લવ થતાં જ ગર્લ્સની બદલાઈ જાય છે આ છ આદતો

પ્રેમ વ્યક્તિને બદલી નાંખે છે. એ વાત તો તમે સાંભળી જ હશે, પરંતુ આ પરિવર્તન દરેક માટે અલગ-અલગ હોય છે. સંબંધ જોડાયા બાદ કોઈ ઘણું વધારે ઈમોશનલ થઈ જાય છે, તો કોઈ મેચ્યોર. કોઈ અચાનકથી બ્યૂટી કોન્શિયસ થઈ જાય છે, તો કોઈ બેફિકર.

જો વાત ગર્લ્સની કરીએ તો રિલેશનશિપમાં બંધાયા બાદ તેમની ઘણી હરકતો અને આદતો બદલી જાય છે. આમ તો ચેન્જિસ દરેકમાં અલગ-અલગ પ્રકારના હોય છે, પરંતુ કેટલીક બાબતો કોમન પણ હોય છે. આ એવા જ 6 ફેરફાર છે, જે પ્રેમમાં પડ્યા પછી મોટાભાગની છોકરીઓમાં જોવા મળે છે.

ઊંઘ ઓછી આવવી

એ તો તમે પણ સાંભળ્યું જ હશે કે પ્રેમમાં ઊંઘ ઉડી જાય છે. કોઈની સાથે પ્રેમ થઈ ગયા બાદ મોટાભાગની ગર્લ્સ મોડી રાત સુધી જાગવાનું શરૂ કરી દે છે. આખી રાત ફોન પર વાતો કરવી, ચેટ કરવું તેમની આદત બની જાય છે. વાતો કરતા-કરતા ક્યારે રાતમાંથી સવાર થઈ જાય છે, તેમને જાણ જ નથી થતી.

પોતાના પર ગુમાન કરવું

આમ તો દરેક ગર્લ પોતાને સુંદર જ માને છે, પરંતુ પ્રેમ થયા બાદ આ માન્યતા વધુ ઊંડી થઈ જાય છે. જેના પરિણામે તેમનો મોટાભાગનો સમય અરીસા સામે ઊભા રહેવામાં પસાર થવા લાગે છે. પોતાના પર ગુમાન કરવું, પોતાને અરીસામાં જોઈ હસવું તેમની આદત બની જાય છે.

મોબાઈલ બની જાય છે ટોપ સીક્રેટ

થોડા સમય પહેલા સુધી જે ગર્લ પોતાના મોબાઈલનું ધ્યાન પણ નહોંતી રાખતી, તે અચાનકથી મોબાઈલને લઈને ક્રેઝી થઈ જાય છે. મોબાઈલ, હથેળી સાથે મોટાભાગનો સમય ચીપકેલો રહે છે અને જો ભૂલથી પણ કોઈ બીજું તેને ઉઠાવી લે તો બાબલ થઈ જાય છે. જોકે, રિલેશનમાં પડ્યા બાદ કદાચ જ કોઈ ગર્લ પોતાના મોબાઈલમાં પાસવર્ડ નાંખવાનું ભૂલે છે

અચાનકથી બદલાઈ જાય છે ગીતોની પસંદ

પ્રેમમાં પડ્યા બાદ દરકે રોમેન્ટિક સ્ટોરી, લવ-સોંગ પોતાના લાગવા લાગે છે. આવું એ ગર્લ્સ સાથે પણ બને છે, જેમને થોડા સમય પહેલા સુધી લવ-સ્ટોરીઝ જુઠ્ઠાણું લાગતી હતી. પ્રેમમાં પડતાં પહેરવા અને ચાલવાનો બદલાઈ જાય છે અંદાજ પ્રેમ થયા બાદ મોટાભાગની ગર્લ્સ પોતાને પહેલા વધુ મહત્વ આપવાનું શરૂ કરી દે છે. તેમને દરેક સમયે પ્રેઝન્ટેબલ રહેવાનું સારું લાગે છે.

તેમની ડ્રેસ સેન્સ બદલાઈ જાય છે અને ચાલ પણ. ખરેખર પ્રેમ પર્સનાલિટી નિખારી દે છે. પોતાને અલગ કરી દેવું એક તરફ જ્યારે પ્રેમ થાય ત્યારે ગર્લ્સ પોતાના લુક્સને લઈને વધુ સેન્સિટિવ થઈ જાય છે. તો ઘણા મામલામાં તે પોતાને અવોઈડ પણ કરવાનું શરૂ કરી દે છે. ઘણી વખત તે પોતાના વિચાર અને પોતાની સલાહને બાજુએ મૂકી પોતાના બોયફ્રેન્ડની સલાહને અપનાવી લે છે. તે પોતાના કામની રીતને પણ તેના હિસાબે બદલવાનું શરૂ કરી દે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here