આ 13 વર્ષની ટીનેજરે પર્યાવરણની સુરક્ષા માટે દરિયામાંથી માઈક્રોપ્લાસ્ટિક શોધી કાઢતું મશીન બનાવ્યું

યુએસના માસાચુસેટ્સ રાજ્યની 13 વર્ષીય એના ડુ નામની છોકરીએ એક એવું મશીન બનાવ્યું છે જે દરિયામાં રહેલા માઈક્રોપ્લાસ્ટિક શોધી કાઢે છે. તેણે તેના ઘરના બેઝમેન્ટમાં પડેલા PVC પાઇપ્સમાંથી આ ROV (Remotely operated underwater vehicle) બનાવ્યું છે.

તેણે આ ROV પ્લાસ્ટિકને શોધી દરિયાને ક્લીન કરવા માટે બનાવ્યું છે. તે પર્યાવરણ માટે કંઈક કરવા માગે છે. તેનો આ પ્રોજેક્ટ ‘Broadcom Masters’ સ્પર્ધામાં પણ સિલેક્ટ થયો હતો. આ સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને મેથ (STEM) ની ટોપ લેવલની સ્પર્ધા છે. તેમાં છઠ્ઠા, સાતમા અને આઠમા ધોરણના 5000 થી વધુ સ્ટુડન્ટ્સ ભાગ લે છે.

છઠ્ઠા ધોરણથી પ્લાસ્ટિક હટાવવા માટે સજાગ: એના ડુ જ્યારે છઠ્ઠા ધોરણમાં હતી ત્યારે તે સાઉથ બોસ્ટનના એક બીચ પર ગઈ હતી. ત્યાં તેણે દરિયાકિનારે પાણીમાં તરતું પ્લાસ્ટિક જોયું અને તેણે તે ઉઠાવી લીધું. તેને તરત જ આત્મજ્ઞાન થયું કે ત્યાં ઘણા બધા નાના ટુકડાઓ પણ છે જેને તે ભેગા કરી શકે એમ નથી. તેણે આ સમસ્યાને એક વૈજ્ઞાનિકની જેમ ઉકેલવાનો નિર્ણય કર્યો.

સૌ પ્રથમ તેણે રિસર્ચ કરી માહિતી એકત્ર કરી કે દર વર્ષે કેટલો પ્લાસ્ટિક કચરો દરિયામાં ઠલવાઇ છે. ત્યારબાદ તેણે આ સમસ્યાના નિવારણ માટે એક રોબોટ બનાવ્યો જે દરિયાની સપાટી પરના ઝીણા પ્લાસ્ટિકને શોધી શકે.

ROV ની ખાસિયત: એના ડુએ બનાવેલું ROV 5mm થી નાની સાઈઝના પ્લાસ્ટિકને શોધી કાઢે છે. તે પાણીની સાથે વહે છે. PVC પાઇપ્સમાંથી બનેલા આ મશીનમાં તેણે હાઈ રિઝોલ્યુશન ઇન્ફ્રારેડ કેમેરો લગાવ્યો છે. ઉપરાંત તેમાં તેણે અનનેચરલ કલર્સને ઓળખવા માટે ત્રણ અલગ-અલગ પ્રકારની વિઝિબલ લાઇટ્સનો પણ ઉપયોગ કર્યો છે જે પ્લાસ્ટિકને ડિટેકટ કરી શકે. આ ROV માઈક્રોપ્લાસ્ટિકને એકત્ર નથી કરતું પરંતુ તેને દરિયામાં શોધી કાઢે છે. તેણે આ ROV ના ફંક્શનલ એલિમેંટ્સને પેટન્ટ કરાવા માટે પણ અપ્લાય કર્યું છે.

પબ્લિક ઈવેન્ટ્સ અને વર્કશોપ અટેન્ડ કરી સ્કિલ્સ મેળવી: એના પાંચ વર્ષની હતી ત્યારથી તે માસાચુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (MIT) માં યોજાતા વર્કશોપ્સ અને પબ્લિક ઈવેન્ટ્સને અટેન્ડ કરતી હતી. તેણે આ બધા સેશનમાંથી ROV બનાવવા માટેની જરૂરી એન્જિનિયરિંગ સ્કિલ્સ મેળવી હતી. ઉપરાંત તેણે લોકલ લાઇબ્રેરીઝની મેકર્સ લેબ અને યુ ટ્યુબ પરથી પણ આ ROV બનાવવા માટેની માહિતી ભેગી કરી હતી.

પરિવારે જ આગળ વધવા સપોર્ટ કર્યો: એના ડુએ તેનાં માતા-પિતાને તેનાં આ ઇનોવેશનનો બધો શ્રેય આપ્યો છે. તેમણે જ તેને આગળ વધવા માટે સપોર્ટ કર્યો છે. સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને મેથ (STEM) માં રહેલા એના ડુના રસને પારખી તેનાં માતા-પિતાએ તેને આગળ વધવા સતત પ્રેરણા પૂરી પાડી. તેઓ જ એનાને MIT માં વીકેન્ડમાં સ્ટુડન્ટ્સ અને સાયન્ટિસ્ટને મળવા માટે લઇ જતા. તેને કારણે જ એનાએ યુનિવર્સિટી જઈને એન્જિનિયર બનવાનો નિર્ણય લીધો છે.

ભવિષ્યમાં ક્લાઈમેટ ચેન્જની અસર પર કામ કરશે: ભવિષ્યના પ્લાનને લઈને એનાએ જણાવ્યું કે, ‘તે ક્લાઈમેટ ચેન્જની ઇફેક્ટ્સને કોઈપણ રીતે સંબોધી તેના પર કામ કરવા ઈચ્છે છે.

સમગ્ર વિશ્વમાં જે ક્લાઈમેટ ચેન્જ થઇ રહ્યું છે તેને કારણે ઘણી બધી સમસ્યા છે અને હું વિચારું છું કે નવા ઈન્વેન્શન સાથે ઘણા બધા પ્રોબ્લેમ્સને સોલ્વ કરી શકાય છે.’ ઉપરાંત તેણે જણાવ્યું કે, ‘મને ખબર છે કે મારે એન્જિનિયર બનવું છે કારણકે મને દુનિયાના પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે નવી વસ્તુઓ બનાવવી ગમે છે. પરંતુ હું એ બાબતે અત્યારસુધી શ્યોર નથી કે હું કઈ એન્જિનિયર બનવા માગું છું.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here