યાત્રાધામ અંબાજી મંદિરનું શિખર બનશે સુવર્ણમય

યાત્રાધામ અંબાજી મંદિરને શિખરને સુવર્ણમય બનાવવામાં આવશે. શક્તિપીઠ અંબાજી મંદિરના શિખરને સુવર્ણમય બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. અંબાજી મંદિરને 15 ઓગસ્ટ સુધીમાં સુવર્ણથી મઢવામાં આવશે.

જગપ્રસિદ્ધ અંબાજી મંદિર પરના 61 ફિટના શિખરને સુવર્ણમય બનાવવા માટે કુલ 140 કિલોગ્રામ સોનોના ઉપયોગ કરવામાં આવ્યો છે. આ શિખરનું લોકાર્પણ સમય હજુ સુધી નક્કી કરવામાં આવ્યો નથી.

ઉલ્લેખનીય છે કે આર્ પહેલા ઓગસ્ટ મહિનાના પ્રારંભે જ મંદિરના શિખરને સંપૂર્ણ સુવર્ણમય બનાવવાનું આયોજન હતું પરંતુ વરસાદને કારણે મંદિરને સુર્વણથી મઢવા માટે સમય નક્કી કરાયો નથી.

આ મંદિરમાં દેશ-વિદેશના ભક્તોએ સોનાના દાન આપી રહ્યા છે. કુલ 108 ફિટની ઊંચાઇ ધરાવતા અંબાજી મંદિરના શિખરમાંથી 61 ફિટને સુવર્ણથી મઢવામાં આવ્યું છે. 2012ના વર્ષમાં મંદિરના શિખરને સુવર્ણમય બનાવવા આવતા દાન માટે અલગથી બેંક એકાઉન્ટ પણ શરૂ કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here