૂકવામાં આવે છે. તમને ગૂગલ દ્વારા પૈસાની ચૂકવણી ત્યારે જ થશે જ્યારે તમારા ગૂગલ અકાઉન્ટમાં 100 ડોલર જમા થશે. 100 ડોલર પૂરા થઈ જાય પછી તમારા ખાતામાં એ પૈસા સીધા ટ્રાન્સફર થઈ જશે.

ગૂગલ ચેકઆઉટ

જે પ્રમાણે બેંકિંગ સર્વિસિસમાં નાણાકીય ટ્રાંઝેક્શન પર અમુક રકમ બેંકો પાસે જાય છે એવી જ રીતે જો તમે ઓનલાઇન પેમેન્ટ માટે ગૂગલ ચેકઆઉટનો ઉપયોગ કરશો તો તમને પણ લાભ થશે. આ વિકલ્પથી ચૂકવણી કરતાં જેમ-જેમ ગૂગલનું વેબ બિઝનેસ ટ્રાન્ઝેક્શન વધશે, તેમ-તેમ યુઝરની આવક પણ વધશે. ગૂગલ આ માટે તમને અલગથી પેમેન્ટ કરે છે.

અહીં એક વાત આપને હું જણાવી દવ,ગુગલ ઉપર તમે વિશ્વાસ મૂકી શકો. આ કોઇ ઓનલાઇન ફ્રોડ નથી, તમે ગૂગલ માટે કામ કરો તો ગુગલ તમને અમુક હિસ્સો રકમ તમને આપવાની જ છે.

જો તમે આવી જ વધુ માહિતી જાણવા માંગતા હોય તો કમેન્ટ કરી ને પેજ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here