જો આ વેકેશનમાં પંજાબ ફરવા જાઓ તો આ જગ્યાઓ જોવાનું ભૂલશો નહીં 

જો પંજાબ ફરવા જાઓ તો આ જગ્યાઓ જોવાનું ભૂલશો નહીં

ભારતની શાન કહી શકીયે એવા પંજાબમાં જવાનું હોય તો શું જોવું જોઈએ, જેમ કે આપણે મુવી માં જોઈએ તો પંજાબના ખેતરો, ગુરુદ્વાર, સુવર્ણમંદિર ઉપરાંત પણ બીજું જોવા માટે એક વાર અવશ્ય પંજાબ જોવા જવું જોઈએ.

પંજાબી લોકો આપના ગુજરાતી ની જેમ જ મિલનસાર હોઈ છે જેથી ત્યાં આપણા ને કોઈ તકલીફ પડતી નથી.

સુવર્ણ મંદિર

જો પંજાબ ફરવા જાઓ તો ત્યાંનું પ્રસિધ્ધ સુવર્ણ મંદિર જોવાનું ભૂલશો નહીં. અહીં એક સરોવર છે તેમજ અહીં લંગરમાં જે કોઈ પણ આવે તેને નિ:શુલ્ક જમાડવામાં આવે છે.

જલિયાંવાલા બાગ

જલિયાંવાલા હત્યાકાંડમાં ઘણાં લોકો શહીદ થયા હતા અને શહીદની યાદમાં જલિયાંવાલા બાગમાં મેમોરિયલ બનાવવામાં આવ્યું છે. અહીં દીવાલોમાં ગોળીઓના નિશાન જોઈ શકાય છે.

ગુરુદ્વારા

પંજાબના ગુરુદ્વારામાં પણ પારંપરિક પંજાબી નૃત્ય જોવા મળે છે. આ સિવાય પંજાબનો ડાન્સ, ભાંગડા પણ ખૂબ જ લોકપ્રિય છે.

પંજાબની દુકાનો

પંજાબ જાઓ અને ખરીદી કરો નહીં તેવું બને જ નહીં. તમે પંજાબની શાલ અને સ્કાર્ફ ખરીદી શકો છો. અહીંથી જૂતાની પણ ખરીદી કરી શકો છો.

પંજાબી હોટલ

પંજાબ જાઓ અને ખાણીપીણીનો આનંદ માણો નહીં તે અશક્ય છે. પંજાબ જાઓ તો લસ્સી પીવાનું અને પરોઠા ખાવાનું ભૂલશો નહીં.

વાઘા બોર્ડર

પંજાબની વાઘા બોર્ડર ભારત અને પાકિસ્તાનને અલગ કરે છે. અહીં દરરોજ સૂર્યાસ્ત પહેલા વાઘા બોર્ડર પર રીટ્રીટ સેરેમની યોજાય છે જે જોવા માટે અચૂક જવું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here